મિત્રો આજના સમયમાં લગભગ લોકો કબજિયાતની સમસ્યાથી પરેશાન હોય છે. કબજિયાત એક જટિલ સમસ્યા છે. જેમાં માણસના શરીર સાથે સાથે મન પણ પરેશાન રહે છે. કબજિયાતની બીમારી વાળા લોકોના મન પર હંમેશા ભાર રહે છે પેટ હળવું થઈ, પરંતુ એવું નથી થતું. કબજિયાતની સમસ્યામાં મળ ઘણા દિવસો સુધી આપણી જમા રહે છે. તેનાથી સ્ટુલ હાર્ડ થઈ જાય છે. એકંદરે પાચનતંત્ર ખરાબ થવાના કારણે મળ નીકળવાની આવૃત્તિ ઓછી થઈ જાય છે. તેના કારણે ખુબ જ બળ કરવું પડે છે.
તેનાથી ગેસ, એસિડીટી અને બ્લોટિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. બદલતી લાઈફ સ્ટાઈલના કારણે આજે મોટાભાગના લોકોનું ખાન-પાન ખરાબ થવા લાગ્યું છે. લીલા શાકભાજી અને કુદરતી વસ્તુઓના બદલે ફાસ્ટફૂડ, પ્રોસેસ્ડ ફૂડનું સેવન કબજિયાતના જોખમને ખુબ જ વધારી દે છે.
વધુ કબજિયાત રહેવાને કારણે હંમેશા પેટમાં ભાર અને બળતરા રહે છે. તેની સાથે સાથે ભૂખ પણ ઓછી લાગે છે અને છાતીમાં બળતરા થવા લાગે છે. તેને એસિડીટી પણ કહેવામાં આવે છે. વધુ સમય સુધી કબજિયાત રહેવાના કારણે પાઈલ્સ, ફિશર જેવી બીમારીનો ખતરો વધી જાય છે. જો તેનો ઈલાજ લાંબા સમય સુધી ન કરવામાં આવે તો આંતરડામાં સોજો અને ચાંદા પણ પડવા લાગે છે. માટે કબજિયાતની સમસ્યાનો ઈલાજ ખુબ જ આવશ્યક છે. તો આજે અમે તમને આ લેખમાં કબજિયાતના એક સચોટ ઈલાજ વિશે જણાવશું. જે મફતમાં જ વર્ષો જૂની કબજિયાતને કરી દેશે ગાયબ. માટે આ લેખ અંત સુધી જરૂર વાંચો.
ઇન્ટરનલ શાવર ડ્રિંક : પહેલા તો આપણને એ પ્રશ્ન થાય કે ઇન્ટરનલ શાવર ડ્રિંક એટલે શું ? ઇન્ટરનલ શાવર ડ્રિંક એટલે કે પેટની અંદર જઈને પેટ આંતરડાની સફાઈ કરી નાખે અને મળ માર્ગે બધો કચરો બહાર કાઢી નાખે એવું પીણું. આ ડ્રિંક ચિયા સીડ્સ, લીંબુનો રસ અને પાણી દ્વારા બનાવવામાં આવે છે. ચિયા સીડ્સ ફાયબર અને અનેક પ્રકારના એન્ટી-ઓક્સીડેંટથી ભરપુર હોય છે. લીંબુનો રસ એક પ્રકારે સાઇટ્રિક એસિડ છે. જે પેટને અંદરથી આફ કરે છે. જેને પાણીમાં મિક્સ કરવામાં આવે છે.
કેવી રીતે બનાવવું આ ખાસ ડ્રિંક : આ ડ્રિંકને બનાવવા માટે બે ચમચી ચિયા સીડ્સ લ્યો. તેને એક કપ પાણીમાં મિક્સ કરી દો. થોડી વાર સુધી તેને પાણીમાં છોડી દો, ત્યાર બાદ તેમાં એક લીંબુનો રસ નીચોવી દો. તમે ઈચ્છો તો તેમાં નમક પણ મિક્સ કરી શકો છો. આ બધી વસ્તુ એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી દો. આ પીણાને ઇન્ટરનલ શાવર ડ્રિંક કહેવામાં આવે છે.
આ કરામતી ડ્રિંક વર્ષો જૂની તમારી કબજિયાતને ચપટીમાં જ કરી દેશે ગાયબ. આ ડ્રિંકના વખાણ લાખો લોકો સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે. માટે આને ઇન્ટરનલ શાવર ડ્રિંક નામ આપવામાં આવ્યું. લોકોનું કહેવું છે કે આ ડ્રિંક કબજિયાતની બીમારીને ખુબ જ જલ્દી દુર કરે છે. એટલું જ નહિ આ ડ્રિંકથી પેટ ફૂલવાની સમસ્યાનો પણ અંત આવી જાય છે. આ ડ્રિંકથી ભૂખ પણ ઓછી કરી શકાય છે. એક અનુભવ વ્યક્ત કરેલ વ્યક્તિનું એવું કહેવું છે કે, આ ડ્રિંકની મદદથી પેટની ગંદકીને પૂરી રીતે સાફ કરી શકાય છે.
નિષ્ણાંત ન્યુટ્રીશનના જણાવ્યા અનુસાર, એમાં કોઈ શક નથી કે ચિયા સીડ્સ અને પાણી પાચનતંત્રને મજબુત અને બહેતર બનાવવામાં મદદ કરે છે. આ ડ્રિંક પીવાથી બાથરૂમ જવાની નોબત આવી શકે છે જેનાથી પેટ સાફ થાય છે. ચિયા સીડ્સમાં રહેલા અલ્ફા લિનોલીનિક એસિડ ઈમ્ફ્લામેશનને દુર કરે છે. જો કે આ ડ્રિંકનું રેગ્યુલર સેવન પણ ફાયદા આપી શકે છે. પરંતુ નિયમિત સેવન કરતા પહેલા કોઈ ડોક્ટર કે ન્યુટ્રીશનની સલાહ લેવી જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી