મિત્રો જ્યારે શરીરમાં મેલેરીયાના મચ્છર કરડે છે ત્યારે તેના ખુબ જ ગંભીર લક્ષણો દેખાય છે. આ સમયે તમે કેટલાક આયુર્વેદિક ઉપાય કરીને આ મેલેરીયાને જડથી ખત્મ કરી શકો છો. મેલેરિયામાં કેટલીક જડીબુટ્ટી ખુબ જ અસરકારક રીતે કામ કરે છે અને દર્દીને જલ્દી સાજા કરવામાં મદદ કરે છે. આથી તમને અથવા તો તમારી આસપાસ કોઈ વ્યક્તિને મેલેરીયાના લક્ષણ દેખાય છે તો તમે આ જડીબુટ્ટીનો ઉપયોગ કરી શકો છો.
દર વર્ષે 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય મચ્છર દ્વારા ફેલાતી બીમારીમાં જાગૃતિ લાવવાનો છે. આ વર્ષે એટલે કે, 2022 માં વર્લ્ડ મેલેરિયા ડે ની થીમ ‘Harness innovation to reduce the malaria disease burden and save lives’ છે. તેનો મતલબ થાય છે કે, મેલેરિયા રોગના બોજાને ઓછો કરવા અને જીવન બચાવવાનો નવતર ઉપયોગ માટે.
મેલેરિયા શું છે ? : આ વિશે અનેક સંશોધન થયું છે તેમાં જાણવા મળતી માહિતી મુજબ, મેલેરિયા સૌથી સામાન્ય પરંતુ ગંભીર બીમારીમાંથી એક છે. મેલેરિયા પરજીવીઓ માંથી ફેલાતી એક બીમારી છે. જે માદા મચ્છર એનોફિલીસના કરડવાથી થાય છે.
મેલેરિયાના લક્ષણ શું છે ? : મેલેરિયાના અમુક સામાન્ય લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉલ્ટી, પરસેવો વળવો, ઠંડી લાગવી વગેરે સમાવિષ્ટ છે. જો તેનો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો, મેલેરિયાની અન્ય ગંભીર અસરમાં કિડની ફેલ થવી, લીવર ફેલ થવું, વગેરે થઈ શકે છે. આમ મેલેરીયાના લક્ષણ દેખાતા જ તેનો ઈલાજ કરવો જરૂરી છે.
મેલેરિયાનો આયુર્વેદિક ઉપચાર : મેલેરિયા માટે મેડિકલમાં ઘણા પ્રકારના ઈલાજ ઉપલબ્ધ છે. જો કે અમુક આયુર્વેદિક જડીબુટ્ટી દ્વારા પણ મેલેરિયાના લક્ષણોથી લડવામાં મદદ મળી શકે છે. આયુર્વેદની અમુક જડીબુટ્ટીમાં ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરવાની અને તેને તાકતવર બનાવવાની ક્ષમતા હોય છે. આયુર્વેદમાં અમુક ઉપાય છે. જેના ઉપયોગથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવીને મેલેરિયાના લક્ષણો સરખા કરવામાં મદદ મળી શકે છે. આમ મેલેરિયા સામે લડવા માટે તમારી ઈમ્યુન સિસ્ટમ મજબુત હોવી જરૂરી છે.
મેલેરિયાનો અસરકારક ઉપાય – લીલા ધાણા : કોથમીરના લીલા પાંદડા મેલેરિયાના લક્ષણો ઘટાડવામાં સહાયક છે. મેલેરિયા દરમિયાન થતાં તાવ, અને શરદી મટાડવા માટે 10 ગ્રામ તાજી કોથમીર 500 મિલીલીટર પાણીમાં ઉકાળી લો અને પછી પાંદડા ગળી લો. હવે આ પાણી દરરોજ પીવો. આ પાણી પીવાથી મેલેરિયામાં જલ્દી રાહત મળે છે.
મેલેરિયાનો રામબાણ ઉપાય – હરિતકી : આયુર્વેદની એક ઔષધી હરિતકી હિમાલયમાં ઉગાડવામાં આવે છે. તેના મેડિકલ ગુણ પરજીવીને વધતાં અટકાવવામાં મદદ કરે છે. ત્રણ ગ્રામ હરિતકીનું ચૂર્ણ એક ગ્લાસ ગરમ પાણી સાથે દરરોજ સેવન કરવું. આના સેવનથી મેલેરિયાનો અસરકારક ઈલાજ થઈ શકે છે.
મેલેરિયાનો ઈલાજ – સપ્તપર્ણાની છાલ : આ વૃક્ષનો ઉપયોગ ટ્રેડિશનલ ચાઈનીઝ મેડિસિનમાં કરવામાં આવે છે. તેને આયુર્વેદમાં માથાનો દુખાવો, મેલેરિયા, ન્યુમોનિયા વગેરેના ઈલાજ માટે સારું ગણવામાં આવે છે. તે માટે આ વૃક્ષની છાલનો ઉકાળો બનાવીને પીવાથી રાહત મળે છે.
મેલેરિયાનો ઘરેલું ઉપાય – ગળો : ગિલોય એક આયુર્વેદિક જડીબુટ્ટી છે અને તે એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. જે શરીરમાં ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન કારનારી બીમારીઓથી લડવામાં મદદ કરે છે. દરરોજ 5 થી 10 મિલીલીટર ગળાનો રસ લેવાથી બ્લડમાં પ્લેટલેટ્સની સંખ્યા વધી જાય છે. હિમોગ્લોબિન પણ વધે છે.
મેલેરિયાનો ઈલાજ કરે છે – સૂંઠ કે આદુ પાવડર : સૂંઠ કે આદુનો પાવડરમાં હાઈડ્રોકાર્બન જેવા સક્રિય તત્વો જોવા મળે છે, જે મેલેરિયાને સરખું કરવામાં ખુબ જ ઉપયોગી છે. તે યૌગિક ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. અને તમને રાહત અપાવે છે. આમ તમે મેલેરીયાના અસરકારક ઈલાજ માટે અહી આપેલ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી