શિયાળાની ઋતુમાં લગભગ ઘણા લોકોને કમર, હાથ પગનો દુખાવો તથા સાંધાના દુખાવાની સમસ્યા જોવા મળે છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર તાપમાન ઓછું હોવાના કારણે રક્તવાહિનીઓ સંકોચાઇ જાય છે અને સ્નાયુઓમાં અકળની સમસ્યા થવા લાગે છે. શિયાળામાં જો થોડીક પણ સાવધાની રાખવામાં આવે તો સ્નાયુમાં તણાવના કારણે થતા દુખાવાથી છુટકારો મેળવી શકાય છે. આ સિવાય શિયાળાની ઋતુમાં સ્નાયુના દુખાવાને આપણે નજરઅંદાજ ન કરવો જોઈએ, કારણ કે થોડીક પણ લાપરવાહી મોટી તકલીફ ઉભી કરી શકે છે.
બાળકો સિવાય લગભગ લોકોમાં હોય છે આ દુખાવો : સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું એવું કહેવું છે કે, બાળકોને છોડીને દરેક વ્યક્તિને શિયાળાની ઋતુમાં કોઈને કોઈ દુખાવાથી ગ્રસ્ત હોય છે. ઘણી વખત દુખાવો એટલો બધો વધી જાય છે કે, આ દુખાવાથી છુટકારો મેળવવા માટે ઘણો બધો સમય પણ લાગી શકે છે. તે જીવનની ગુણવત્તાને પણ પ્રભાવિત કરે છે.
શિયાળામાં એટલા માટે થાય છે સ્નાયુમાં દુખાવો : ડોક્ટરના જણાવ્યા અનુસાર ગરમીની તુલનામાં શિયાળામાં આ સમસ્યા વધી જાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે, શિયાળામાં તાપમાન ઓછું હોવાના કારણે શરીરની રક્તવાહિની સંકોચવા લાગે છે. જેનાથી લોહીનો પ્રવાહ ધીમો થઈ જાય છે. તેવામાં સાંધાની ગતિ બાધિત થવા લાગે છે. તેથી આ ઋતુમાં સાંધામાં દુખાવો થાય છે. તાપમાન વધવાની સાથે જ આ સમસ્યા ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે.
કોરોનાના સાઈડ ઇફેક્ટ અને વેક્સિનેશનના કારણે દુખાવો : ડોક્ટરોના જણાવ્યા અનુસાર કોરોના મહામારીના સાઈડ ઈફેક્ટના રૂપે પણ મોટી સંખ્યામાં સાંધાનો દુખાવો શરીરનો દુખાવો હથેળી અને પગની આંગળીઓમાં દુખાવા જેવા લક્ષણ સામે આવે છે. તો તે ત્રણ ચાર મહિના સુધી રહે છે. તેથી વેક્સિનેશન જરૂરથી લગાવો. વેક્સિન લગાવવાના કારણે સ્નાયુઓમાં દુખાવો થાય છે અને તેની અત્યાર સુધી વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી નથી, દરેક વ્યક્તિ માટે તેના અન્ય શારીરિક કારણ પણ હોય શકે છે.
દુખાવાથી દૂર રહેવા માટે અપનાવો આ ઉપાય : માંસપેશીઓના દુખાવાથી દૂર રહેવા માટે ઠંડીમાં દરરોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ સુધી કસરત જરૂરથી કરો. લગભગ લોકોમાં કમરમાં દુખાવો અથવા સાંધાના દુખાવાની સમસ્યા વધુ રહે છે. તેથી કમરનો દુખાવો દૂર કરવા માટે યોગાસન કરી શકો છો. શારીરિક રૂપે સક્રિય રહેશો તો સ્નાયુમાં જકડન ઓછી થવા લાગે છે અને દુખાવામાં રાહત મળે.
ખાણીપીણી ઉપર રાખો ખાસ ધ્યાન : માંસપેશીઓના દુખાવો થાય ત્યારે ઠંડીમાં ખાણીપીણી પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઠંડીમાં વધુ ચરબી યુક્ત ભોજનનું સેવન કરવું જોઈએ નહીં. શિયાળામાં દુખાવાથી બચવા માટે ગરમ તાસીર ખાદ્ય પદાર્થોનું સેવન વધુ ન કરવું જોઈએ. મેથીના લાડુનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક હોય છે. ઠંડીમાં રોગ પ્રતિકારક શક્તિ કમજોર થઈ જાય છે તેથી જ રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા ખોરાકનું સેવન કરવું જોઈએ.
દરેક દુખાવાની માત્ર એક દવા મેથીના લાડુ : જો તમે મેથીના લાડુ બનાવીને તેનું સેવન કરો છો તો તેનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ગરમ ગરમ દૂધની સાથે મેથીના લાડુ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. કમર અને સાંધાના દુખાવાને દૂર કરવા માટે મેથીના લાડુ મદદ કરે છે. બાળક થઈ ગયા બાદ લગભગ મહિલાઓ મેથીના લાડુનું સેવન કરે છે. તેની સાથે જ ઘરના લોકોની કમજોર થતા હાડકા મજબૂત બનાવવા માટે તથા શરીરમાં ગરમી તાકાત અને બીમારીને દૂર ભગાડવા માટે પણ મેથીના લાડુ ખુબ જ મદદ કરે છે.
નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી