મિત્રો ચાંદીના ઘરેણા હોય, કે મૂર્તિ હોય, કે વાસણ સમયની સાથે પોતાની ચમક ઘુમાવી જ દે છે. ત્યાં સુધી કે જો તેને ઘણા સમય સુધી ઉપયોગ ન કરવામાં આવે તો પણ આ કાળા પડી જાય છે. આવું હવામાં ચાંદી અને સલ્ફરની વચ્ચે થતાં કેમિકલ રિએક્શનના કારણે થાય છે.
એવામાં ચાંદીને સાફ કરવા માટે જ્વેલર પાસે જવું પડે છે. ક્યારેક ક્યારેક માટે આ રીત સારી છે પરંતુ દર વખતે એ સંભવ નથી થઈ શકતું. સાથે જ તેમાં સમય અને પૈસા બંને બરબાદ થાય છે. તેથી આજે અમે તમને કેટલાક એવા સસ્તા અને ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી માત્ર પાંચ મિનિટમાં જ ઘરમાં જ ચાંદી ને સાફ કરી શકે છે.1) ચાંદીની જ્વેલરી ને સાફ કરવા માટે ઉપયોગ કરો ડીશ સોપ:- સોપ થી ચાંદીને સાફ કરવા માટે સૌથી પહેલા ગરમ પાણીમાં લિક્વિડ ડીશ સોપના કેટલાક ટીપા મેળવો. હવે પાંચથી દસ મિનિટ માટે ચાંદીના સામાનને તેમાં ડુબાડીને રાખો. જામેલી ગંદકીને સાફ કરવા માટે સોફ્ટ બ્રિસલ વાળા બ્રશનો ઉપયોગ કરો. અને ઘરેણાને સુતરાઉ કપડાથી લૂછી ને સૂકવી લો.
2) બેકિંગ સોડા થી કરો ક્લીન:- સ્ટર્લીંગ સિલ્વર જ્વેલરી ને સાફ કરવા માટે બે ભાગ બેકિંગ સોડામાં એક ભાગ પાણી મેળવો. હવે આ પેસ્ટને હળવા હાથથી ઘરેણા પર ઘસો. કાળાશને દૂર કરવા માટે પેસ્ટને દસથી પંદર મિનિટ સુધી લગાવીને સુકાવા દો. હવે તેને ધોઈને કોઈ સુતરાઉ કાપડ કે ટોવેલમાં સુકવી લો. બેકિંગ સોડાની જગ્યાએ તમે કોર્નસ્ટાર્ચનો પણ ઉપયોગ કરી શકો છો.3) ચાંદી ને ચમકાવવા ટુથપેસ્ટ નો કરો ઉપયોગ:- ટૂથપેસ્ટ માત્ર દાંતને સાફ કરવાનું કામ નથી કરતી. પરંતુ તેનાથી સ્ટર્લીંગ સિલ્વર જ્વેલરી ને સાફ પણ કરી શકાય છે. એક જૂના ટુથ બ્રશમાં થોડી પેસ્ટ લગાવીને સિલ્વર જ્વેલરી પર ઘસો અને તેને ગરમ પાણીમાં નાખીને રહેવા દો. થોડા સમય પછી બહાર કાઢીને સુકવી લો
4) સોલ્યુશન લીંબુ અને જૈતુનના તેલથી ચમકાવો ચાંદી:- એક વાટકીમાં અડધો કપ લીંબુનો રસ અને એક ચમચી જૈતુન નું તેલ મેળવો. આ ઘોળમાં સ્વચ્છ કપડાને ડુબાડો અને ધીરે ધીરે ચાંદી પર ઘસો. અંતમાં તમે તેને સાફ પાણીથી ધોઈને સુકવી શકો છો.5) હેર કન્ડિશનર થી ચાંદીની ચમકમાં આવશે નિખાર:- વાળની ચમક ને જાળવી રાખતું હેર કન્ડિશનર ચાંદીની ચમક ને પાછી લાવવામાં અસરકારક છે. ચાંદીના ઘરેણા પર હેર કન્ડિશનર લગાવીને સોફ્ટ બ્રશની મદદથી હળવા હાથથી ઘસો. તેનાથી ઘરેણા પર જામેલી કાળાશ મિનિટોમાં જ દૂર થઈ જશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી