ત્વચાને અને સ્વાસ્થ્યને હેલ્દી રાખવા માટેનો બેસ્ટ સમય શિયાળો માનવામાં આવે છે. કેમ કે તમે ઉનાળા અને ચોમાસાની ઋતુ કરતા શિયાળામાં ખોરાક વધારે લઈ શકો છો. કારણ કે શિયાળામાં ખોરાક જલ્દી પછી પચી જાય છે. જ્યારે ઉનાળામાં વધુ ખોરાક નથી લઈ શકતા અને તે પચવામાં પણ ખુબ જ ભારે લાગે છે. જેમ કે અમુક લાડુની વાત કરીએ તો એ શિયાળામાં જ ખાઈ શકીએ છીએ. કેમ કે તેની તાસીર ગરમ હોય અને શિયાળામાં તેનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ હોય છે.
પરંતુ આજે અમે તમને એક લાડુની રેસિપી વિશે આ લેખમાં જણાવશું. જે તમારી સ્કીન માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમજ પચવામાં પણ ખુબ જ સારા માનવામાં આવે છે. સાથે જ એ તમારી સ્કીનને ગ્લોઈંગ બનાવશે અને કમરના દુઃખાવાને પણ ઓછો કરશે. તો ચાલો જાણીએ એ લાડુ બનાવવાની રેસિપી…સામગ્રી : મકાઈનો લોટ – 1 કપ(150 ગ્રામ), ઘઉંનો લોટ –અડધો કપ(35 ગ્રામ), બૂરું – 1 કપ(150 ગ્રામ), ઘી –½ કપ(100 ગ્રામ), દૂધ – 1 કપ, કાજુ – 50 ગ્રામ, અખરોટ – 50 ગ્રામ, બદામ – 50 ગ્રામ(પીસેલી), ગુંદર – 25 ગ્રામ, એલચી પાવડર – 1 નાની ચમચી.
રીત : એક મોટા વાસણમાં મકાઈના લોટને કાઢી લો. તેમાં ઘઉંના લોટને ઉમેરો, ત્યાર પછી 4 નાની ચમચી ઘી ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લો. હવે દૂધની મદદથી તમે આ લોટને બાંધી લો. હવે બાંધેલા લોટને 10 મિનીટ માટે ઢાંકીને રાખી દો, તેથી તે સેટ થઈને તૈયાર થઈ જશે. હવે જે લોટને તૈયાર કર્યો છે, તેને 3 ભાગમાં કરી લો.
નાની સ્ટિક પેન અથવા તો એક લોયું ગરમ કરો. લોટનાં એક ભાગને લો અને ગોળ કરો, હવે થોડું તેને ચપટું કરી લો અને તેનો એક લુઓ બનાવી લો. હવે આ લુઆને પાટલી પર રાખો અને પરોઠા જેવું વણી લો.હવે જ્યારે લોયામાં ઘી ગરમ થઈ જાય એટલે તેમાથી થોડું ઘી લઈને ચીકણું કરી લો. હવે વણેલા પરોઠાને તેલમાં તળી લો. પરોઠું નીચેની તરફ તળાઈ જાય એટલે તેને બીજી તરફ પલટી નાખો અને પરોઠું જ્યારે બીજા ભાગમાં ગોલ્ડન થવા લાગે, એટલે તેને ફેરવી અને ફરી પાછું સારી રીતે બંને તરફ તળી લો.
હવે પરોઠાને પલ્ટો અને ઉપરનાં ભાગ પર ઘી નાખીને સારી રીતે તળી લો. પરોઠું જ્યાં સુધી ગોલ્ડન ન થાય ત્યાં સુધી તેને તળો. હવે પરોઠું તળાઈ ગયા પછી તેને એક પ્લેટમાં કાઢી લો અને ઠંડુ થવા માટે રાખી દો.
હવે આવી જ રીતે અન્ય પરોઠાને તળીને તૈયાર કરી લો. કાજુને નાના કાપીને તૈયાર કરી લો. 10 કાજુને 2 ભાગમાં કાપી લો, આ પિન્નીની ઉપર લગાવીશું. અખરોટને પણ નાના ભાગોમાં કાપી લો. હવે ગુંદરને શેકી લો, એક પેનમાં ઘી ગરમ કરી લો, હવે તેમાં ગુંદર નાખીને થોડું ગુંદરને તળી લો. ગુંદર જ્યારે ફૂલી જાય અને હલકું સોનેરી રંગ થઈ જાય, એટલે તેને એક પ્લેટમાં કાઢી લો. જ્યારે ગુંદર ઠંડો થઈ જાય એટ્લે તેને પ્લેટમાં જ વેલણની મદદથી કરકચડો પીસી લો.હવે પરોઠા જ્યારે ઠંડા થઈ જાય એટલે, તેને નાના ટુકડા કરીને મીક્ષ્યરમાં પીસી લો. આ મિશ્રણને એક વાસણમાં કાઢી લો. ગુંદર, બૂરું, કાપેલા કાજુ, અખરોટ, પીસેલી બદામ અને એલચી પાવડર આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લો, બચેલું ઘી પણ તેની અંદર નાખી દો.
લાડું બનાવવાનું મિશ્રણ તૈયાર છે. થોડું મિશ્રણ હાથમાં લો,અને તમારી પસંદનાં કોઈ પણ પ્રકારનાં નાના કે મોટા આકારનાં લાડુને વાળી લો. લાડુંની ઉપર 1 કાજુને દબાવીને લગાવી લો. આટલા મિશ્રણથી લગભગ 15 થી 16 લાડું બનીને તૈયાર થશે. આ પિન્નીને 1 થી 2 કલાક ખુલ્લા રાખી દો. આ પછી તમે તેને કોઈ પણ કન્ટેનરમાં ભરીને રાખી દો અને આ લાડુંને 10 થી 12 દિવસ સુધી તમે પ્રયોગ કરી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Good article. GD have still not remembered how to make possible to print.
May be GD is lost in COVID where they are under heavu virus attack. Hope some caksin may recover them.!!!!