ગળાનો સામાન્ય દુઃખાવો તો આજકાલ લોકોમાં જોવા મળી રહ્યો છે. આ ગરદનનો દુઃખાવો ધીમે-ધીમે કરીને ખભા પર અને કરોડરજ્જુ પર પણ થઈ શકે છે. આ સમસ્યા વધારે એ લોકોમાં થાય છે જેઓ બેસીને જ કામ કરતાં હોય છે. કારણ કે તે લોકો સ્થિર બેસીને કામ કરતાં હોય છે. જો તમને પણ આ દુઃખાવો વારંવાર થાય છે તો આજે અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવશું જેના દ્વારા તમારી આ સમસ્યાનો અંત આવી શકે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
મોટાભાગના લોકો દ્વારા ગરદનમાં થવા વાળા દુઃખાવાને ખુબ જ સામાન્ય લેવામાં આવે છે. પરંતુ એકવાર જો આ દર્દ વધી જાય તો આથી મુશ્કેલી પણ થઈ શકે છે. દર્દ વધવાથી લગભગ લોકો નાની-મોટી એકસરસાઈઝ અને યોગ કરી લે છે. પરંતુ જો વારંવાર આ દર્દ તમને થાય છે તો ગંભીરતાપૂર્વક ધ્યાન આપવું જોઈએ. કારણ કે તે સર્વાઈકલ પેઈનનું સ્વરૂપ પણ લઈ શકે છે જેમાં પીડા ખંભાના માથાના ભાગ અને કરોડરજ્જુ સુધી પહોંચે છે. અધ્યયન અનુસાર જો વાત કરવામાં આવે તો 53 માંથી એક ભારતીય મહિલા આ રોગથી પીડાય રહી છે. જ્યારે 17 લોકોનું આ રોગના કારણે અવસાન થઈ જાય છે.
સમસ્યા શરૂ થતાં પહેલા જોવા મળતા સંકેતો : જેમાં ગરદનમાં પીડા રહે છે, ગરદનમાં અકડન રહે છે, માથાનો દુઃખાવો રહે છે અને ચક્કર આવે છે, ગરદનના હલનચલનમાં મુશ્કેલી રહે છે, કરોડરજ્જૂ અને ખભામાં દુઃખાવો રહે છે, હાથ અને પગ સુન્ન પડી જવા અથવા ખાલી ચડી જાય છે. નબળાઈ લાગે છે અને માંસપેશીઓમાં દુઃખાવો રહે છે.
તેના કારણો વિશે વાત કરીએ, તો સૌથી વધુ સમસ્યા તે લોકો માટે રહે છે જેઓ એક જ પોઝિશનમાં બેસીને કામ કરે છે, કલાકો સુધી ફોન પર ગરદન વળેલી રાખીને વાત કરતા હોય, અકસ્માત પણ એક કારણ હોય શકે છે અને તેમાં ગળું વળી પણ શકે છે અને કડક પણ થઈ શકે છે તેથી માંસપેશીઓ નબળી પડી શકે છે. હવે જાણીએ કે કેવી રીતે બચી શકાય.સાચી સ્થિતિ : સૌથી પહેલા તો તમારી પોઝિશન સાચી રાખો. દરેક સ્થિતિમાં એક સરખા ન બેસી રહો. ગરદનને નીચી કરીને મોબાઈલની સ્ક્રીનને ન જોવી, પરંતુ બરોબર આંખની સામે મોબાઈલની સ્ક્રીન પર જોવું જોઈએ.
કસરત અને યોગ : ગરદનને લગતી એકસરસાઈઝ અને યોગનો સહારો લેવો. તાડાસન, વૃક્ષાસન, સંપૂર્ણ આસન વગેરે કરવા. મોશન એકસરસાઈઝ કરો જેમાં માથાને ક્રમવાર ડાબી અને જમણી તરફ ખંભા પર નમાવો. તમારા ગળાને નીચેની તરફ પછી ઉપરની તરફ લઈ જાવ. માથાને ક્રમવાર જમણી અને ડાબી બાજુ તરફ તેમજ કાન તરફ ઝુકાવો.તણાવ : તણાવ ન લેવો, કારણ કે સર્વાઈકલ પેઈનનું એક કારણ તણાવ પણ છે. જે માનસિક અને શારીરિક બંને રીતે મુશ્કેલીમાં મૂકી શકે છે.
વિટામિન ડી : હાડકાને મજબૂત રહે તેથી વિટામિન ડી અને કેલ્શિયમ ખાતા રહો. હળદર વાળું પાણી પીવો. તલના તેલની માલિશ કરો અને લસણનો ઉપયોગ જરૂરથી કરો.ઉંચો તકિયો : જો તમે ઉંચો તકિયો વાપરો છો તો આ ટેવને સુધારો. યોગ્ય કદના આકાર વાળું અથવા તો ઓશિકા વગર સુવાની ટેવ પાડો. જેનાથી તમારી ગરદનને આવી સમસ્યાઓ થવાની સંભાવના ઓછી રહે છે.
બરફનો શેક : ડોકમાં જો વધારે દુઃખાવો છે તો બરફનો શેક કરવો. તેનાથી તમને ઘણી રાહત મળશે. પરંતુ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી કે, જો તમને રાહત ન મળે તો અવશ્ય ડોક્ટરની સલાહ લેવી.
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી