શાકભાજીનું સેવન એ આપણા માટે અમૃત સમાન છે. એટલે ક કદાચ કહેવામાં આવે છે કે જો દરેક લીલી શકાભાજીનુસ સેવન કરવામાં આવે તો તમે અનેક રોગો સામે પોતાના શરીરમાં એક સુરક્ષા કવચ બનાવી શકો છો. બજારમાં મળતી અનેક લીલી શાકભાજીમાં એક શાકભાજી બ્રોકલી છે. જેનું સેવન તમને અનેક રોગો સામે રક્ષણ પૂરું પાડે છે. જો તમે તેને પોતાના ખોરાકમાં દરરોજ સામેલ કરો છો તો તમે શરીરમાં બનતા અનેક ઘાતક સેલ્સને નષ્ટ કરી શકો છો.
કેન્સર એક જીવલેણ બીમારી છે. દર વર્ષે લાખો લોકો તેના કારણે પોતાનો જીવ ગુમાવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની રિપોર્ટ મુજબ, કેન્સર આખી દુનિયામાં થતાં મૃત્યુનું મુખ્ય કારણ છે. માત્ર વર્ષ 2020માં જ કેન્સરથી લગભગ 10 મિલિયન લોકોનું મૃત્યુ થયું હતું. સરળ ભાષામાં સમજીએ તો થનારી દર 6 માંથી એક મૃત્યુનું કારણ કેન્સર હતું. એવામાં તેનાથી બચવાના ઉપાયો જાણી લેવા ખૂબ જ જરૂરી છે. કેન્સર સામે રક્ષણ માટેનો એક ઉપાય લીલી શાકભાજી થઇ શકે છે. કેન્સરને મટાડવા માટે મેડિકલ હેલ્પની જરૂરિયાત રહે છે. પરંતુ તેનાથી બચવા અને જલ્દી રિકવરી માટે તમે ઘરે જ ઉપાય કરી શકો છો. કેન્સર પર થયેલી ઘણી સ્ટડી તેને અટકાવવા માટે સાચી ડાયેટને ફાયદાકારક ગણે છે. એવી જ એક સ્ટડી વિશે અમે તમને જણાવી રહ્યા છીએ. જેને એક એવા ફૂડની ઓળખ કરી જે, કેન્સરના ગ્રોથ અને કેશિકાઓને 75 ટકા સુધી ઓછું કરવાનું કામ કરે છે. પરંતુ તે પહેલા કેન્સરના શરૂઆતી લક્ષણો જાણી લેવા જરૂરી છે.
કેન્સરના લક્ષણો:- મળ-મૂત્ર ત્યાગવાની ટેવોમાં ફેરફાર, ઘાવ જલ્દી ન રુઝાવાં, બ્લીડિંગ કે ડિસ્ચાર્જ, ગાંઠ બનવી, અપચો, ગળવામાં તકલીફ, મસ્સા કે તલના રંગ આકારમાં ફેરફાર, સતત ઉધરસ, અવાજ બેસી જવો.
કેન્સર માટે દવાનું કામ કરે છે આ શાકભાજી:- કેન્સર એક જીવલેણ બીમારી છે. આથી જો તમે શરૂઆતી સ્ટેજ પર થોડી કાળજી રાખો છો તો તેને ખત્મ કરી શકાય છે. કેન્સર પર થયેલી એક સ્ટડી મુજબ, બ્રોકલીના સેવનથી કેન્સરના વિકાસને 75 ટકા સુધી અટકાવી શકાય છે. વાસ્તવમાં, બ્રોકલીમાં સલ્ફોરાફેન નામનું ફાઇટોકેમિકલ રહેલું હોય છે, જે કેન્સરના જોખમને અટકાવવાથી જોડાયેલ છે.બ્રોકલીમાં રહેલા છે આ પોષકતત્વો:- બ્રોકાલીમાં રહેલ પોષક તત્વો શરીરને પુરતું પોષણ પૂરું પાડીને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. બ્રોકલીમાં કેરોટીનોઈડ, વિટામિન સી, ગ્લુકોસિનોલેટ્સ, ફોલેટ, ડાયેટ્રી ફાઈબર અને સૌથી મહત્વપૂર્ણ કેમ ફેરોલ એંટીઓક્સિડેંટ હોય છે, જે કેન્સર વાળી કોશિકાઓના વિકાસને વધતાં અટકાવવાનું કામ કરે છે. તે સિવાય બ્રોકલીમાં પ્રોટીન, કેલ્શિયમ, આયરન, ઝીંક, સેલેનિયમ, પોલીફેનોલ જેવા ક્વેરસેટિન અને ગ્લુકોસાઇડ જેવા તત્વ હોય છે.
આ અંગોના કેન્સરને અટકાવવામાં ફાયદાકારક છે બ્રોકલી:- શરીરમાં અનેક અંગોમાં કેન્સરના સેલ્સ વિકાસ પામે છે. તેને અટકવવા માટે બ્રોકલી એક દવાનું કામ કરે છે. એક રિપોર્ટ મુજબ, બ્રોકલી અને તેના પ્રજાતિની શાકભાજી પ્રોસ્ટેટ, ફેફસા, કોલન, બ્રેસ્ટ, લીવર, ગરદન, માથું, મોં અને પેટમાં કેન્સરને અટકાવવામાં અસરકારક રીતે કામ કરે છે.બ્રોકલીના ફાયદા:- હાર્ટ ડીસીઝથી બચાવ કરે છે, વેઇટ લોસમાં ફાયદાકારક, ફૈટી લીવરની સમસ્યા મટાડે છે, દાંત-હાડકાં મજબૂત બનાવે છે, આંખોની નબળાઈ દૂર કરે છે, મગજની બીમારીમાં અટકાવ કરે છે, બ્લડ શુગર કંટ્રોલ કરે છે, આ ફૂડ્સ પણ છે એન્ટિ-કેન્સર. બ્રોકલી સિવાય લસણ, ડુંગળી, આદું, હળદર, પપૈયો, સંતરા, ગાજર, કોળા, દ્રાક્ષ, ટામેટાં, તરબૂચ અને દાળના સેવનથી પણ કેન્સરના જોખમને ઘણી હદે મટાડી શકાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી