મિત્રો તમે મકાઈ ખાધી હશે. જો કે આ મકાઈમાં બે પ્રકાર છે. એક છે દેશી મકાઈ અને બીજી અમેરિકન મકાઈ. જે સ્વાદમાં મીઠી હોય છે. જો કે આજકાલ લોકો પોપકોર્નને વધુ ખાઈ રહ્યા છે. આજે આપણે આ લેખમાં મકાઈની અમુક રસપ્રદ વાતો અને તેના અમુલ્ય સ્વાસ્થ્ય ફાયદા વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
મકાઈની રોટલી અને સરસોનું શાક, ભાઈ વાહ શું સ્વાદ! આ બંને વ્યંજન ખાવામાં સ્વાદિષ્ટ પણ છે અને પૌષ્ટિક પણ. મકાઈનાં લોટની રોટલી મોટા ભાગે શિયાળામાં ખાવામાં આવે છે. પરંતુ મકાઇ તો ગમે ત્યારે ખાઈ શકાય છે. મકાઈનો લોટ અને મકાઇ આપણા જીવનમાં સ્થાયી થઈ ચૂક્યા છે અને એવું લાગે છે કે તે આપણા દેશની માટીનું જ છે. પરંતુ એવું નથી આ સ્વાદિષ્ટ મોટું અનાજ વિદેશી છે અને ભારતમાં તેનો પ્રવેશ અમુક વર્ષો પહેલા જ થયો છે. આમ તો હવે વિશ્વમાં પકવવામાં આવતા અનાજોમાં મકાઇ સૌથી વધુ પકવવામાં આવે છે. ગુણોમાં તો તે ભરપૂર છે જ. આજકાલ તો મકાઈની રૂતુ છે. જે ગલી, રસ્તા, વળાંક પર નીકળો ત્યાં કોલસાના તાપે મકાઇ સેકાતી જોવા મળે છે. મસાલો અને લીંબુ રગડીને જ્યારે આ સેકેલી મકાઇ ખાવામાં આવે છે તો સુગંધ અને સ્વાદ દિલ-દિમાગ પર ચડી જાય છે. બાળપણના તે કિસ્સા પણ યાદ હશે, જ્યારે ઊડતી પતંગનો દોરો નીચે લાવવા બાળકો મકાઈની ગાંઠમાં દોરો બાંધીને ફેંકતા હતા. તે ગાંઠ પોતાનું સહોત કાર્ય કરતી હતી, કારણ, પત્થરની જગ્યાએ તેની સાઇઝ ગ્રીપને લાયક હોય છે વજન પણ સરખુ. એવું લાગે છે કે મકાઈનો આપણાથી જન્મો જન્મોનો સંબંધ છે. પરંતુ તમને જણાવી દઈએ કે મકાઇ ભારત દેશની નથી અને અમુક સો વર્ષો પહેલા જ તેને ભારતમાં પોતાની જગ્યા બનાવી છે.
9 હજાર વર્ષ પહેલાનો છે ઇતિહાસ:- શોધખોળમાં જાણવા મળ્યું છે કે, મકાઇની ખેતી લગભગ 9000 વર્ષ પહેલા પૂર્વ દક્ષિણ મધ્ય મેક્સિકોની બાલસાસ નદીની ઘાટીમાં થઈ હતી. પછીથી મકાઇ અહીંથી જ અમેરિકાના બીજા ભાગોમાં પહોંચી. જૂના જમાનાથી જ અમેરીકામાં તેની બમ્પર ખેતી થઈ રહી છે જે આજે પણ ચાલુ જ છે. મકાઇ ભારતનું અનાજ નથી, કારણ કે ભારતના ધાર્મિક ગ્રંથો અથવા પ્રાચીન આયુર્વેદના પુસ્તકોમાં તેનું કોઈ વર્ણન નથી. આ ગ્રંથોમાં માત્ર ઘઉં તેમ જ જવનું જ વર્ણન કરેલું છે. હિન્દુ ધર્મગ્રંથોમાં ઘઉં તેમ જ જવની બાલીની પુજા કરવામાં આવે છે અને હવન-યજ્ઞમાં તેમને ખૂબ જ ઉપયોગી જણાવવામાં આવ્યા છે. ભારતમાં મકાઈનો પાક 1600ની સદીના અંતમાં ઉગવાનો શરૂ થયો અને આજકાલ મોટાભાગના રાજ્યોમાં તેની ખેતી કરવામાં આવે છે.
આખી દુનિયામાં સૌથી વધુ થાય છે ખેતી:- તમને જણાવી દઈએ કે આખા વિશ્વમાં ઉગાડવામાં આવતા અનાજોમાં સૌથી વધુ ખેતીઓ મકાઈની થાય છે અને અમેરીકામાં તે પહેલા નંબર પર છે. દુનિયામાં મકાઈની જેટલી ખેતી કરવામાં આવે છે, તેની 35 ટકા મકાઇ અમેરીકામાં ઉત્પન્ન થાય છે. ત્યારબાદ મકાઇ પકાવનારમાં ચીનનો નંબર બીજો છે. ત્યાર બાદ બ્રાઝિલ, મેક્સિકો, આર્જેંટીના અને ભારતમાં મકાઈની ખેતી કરવામાં આવે છે.
વિશેષ વાત એ છે કે, અમેરીકામાં જ મકાઇ સૌથી વધુ ખાવામાં આવે છે, ત્યાર બાદ ચીન અને બ્રાઝિલ. મકાઇ ખાવામાં ભારતનું સ્થાન સાતમું છે. આમતો આખી દુનિયામાં જેટલી મકાઇ ઊગે છે, તેમાંથી લગભગ 20 ટકા જ ખાવાના ઉપયોગમાં લેવાય છે, બાકીની મકાઇ પોલ્ટ્રી ફીડ, જાનવરો માટેનો ચારો, પ્રસંસ્કૃત ભોજન, ઉદ્યોગો સિવાય સ્ટાર્ચ વગેરે બનાવવામાં ઉપયોગમાં લેવાય છે.પોપકોર્નનું પણ વધ્યું ચલણ:- આધુનિક યુગમાં પોપકોર્ન તેમ જ બેબી કોર્નના રૂપમાં મકાઈના વેચાણમાં જબરદસ્ત ફાયદો થયો છે. ભોજનના રૂપમાં આખી દુનિયામાં તેનું ચલણ વધી રહ્યું છે. આહાર વિશેષજ્ઞોનું કહેવું છે કે, પોપકોર્ન ખાવા એક આદત છે અને અમેરિકી તેમ જ બ્રિટેન વાસીઓ તેના દિવાના છે. બેબી કોર્નનું ચલણ એ માટે વધ્યું છે, કારણ કે તે પૌષ્ટિક, સ્વાદ્દિષ્ટ તેમ જ કોલેસ્ટ્રોલ વગરનું ખાદ્ય છે. તેમાં ફાઈબર પણ ખૂબ હોય છે અને તેની ઊગતી ફસલમા કિટનાશક રસાયણ પણ પ્રવેશ કરી શકતા નથી.
પૌષ્ટિક ગુણોથી ભરપૂર છે મકાઇ:- જો ગુણોની વાત કરવામાં આવે તો, મકાઈની પ્રકૃતિ મધુર તેમજ ઠંડી છે. તે પોષક તો છે જ સાથે સાથે કફ અને પિત્તને પણ કંટ્રોલ કરે છે. આહાર વિશેષજ્ઞ તેમજ હોમસેફ સિમ્મી બબ્બરના મત મુજબ, મકાઇ હાર્ટ એટેક માટે લાભદાયી છે. તે પાચનતંત્રને પણ સુધારે છે. તેમાં સોજો તેમ જ દુખાવો ઘટાડનારા પોષકતત્વો પણ રહેલા છે. તેમણે કહ્યું કે, વધારે મકાઇ ખાવાથી પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. જે લોકોને ડાઈજેશનની સમસ્યા હોય, તેમણે મકાઈનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ, તેનું કારણ એ છે કે તેને પચવામાં સમય લાગે છે. મકાઈને બાફીને ખાશો તો તે સૌથી વધુ લાભદાયી રહે છે. પછી પણ જાય છે અને ફાઈબરના રહેતા પેટને પણ ફિટ રાખે છે.
તો, આમ આ બાબતને જોતાં લાગે છે કે મકાઇ ભારતીયોના ભોજનમાં સ્થાયી થઈ શુકી છે. ભારતીય પાક ન હોવા છતાં પણ તે ભારતના લોકોમાં આટલી લોકપ્રિય બની છે અને સાથે તેના સ્વાસ્થયના ફાયદાઓ તો છે જ. આમ તે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી હોવાથી લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી