કોરોના વેક્સીન લેતા પહેલા ભૂલથી પણ ન ખાવી પેઈન કીલરની દવા, WHO એ આપી ચેતવણી. ન કરતા આવી ભૂલ નહિ તો…

કોરોનાથી બચાવનો એક માત્ર ઉપાય વેક્સીન લેવી એ જ છે. જો કે ઘણા લોકો તેની સાઈડ ઈફેક્ટના લઈને ડરીને વેક્સીન લેવા માટે આનાકાની કરી રહ્યા છે. વેક્સીનથી થતા સાઈડ ઈફેક્ટસ એ એક સામાન્ય વાત છે. પણ ઘણા એવા લોકો પણ છે જે તેનાથી બચવા માટે પેઈન કીલર્સ ખાઈને વેક્સીન લેવા માટે જાય છે. હેલ્થ એક્સપર્ટ આ વિશે લોકોને વેક્સીન લેતા પહેલા કોઈ પણ પ્રકારની દુઃખાવાની દવા લેવાની ના પાડે છે.

હેલ્થ એક્સપર્ટસનું કહેવું છે કે, પેઈન કીલર્સને માત્ર વેક્સીન લીધા પછી જ લેવી જોઈએ. પેઈન કીલર્સ દુઃખાવા અને સોજાને ઓછું કરવાનું કામ કરે છે તેમાંથી વધુ પડતી દવાઓ નોન સ્ટેરાયડલ એન્ટી ઈમ્ફ્લેમેટરી હોય છે. જેમાં દુઃખાવો ઓછો કરતા કેમિકલ્સ રહેલ હોય છે. તેમાં સૌથી સામાન્ય દવા પેરાસીટામોલ છે.આ સામાન્ય પેઈન કીલર્સને નિયમિતથી ન લેવી જોઈએ. ઘણા અભ્યાસમાં એ વાત જાણવા મળી છે કે દુઃખાવાની દવાઓ અને NSAID ના લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી દિલની બીમારીનો ખતરો વધી જાય છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, વેક્સીન લીધા પહેલા આ પ્રકારની દવા લેવાની અસર વેક્સીનની ક્ષમતા પર પડી શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ વિશે ચેતવણી આપી છે.

વેક્સીન લીધા પહેલા દુઃખાવાની દવા લેવાથી વેક્સીન પ્રત્યે ઈમ્યુન રિસ્પોન્સ ઓછો થઈ જાય છે. જો તમે વેક્સીન લેવા જઈ રહ્યા છો તો માત્ર સાઈડ ઈફેક્ટથી બચવા માટે આ પ્રકારની દવાઓ ન લો. આ વિશે હજુ સુધી કોઈ સાક્ષ્ય નથી મળ્યા કે વેક્સીન સાથે આ દવાઓ મળીને ક્યાં પ્રકારની રીએક્ટ કરી શકે છે. વેક્સીન લીધા પહેલા આ દવા લેવાથી તેનાથી નુકશાન પણ થઈ શકે છે. કારણ કે વેક્સીન દરેક વ્યક્તિ પર અલગ અલગ અસર કરે છે.

અભ્યાસ અનુસાર ઈમ્યુન સિસ્ટમના કામમાં બાધા આવે છે. વેક્સીનથી શરીરની ઈમ્યુન સિસ્ટમ એન્ટી બોડી બનાવે છે, જેના કારણે શરીરમાં થોડો સોજો થવો સામાન્ય છે. આ જ ઈમ્ફ્લેમેટરી રીએક્શનને સાઈડ ઈફેક્ટસના રૂપે પણ જાણવામાં આવે છે. વેક્સીન લીધા પહેલા પેઈન કીલર્સ લેવાથી ઈમ્યુન સિસ્ટમ પર અસર થઈ શકે છે અને તે બરાબર કામ નથી કરી શકતી.ઉંદર પર થયેલ એક અન્ય સ્ટડીમાં પણ એવું જાણવા મળ્યું છે કે, થોડો દુઃખાવો ઓછો કરનાર એન્ટી ઈમ્ફ્લેમેટરી દવાઓ ઈમ્યુન રિસ્પોન્સમાં અડચણ કરે છે અને તેના કારણે એન્ટી બોડી ઓછી માત્રામાં બને છે. આ અભ્યાસ જર્નલ ઓફ વાયરોલોજીમાં પ્રકાશિત થયેલ છે.

આ સિવાય એ જરૂરી નથી કે દરેક વ્યક્તિને વેક્સીનની સાઈડ ઈફેક્ટસનો અનુભવ થાય જ અને ઘણા લોકોમાં તેની સાઈડ ઈફેક્ટસ એટલી વધુ હોય છે કે પેઈન કીલર્સ લેવાથી પણ કોઈ ફાયદો નથી થતો. તેવામાં સાઈડ ઈફેક્ટસથી બચવા માટે પેઈન કીલર્સના વિશ્વાસે રહેવું ઠીક નથી.

વેક્સીન લીધા પછી હાથમાં દુઃખાવો કે સોજો થવો, તાવ આવવો, ઠંડી લાગવી, અને નબળાઈનો અનુભવ થવો સામાન્ય સાઈડ ઈફેક્ટના લક્ષણ છે. આ લક્ષણ 2 થી3 દિવસ આપમેળે જ ઠીક થઈ જાય છે. આથી હેલ્થ એક્સપર્ટસ સાઈડ ઈફેક્ટથી બચાવ માટે દુઃખાવાની દવા ન લેવાની સલાહ આપે છે.જો તમને પહેલેથી જ કોઈ બીમારી છે અને તમે નિયમિત રૂપે તેની દવા લો છો તો વેક્સીન લેવા માટે તેને છોડી દો. વેક્સીન સમયે દવાને સંબંધિત કોઈ પણ પ્રકારની જાણકારી માટે પોતાના ડોક્ટરનો સંપર્ક જરૂર કરો. કોઈ પણ દવા જાતે ન લો અને ન જાતે બંધ કરો.

જો તમે વેક્સીનના સાઈડ ઈફેક્ટસથી ડરો છો તો પહેલા થોડી ખાસ વાતોને ધ્યાનમાં રાખો. જેનાથી સાઈડ ઈફેક્ટસ ઓછી થાય. જેમ કે વેક્સીન લીધા પહેલા રાતની પુરતી નીંદર લો, ખુબ જ પાણી પીવો, સારી ડાયેટ લો અને આરામ કરો

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment