મિત્રો મોટાભાગના લોકો પોતાના વાળાને લઈને ખુબ જ પરેશાન હોય છે. વાળ ખરવા, તુટવા, ખોડો થવો, બેમુખા વાળ થવા, વાળ બેજાન થવા, વગેરે સમસ્યાનો સામનો કરવો પડે છે. પણ ઘણી વખત તમારી ખોટી ખાણીપીણી પણ વાળ ખરવા માટે જવાબદાર હોય છે. આથી તમારે પોતાના ખોરાક વિશે થોડા સજાગ થવાની જરૂર છે.
વાળના ઘણા કારણો હોઈ શકે છે. જેમાં ધૂળ, ખોટો ખોરાક, ખરાબ લાઈફસ્ટાઈલ સહીત જેનેટિક પણ સામેલ છે. હાલમાં પણ પ્રકાશિત એક રીસર્ચ અનુસાર એક ખાસ પ્રકારની ડાયટ અથવા ફૂડ ખાવાથી હેર ફલો એટલે કે વાળ ખરવાની સમસ્યા થઇ શકે છે. વાળ ખરવાથી બચવા માટે આ ફૂડસ નું સેવન બંધ કરી દેવું જોઈએ.વાળ ખરવા એ એક કુદરતી પ્રક્રિયા છે. સામાન્ય રીતે વાળમાં દાંતિયો ફેરવતી વખતે અથવા વાળ ધોતી વખતે ખરતા વાળ સામાન્ય બાબત છે. પણ જયારે વાળ મોટા જથ્થામાં ખરવા લાગે અથવા ટાલ પડવા લાગે તો ડોકટરનો સંપર્ક કરવો જોઈએ. પ્રદુષણ, ખોટા ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, કેમિકલ વાળા પ્રોડક્ટ નો વધુ પ્રયોગ, તનાવ વગેરે વાળ ખરવા ના મુખ્ય કારણ હોય છે. તેનાથી વાળનું ખરવું, ખોડો, બેમુખા વાળ અને અનહેલ્દી વાળ જેવી સમસ્યાઓ થઇ શકે છે. હાલમાં જ પ્રકાશિત એક રીસર્ચ અનુસાર વાળ ખરવાનું કારણ એક ખાસ પ્રકારની ડાયટ પણ છે.
જાણવા મળતી માહિતી મુજબ વાળ ખરવામાં જેનેટિક, સાઈકોલોજી, અને લાઈફસ્ટાઈલ ની ખુબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે. વધુ જાણકારી માટે ટોક્યો મેડીકલ એન્ડ ડેન્ટલ યુનીવર્સીટી ના અભ્યાસ થી જાણવા મળ્યું છે કે જેમાં એ જાણવાની કોશિશ કરવામાં આવી કે હાઈ ફેટ ડાયટ વાળના ખરવા અને પાતળા થવાને પ્રભાવિત કરે છે. આ સિવાય જાણવા મળ્યું છે કે હાઈ ફેટ ડાયટ અને ચરબી વાળા લોકોના વાળના રોમ સ્ટેમ સેલ માં કમી આવી જાય છે. જેનાથી વાળનો ગ્રોથ અટકી જાય છે. તેનાથી વાળ ફરીથી ના ઉગતા અથવા તો વાળના રોમમાં ઘણું નુકશાન થાય છે. સામાન્ય રીતે HFSCs એ પ્રક્રિયા છે જેમાં આપણા વાળ સતત વધે છે.
રીસર્ચના જાણવા મળ્યું કે ઉંદર પર કરવામાં આવેલ રીસર્ચ મેં જોવા મળ્યું છે કે હાઈ ફેટ ડાયટ HFSCs ને ઓછુ કરીને વાળને પાતળા કરી દે છે. આગળ જતા આ સમસ્યા હેર ફલોનું પણ કારણ બની શકે છે. પણ આના પર વધુ રીસર્ચ કરવાની જરૂર છે.ખરતા વાળ રોકવાના ઉપાયો :- અભ્યાસમાં જાણવા મળ્યું કે તમે જે ખાવ છો તેનાથી વાળનો ગ્રોથ થતો હોય છે. અને વાળનું ખરવું પણ અટકી જાય છે. કોળાના બીજના તેલ પર પણ રીસર્ચ કરવામાં આવી છે. જે અનુસાર કોળાના બીજના તેલ ઉંદર માં 5-અલ્ફા રીડક્ટેસની ક્રિયાને રોકે છે.
5-અલ્ફા રીડક્ટેસ તે એન્જાઈમ છે જે ટેસ્ટોસ્ટેરોન ને શક્તિશાળી એન્ડ્રોજન DHT માં પરિવર્તિત કરે છે. જો 5-આર વૃદ્ધિ થાય છે તો વધુ ટેસ્ટોસ્ટેરોન ડીએચટી માં પરિવર્તિત થઇ જાય છે જેનાથી વાળ વધુ ખરવા લાગે છે.
અભ્યાસમાં જાણવા મળ્યું કે પુરુષો અને મહિલાઓ બંનેમાં સામાન્ય રીતે ખરતા વાળા વાળ ના ઇલાજમાં કોળાના બીજનું તેલ પ્રભાવી થઇ શકે છે. આ અભ્યાસમાં 76 પુરુષો દરરોજ 400 મિલી ગ્રામ કોળાના બીજ નું તેલ 24 અઠવાડિયા સુધી લગાવતા હતાં. નિષ્કર્ષમાં જાણવા મળ્યું કે માથાના વાળમાં અંતર જોવા મળ્યું અને વાળનો ગ્રોથ પણ વધવા લાગ્યો હતો. ખરતા વાળ રોકવાના 5 અન્ય ઉપાયો : તેલથી માલીશ કરો :- ઓલીવ ઓઈલ અથવા બદામ તેલથી માલીશ કરો તેનાથી સ્કેલ્પનું બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે.
પાણી :- ઉનાળાની સાથે અન્ય મૌસમમાં પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવો જેથી શરીર હાઈડ્રેટ રહે.
હેલ્દી ડાયટ :- પ્રોટીન, કાર્બ, અને લો ફેટ વાળા ડાયટ લો. કારણ કે જેવી ડાયટ તમે લેશો તમે તેવી જ ફિટનેસ મળે છે.
ધૂળ વાળી જગ્યાએ જવાથી બચવું જોઈએ :- અક્સર લોકો ધૂળ વાળી જગ્યાએ જવાનું ટાળતા હોય છે. પણ અમે તમને જણાવીએ કે જયારે તમે બહાર નીકળો તો વાળને કરીને જ નીકળો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી