મિત્રો દરેક લોકો આજના સમયમાં પોતાના વધતા જતા વજનને ઓછું કરવા માંગે છે. આથી તેઓ પોતાના ડાયટને લઈને ખુબ જ ચિંતા કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે વજન ઓછું કરવા માટે મકાઈનો લોટ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
મકાઈનો લોટ તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે. તમે પોતાના ઘરમાં મકાઈની રોટલી અને સરસવનું શાક કદાચ ખાધું હશે. તે ખાવામાં ખુબ જ લાભકારી હોય છે અને તેનાથી પાચન સારું કરવામાં અને અપચાની સમસ્યા દુર કરવામાં મદદ મળે છે. સાથે જ તેના સેવનથી હાડકાઓ પણ મજબુત બને છે. આ સિવાય હૃદય રોગ અને ડાયાબિટીસના લક્ષણોને પણ ઠીક કરવામાં ગુણકારી છે. પરંતુ શું તમને ખબર છે કે મકાઈનો લોટનું સેવન વજન ઓછુ કરવામાં પણ લાભદાયી છે.
જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે, તેઓ એવા ખોરાકની તલાશ કરતા હોય છે જેનાથી તમને પોષક તત્વો પણ મળે અને વજન પણ ઓછું થાય. આથી તમે મકાઈનો લોટ પોતાના ડાયટમાં સામેલ કરી શકો છો. તેમાં પ્રોટીન, કેલેરી, કાર્બ્સ, ફાઈબર, વિટામીન સી, ઈ, એન્ટી ઓક્સીડેન્ટ અને લ્યુટીન હોય છે. તો ચાલો જાણીએ વજન ઓછું કરવા માટે મકાઈના લોટના ફાયદાઓ
કબજીયાત : કબજિયાતને કારણે લોકોને ભોજન યોગ્ય રીતે પચતું નથી. આથી વજન કંટ્રોલ કરવામાં પરેશાની થાય છે. આથી પેટને લગતી અન્ય પરેશાની ઉભી થાય છે. પરંતુ મકાઈમાં રહેલ ફાઈબરની મદદથી તમારું ભોજન યોગ્ય રીતે પચી જાય છે અને મળ ત્યાગ કરવામાં પણ પરેશાની નથી રહેતી. તમે કોર્નફ્લોરની ઘણી ડીશ પણ બનાવી શકો છો.
હાઈ કેલેરીની માત્રા : ઘણી વખત આપણે ભૂખ અને થાકને કારણે કંઈ પણ ખાવાનું વિચારીએ છીએ. આથી આપણે અનિયમિત રીતે ખાવાનું શરુ કરી દઈએ છીએ. જેનાથી વજન વધી જાય છે. આ સિવાય ઘરે બેઠા બેઠા કામ કરીએ છીએ તો તમારી મુશ્કેલી વધી જાય છે. પરંતુ મકાઈના લોટમાં ભરપુર માત્રામાં કેલેરી મળે છે જે તમારું પેટ આખો દિવસ ભરેલું રાખે છે. આથી તમને વારંવાર ભૂખ નથી લાગતી. સાથે જ વિટામીન ચયાપચયની પ્રક્રિયાને વધારે છે.
સ્વસ્થ વજન : ઘણી વખત આપણે વજન ઓછું કરવાના ચક્કરમાં ઘણા પોષક તત્વો પોતાના આહાર માંથી કાઢી નાખીએ છીએ. જેનાથી તમારા શરીરને નુકશાન થાય છે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેનાથી વજન ઓછું થવાના બદલે વધી જાય છે. શરીરનો વિકાસ યોગ્ય રીતે નથી થતો. જયારે મકાઈના લોટમાં ઘણા વિટામિન્સ, પ્રોટીન, ફાઈબર અને અન્ય પોષક તત્વો રહેલા છે. જેનાથી તમારું વજન સ્વસ્થ રીતે ઘટે છે અને શરીર પણ વ્યવસ્થિત રહે છે.
કોલેસ્ટ્રોલ : મકાઈમાં રહેલ ફાઈબર ઓછા ઘનત્વ વાળા લિપોપ્રોટીનના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે. જે રક્તમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવા અને શરીરમાં અતિરિક્ત વસાને ઓછી કરવામાં મદદ કરે છે. તેનાથી શરીરના ઘણા ભાગો અને પેટની પાસેના ભાગે જામેલ વસા નથી થતી. આ સિવાય તેનાથી હાર્ટ સંબંધી બીમારીઓના લક્ષણને ઓછા કરવામાં મદદ મળે છે.
વિટામીન સી : વિટામીન સી તમારા શરીર અને ત્વચા માટે ખુબ જ જરૂરી હોય છે. તે તમારા શરીરને ડીટોક્સ કરવામાં મદદ કરે છે અને અપશિષ્ટ પદાર્થને બહાર કાઢે છે. તેનાથી શરીરનું વજન ઓછું કરવામાં મદદ મળે છે.
વજન ઓછું કરવા માટે : 1 ) મકાઈનો ઉપયોગ તમે ઓટ્સ બનાવવા માટે દુધમાં નાખી શકો છો. તેમજ તેમાં ઘણા ડ્રાયફ્રુટ્સ અને ફળ પણ નાખી શકાય છે. તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.
2 ) તેનો ઉપયોગ તમે કેક અથવા કપકેક બનાવવા માટે કરી શકો છો. આમ તમે મેંદાના ખરાબ પ્રભાવથી બચી શકો છો.
3 ) મકાઈનો ઉપયોગ તમે પાસ્તા કે નુડલ્સને રસાદાર બનાવવા માટે પણ કરી શકો છો. તેનાથી હેલ્દી કાર્બ્સ લઈ શકો છો.
4 ) આ સિવાય તમે મકાઈની રોટલી સવાર અને રાત્રે ખાય શકો છો. તેની સાથે તમે લીલા શાકભાજી પણ સામેલ કરી શકો છો.
5 ) તેની બ્રેડ બનાવીને પણ રાખી શકો છો.
6 ) જો તમે ઘઉંના લોટથી પરેશાની છે તો તમે મકાઈનો લોટની રોટલીનો ઉપયોગ કરી શકો છો.
મકાઈનો લોટ ઘણી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ વધુ પ્રમાણથી ડાયાબિટીસ વધવાનો ખતરો રહેલો છે. સાથે પેટની સમસ્યા અને વજન વધવાની સમસ્યા પણ થઈ શકે છે. આથી સીમિત માત્રામાં તેનું સેવન કરવું જોઈએ. આમ મકાઈનો લોટ અનેક પોષક તત્વોથી ભરપુર હોવા છતાં તેનું સીમિત માત્રા સેવન જરૂરી છે. તેમજ જો તમને કોઈ શારીરિક બીમારી છે તો તમે પહેલા કોઈ એક્સપર્ટની સલાહ જરૂરથી લો. નહિ તો તમારી મુશ્કેલી વધી શકે છે. મકાઈનો લોટ ઘઉંના ઓપ્શનમાં સારો છે. તેમાં રહેલ વિટામિન્સ શરીરને જરૂરી પોષક તત્વોની કમી પૂરી કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી