આજના સમયમાં મોટાભાગના લોકો હૃદયની બીમારીઓની ઝપટમાં આવી રહ્યા છે. જેનું એક મોટું કારણ છે શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવું. કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. આમ તો બોડી હેલ્થ માટે કોલેસ્ટ્રોલ જરૂરી છે પરંતુ તે સારૂ કોલેસ્ટ્રોલ હોય છે, જેને એચડીએલ કોલેસ્ટ્રોલના નામથી ઓળખાય છે. બીજું એક ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે, જેને એલડીએલ કોલેસ્ટ્રોલના નામથી ઓળખાય છે. શરીરમાં તેનું લેવલ વધવું એ જોખમની ઘંટી સમાન છે. કારણ કે આ વધવાથી હૃદયથી જોડાયેલા રોગ, સ્ટ્રોક અને ત્યાં સુધી કે હાર્ટ એટેકનું જોખમ પણ વધી શકે છે.
એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, સારા કોલેસ્ટ્રોલ શરીરને સારા કામકાજ માટે જરૂરી છે કારણ કે તે ગંદા કોલેસ્ટ્રોલને આવશોષિત કરે છે અને પાછો લીવરમાં લઈ જાય છે, જે ફરીથી તેને શરીરમાંથી કાઢી દે છે તેનો મતલબ એ થયો કે જો તમને લોહીમાં જામેલા ગંદા કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરવું હોય તો સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારવા પર વિચાર કરવો જોઈએ.
શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારવા માટે તમે ખાવામાં અમુક ચીજવસ્તુઓને સામેલ કરી શકો છો. તેમજ અમુક વસ્તુને નાબૂદ કરવી જોઈએ. જેના વિશે આજે આ લેખમાં જણાવશું, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
ધૂમ્રપાન : જો તમે એચ.ડી.એલ કોલેસ્ટ્રોલના સ્તરને વધારવા ઇચ્છતા હો તો ધૂમ્રપાનની ખરાબ આદતથી છુટકારો મેળવવાની કોશિશ કરો. ધુમ્રપાન કરવાથી લોહીમાં એચ.ડી.એલ કોલેસ્ટરોલનું લેવલ દબાઈ જાય છે. સાથે જ એક બીજી અનેક ગંભીર બીમારીઓનું જોખમ વધે છે.
હેલ્ધી ફેટ વાળી વસ્તુઓ : તમારે સારા કોલેસ્ટ્રોલ માટે તમારા ખાવામાં હેલ્ધી ફેટ વાળી વસ્તુઓને સામેલ કરવી જોઈએ તેના માટે તમે તમારા ડાયટમાં ડ્રાયફ્રુટ, સિડ્સ, ફેટ વાળી માછલી, સરસવનું તેલ, ઓલિવ ઓઈલ, એવાકાડો જેવી વસ્તુઓને સામેલ કરી શકો છો. આ વસ્તુઓથી બોડીને સારો કોલેસ્ટ્રોલ મળે છે જે હાનિકારક નથી.
ખરાબ કોલેસ્ટ્રોલ કેવી રીતે દૂર કરવું :
1 ) દરરોજ એક્સરસાઇઝ કરવી : રોજ એક્સરસાઇઝ કરવાથી ન કેવળ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે, પરંતુ શરીરમાં અસંખ્ય ફાયદા થાય છે ન્યુટ્રીશીયનના જણાવ્યા પ્રમાણે એરોબિક એક્સરસાઈઝ, હાઈ ઇન્ટેસિટી વર્ક આઉટ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ એચ.ડી.એલ કોલેસ્ટ્રોલના લેવલને સારું બનાવવામાં મદદ કરે છે.
2 ) રીંગણી કલરના ફળ અને શાકભાજી : તમારા ખાવામા રીંગણી કલરના ફળ અને શાકભાજીને સામેલ કરો. કારણ કે તેમાં એંથોસાયનીન નામના એન્ટિઓક્સિડન્ટનો એક પરિવાર હોય છે જે એચ ડી એલ કોલેસ્ટ્રોલના સ્તરને સારું બનાવવામાં મદદ કરે છે.
3 ) ટ્રાન્સ ફેટ છોડો : ટ્રાન્સ ફેટ ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને વધારે છે અને એચડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. એ ધ્યાન રાખવું કે, ટ્રાન્સ ફેટથી ભરપુર વસ્તુઓનું સેવન હૃદયથી જોડાયેલી બીમારીઓનું જોખમ વધારે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી