મિત્રો પોસ્ટ ઓફિસમાં પણ હવે દિવસે દિવસે સુધારો આવવા લાગ્યો છે. જેમાં પોસ્ટ ઓફિસના ગ્રાહકો માટે નવી નવી સ્કીમ ઉપલબ્ધ કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસની ઘણી બચત યોજનાઓ પર સુરક્ષિત અને ગેરેંટી વાળું રિટર્ન પણ મળે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટ સાથે જોડાયેલા અમુક નિયમોમાં બદલાવ આવ્યો છે. જો તે નિયમોનું પાલન ગ્રાહકો ન કરે તો તેણે નુકશાન પણ ઉઠાવવું પડી શકે. તો આજે આ લેખમાં અમે તમને એ નિયમો વિશે જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
ડીપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા પોસ્ટ ઓફિસ એકાઉન્ટમાં મિનીમમ બેલેન્સ રાખવાની સીમાને 50 રૂપિયામાંથી વધારીને 500 રૂપિયા કરી દીધા છે. જો તમારા ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા નહિ રહે તો આર્થિક વર્ષના છેલ્લા દિવસ સુધી પોસ્ટ ઓફિસ પર તમે 100 રૂપિયા પેનલ્ટીના રૂપમાં પોસ્ટ ઓફિસ વસુલ કરશે. આ ક્રમ દર વર્ષે કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે આ ખાતાઓમાં જીરો બેલેન્સ હોય તો આ એકાઉન્ટ આપમેળે જ બંધ કરી દેવામાં આવશે. પોસ્ટ ઓફિસમાં વર્તમાનમાં વ્યક્તિગત/સંયુક્ત ખાતાઓ પર દર વર્ષ 4% વ્યાજ આપે છે. બચત ખાતામાં ઓછામાં ઓછું 500 રૂપિયા બેલેન્સ હોવું જરૂરી છે. આ સિવાય તમે અત્યાર સુધી પોતાના ખાતાને આધાર લિંક ન કરાવ્યું હોય તો તેમાં પણ વિલંબ કર્યા વગર પોતાના ખાતાને આધાર લિંક કરી નાખો. તેનાથી તમે સરકારી સબસીડીનો લાભ પણ ડાયરેક્ટ લઈ શકો.પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવા માટે ઘણી સુવિધાઓ મળે છે. ચેક વગરના ખાતામાં ઓછામાં ઓછી રકમ 50 રૂપિયા હોવી જરૂરી છે. આર્થિક વર્ષ 2012-13 થી અર્જિત વ્યાજ એક વર્ષ અનુસાર 10000 રૂપિયા સુધી ટેક્સ ફ્રી છે. આ સિવાય કોઈ પણ નાબાલિક વ્યક્તિના નામથી પણ ખાતું ખોલાવી શકો છો અને 10 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના નાબાલિક વ્યક્તિ ખાતું ખોલી પણ શકો અને સંચાલિત પણ કરી શકો છો.
તમને સરકારી સબસીડીનો લાભ લેવા માટે પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું પડશે. પોસ્ટ વિભાગે આ વિશે એક સર્કુલર જારી કર્યું છે. પોસ્ટ વિભાગ તરફથી જારી કરવામાં આવેલ સર્કુલરમાં કહ્યું છે કે, લોકો પોતાની પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર નો લાભ લઈ શકે છે. સાથે જ આધારને પણ લિંક કરવાનો કોલમ શામિલ કરવામાં આવ્યું છે. ત્યાં કોલમ ખાતું ખોલવાની એપ્લિકેશન અથવા પરચેસ ઓફ સર્ટિફિકેટ ફોર્મમાં નજર આવશે.
પોસ્ટ ઓફીસ ની ફ્રેન્ચાઈજી વીષે થોડી માહિતી આપજો