દૂધ પીવાના અગણિત ફાયદા થાય છે, કેમ કે તેમાં એ બધા જ પોષકતત્વો મળી આવે છે, જે શરીરને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. દૂધ અને દૂધમાંથી બનેલ ઉત્પાદનોમાં કેલ્શિયમ, પ્રોટિન, વિટામીન B12, વિટામીન B2, પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામીન A અને વિટામીન D જેવા પોષકતત્વો ભરપુર માત્રામાં મળી આવે છે.
દૂધને એક સંપૂર્ણ આહાર માનવામાં આવે છે અને રોજ દૂધ પીવાથી તમારી ઈમ્યુન સિસ્ટમને મજબુત કરવા, હાડકા અને દાંતને સ્વાસ્થ્યને વધારવા માટે, પાચનમાં સુધારો કરવા માટે, હૃદયને સ્વસ્થ રાખવા માટે, ત્વચા અને વાળના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે, મેન્ટલ હેલ્થને સ્વસ્થ રાખવા માટે ફાયદા મળે છે. દૂધમાં એટલા ફાયદા હોવા છતાં અમુલ લોકો માટે દૂધનું સેવન ખતરનાક સાબિત થાય છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે ક્યાં લોકોએ દૂધનું સેવન ન કરવું.
1 ) ફેટી લિવરના દર્દી : ડોકટરે જણાવ્યું કે જો તમે ફેટી લિવરની સમસ્યાથી પરેશાન હો તો, તમારે દૂધ ન પીવું જોઈએ. ફેટી લિવર એક એવી સ્થિતિ છે જેમાં લિવરમાં ફેટ જમા થઇ જાય છે, જેના કારણે તેમાં સોજો આવી જાય છે. માટે ફેટી લિવરના દર્દીએ દૂધનું સેવન ન કરવું જોઈએ.
2 ) લેક્ટોજ ઇંટોલરેન્સ વાળા લોકો : એવા લોકો જેને લેક્ટોજ ઇંટોલરેન્સ છે એટલે કે જેને દૂધ પીવાથી બ્લોટિંગ એટલે કે પેટ ફૂલવાની સમસ્યા હોય થાય છે. એસિડીટી હોય છે અથવા ઉલ્ટી થાય તો તેની સિવાય ઝાડા થઇ રહ્યા હોય, એમણે પણ દૂધ ન પીવું જોઈએ.
3 ) દૂધ કે દહીંથી ઉલ્ટી થતી હોય : એવા લોકો જેને દૂધ અને દૂધમાંથી બનેલ ઉત્પાદનનું સેવન કરવાથી ઉલ્ટી થવાની ફરિયાદ રહેતી હોય છે, તેમણે દૂધ ન પીવું જોઈએ. ઘણા લોકો એવા હોય છે જેને દૂધનો એક ઘૂંટડો પીવાની સાથે જ ગભરામણ થાય છે.
4 ) કેન્સરના દર્દી : એવા લોકો જેને કેન્સર હોય છે, તેમણે દૂધ ન પીવું જોઈએ. જેમાં પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અથવા ઓવરી કેન્સર હોય એવા લોકોએ બિલકુલ પણ દૂધ પીવું ન જોઈએ.
5 ) એલર્જીથી પીડિત લોકો : જે લોકોને દૂધ પીવાની એલર્જી હોય છે, જેને શ્વાસ લેવાની પરેશાની થતી હોય છે, ઉલ્ટી આવતી હોય, મળમાં લોહી આવતું હોય, તો એવા લોકોએ દૂધનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ.
6 ) ત્વચાના રોગોમાં : જો તમને કોઈ પણ પ્રકારના ત્વચાના રોગો હોય અથવા દૂધ પીવાથી સ્કિન પર ખીલ, દાગ, કરચલી કે કાળા દાગનો ખતરો થાય છે. તો તમારે દૂધ પીવાથી બચવું જોઈએ. આ સિવાય હૃદયના રોગીઓએ દૂધ ન પીવું જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી