આજના સમયમાં ખરાબ ખાણીપીણી અને તણાવના કારણે વાળ ખરવા લાગે છે, વળી ખાવાપીવાની વસ્તુઓમાં ભેળસેળ અને કામના પ્રેશરના કારણે માત્ર વાળ પર જ નહીં, પરંતુ પૂરા શરીર પર તેની અસર વર્તાય છે. અભ્યાસ અને તેના આંકડા જણાવે છે કે, ભારતીય પુરુષો હવે 20 વર્ષની ઉંમરથી જ ટાલની સમસ્યાથી પીડિત છે. હેરાન કરવા વાળી વાત એ છે કે, છોકરીઓ પણ ધીરે ધીરે ટાલની ચપેટમાં આવી રહી છે.
વાળનું ખરવું, ટાલ, સમય પહેલા સફેદ થવા અને વાળમાં કમજોરી આવી એક એવી સામાન્ય સમસ્યાઓ છે જેનાથી દર બીજો વ્યક્તિ પીડિત છે. પછી તે ચાહે છોકરો હોય કે છોકરી.
કોઈ માને કે ન માને, પરંતુ એ હકીકત છે કે વાળ વગર કોઈપણ વ્યક્તિ સુંદર નથી લાગતું. વાળથી જોડાયેલી સમસ્યાઓને લઈને બોલીવૂડમાં ‘બાલા’ અને ‘ઉજડા ચમન’ જેવી ફિલ્મો બની ચૂકી છે. ફિલ્મોમાં ટાલને લઈને જે સમસ્યાઓ બતાવવામાં આવી છે તે હકીકત છે. જો થોડા સમય પહેલાં એટલે કે 90 ના દશકાની વાત કરીએ તો વાળને ઉચ્ચ દરજ્જો આપવામાં આવતો હતો. વાળ રાખવાની ફેશન હતી. બધા જ છોકરા અને છોકરીઓના લાંબા, જાડા અને કાળા વાળ હતા. પરંતુ છેલ્લા કેટલાક દાયકામાં વાળથી જોડાયેલી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. તો આજે આ લેખમાં વાળની આ સમસ્યાઓ માટે ક્યાં કારણ હોય શકે અને તેનાથી છુટકારો મેળવવા માટે શું કરી શકાય. તેના વિશે જાણશું.
એક દિવસમાં 100 વાળ ખરવા સામાન્ય : આ જીવનનું એક સત્ય છે કે દરેક વ્યક્તિને વાળ ખરે છે. વાળ ખરવાની એક લાક્ષણિક પદ્ધતિ એ છે કે, સરેરાશ વ્યક્તિ એક દિવસમાં લગભગ 100 વાળ ગુમાવે છે. એક સત્ય એ પણ છે કે, તૂટેલા વાળની જગ્યાએ નવી સેર આવે છે અને નવા વાળ આવવા લાગે છે. વાળનું સફેદ થવું કે વાળનું ખરવું એક આનુવંશિક કારણ પણ છે. તેના સિવાય બીજા અનેક કારણોથી આ સમસ્યા થઈ શકે છે જેમ કે, અતિશય તણાવ, વાળના રોમ પર સતત તાણ, ધુમ્રપાન, અમુક રોગો, તબીબી પરિસ્થિતિઓ અથવા સર્જરી, સફેદ ડાઘ, પોષણની ખામીઓ, એનિમિયા, ડિલિવરી અને કેટલીક દવાઓ.
ડોક્ટરોનું માનવું છે કે, સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે સાથે વાળનું સફેદ થવું અને ખરવું એ સ્વાભાવિક છે. ઓચિંતા અને ઝડપથી વાળ સફેદ થવા કે ખરવા એ વાતની નિશાની હોય શકે કે તમને આંતરિક બીમારી હોય, તેથી તમારે ચેકઅપ માટે ડોક્ટર પાસે જવું જોઈએ.
શું ખરેલા વાળ પાછા આવી શકે છે ? :
1 ) જ્યારે ઉંમર વધવાની સાથે વાળ ખરે છે તો આવી સ્થિતિમાં વાળનો ફરીથી ગ્રોથ કરવો મુશ્કેલ હોય છે. જો કે સમય પર યોગ્ય ઈલાજ લેવાથી આ પ્રક્રિયાને ધીમી કરી શકાય છે. જો વાળ ખરવાનું કારણ એલોપેશિયા એરીયાટા છે, તો પ્રતિરક્ષા પ્રણાલી ભૂલથી વાળના રોમ પર હુમલો કરતી હોય. આ સ્થિતિમાં વાળ કોઈ પણ સમયે ફરીથી ઊગવાનું શરૂ કરે છે, પરંતુ વાળ ફરીથી ખરી પણ શકે છે.
2 ) સ્કેલ્પ સોરીયાસીસમાં વાળ ખરી શકે છે અને તેના ઉપચાર કરાવ્યા બાદ તમારા વાળ વિકાસની પ્રક્રિયા શરૂ કરે છે.
3 ) બાળકના જન્મ બાદ કે રજોનિવૃત્તિ દરમિયાન હોર્મોનલ પરિવર્તનને કારણે પણ વાળ ખરી શકે છે. હોર્મોનલ પરિવર્તન અને અસંતુલનને કારણે વાળ ખરવા અસ્થાયી છે, જો કે આ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે વાળ ક્યારે પાછા ઉગશે.
4 ) તણાવના કારણે પણ વાળ ખરે છે, જેને ટેલોજન એફ્લુવિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થિતિમાં વાળ વર્ષો સુધી ખરવાનું ચાલુ રહી શકે છે.
5 ) થાઈરોઈડમાં પણ વાળ ખરી શકે છે અને સમસ્યા ઠીક થવા પર વાળ સામાન્ય રીતે ફરીથી ઉગી જાય છે.
ટાલ ઉપર વાળ ઉગાડવાના ઘરેલું ઉપાય : જ્યારે કુદરતી રીતે વાળનો વિકાસ કરવાની વાત થાય છે તો તબક્કાવાર ખોપડીમાં બ્લડ સર્ક્યુલેશનને વધારવા અને વાળના રોમછિદ્રોના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવું, વગેરે વાતોનું ધ્યાન રાખવું પડે છે. કેટલીક વસ્તુઓ છે જેના ઉપયોગથી તમને ફાયદો થઈ શકે છે, પરંતુ એ જરૂરી નથી કે આ ઉપાય દરેક માટે એક સમાન રૂપથી કામ કરે.
1) રોઝમેરી કે પેપરમિન્ટ તેલ : રોઝમેરી તેલમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે અને આ બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરવામાં મદદ કરે છે તેથી આ વાળને ખરવાના ઈલાજ માટે એક સારો કુદરતી ઉપચાર છે. રાત્રે માથામાં થોડુંક તેલ લગાવીને માલિશ કરો અને બીજા દિવસે શેમ્પૂ કરી લો. આ જ પ્રમાણે પેપરમિંન્ટ તેલથી પણ તમારી આંગળીઓથી સ્કેલ્પની માલિશ કરો.
2) એલોવેરા : એલોવેરા વાળને ફરીથી ઉગાડવા અને ખોપડીને બીમારીથી બચાવવામાં પણ મદદ કરે છે. એક શોધ પ્રમાણે એલોવેરામાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો અને કેટલાય એન્જાઈમ, મિનરલ્સ અને અન્ય સ્વસ્થ તત્વો વાળના વિકાસ માટે એક સુરક્ષિત અને અસરકારક ઉપચાર બનાવે છે. આનો ઉપયોગ કરવા માટે વાળમાં શેમ્પૂ કરતા પહેલા માથામાં મસાજ કરો
3) માથાની માલિશ કરો : આના માટે તમારે કોઈ પણ તેલ કે અન્ય ઉત્પાદનની જરૂર નથી. ખોપડીમાં બ્લડ સર્ક્યુલેશન વધારવા અને જાડા વાળના વિકાસને વધારો આપવા માટે દરરોજ માલિશ કરો. તેનાથી રોમછિદ્રોને કોશિકાઓ ફેલાવવામાં મદદ મળશે. તમારી આંગળીઓને મજબૂતીથી તમારી ખોપડી ઉપર દબાવો અને તેને ઓછામાં ઓછી પાંચ મિનિટ માટે રગડો.
4) વિટામિન સપ્લીમેન્ટ પણ સહાયકારી : કેટલાક વિટામિન અને મિનરલ્સ વાળના વિકાસથી જોડાયેલા હોય છે જેમાં સામેલ છે, વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, આયર્ન, ઝિંક વગેરે.
5) વાળ ઉગાડવા વાળી દવાઓ અને મેડિકલ ઉપચાર : વાળના વિકાસને વધારો આપવા માટે કેટલીક દવાઓ પણ હાજર છે. જેમ કે – Finasteride, Corticosteroids, Anthrali. આમાંથી કોઈપણ દવા લેતા પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઇએ. તેના સિવાય હેર ટ્રાન્સપ્લાન્ટ અને લેઝર સર્જરી જેવા કેટલાક મેડિકલ ઉપચાર પણ તમારી મદદ કરી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી