બ્રિટનમાં કોવિડ-19 ના કેસોમાં લગાતાર વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખતા પ્રધાનમંત્રી બોરિસ જોનસને (British PM Boris Johnson) ને શનિવારના રોજ દેશભરમાં ફરીવાર એક મહિના સુધીનું લોકડાઉન કરવાની ઘોષણા કરી છે. બોરિસ જોનસને શુક્રવારના રોજ કોરોના વાયરસના કેસોમાં થઈ રહેલ વધારો અને હોસ્પિટલમાં દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાન રાખીને પાબંધીઓ લગાવવાના મુદ્દા પર મંત્રીમંડળના વરિષ્ઠ સહયોગીઓ સાથે વિચાર-વિમર્શ કર્યો હતો. એવી ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે. લોકડાઉન લગાવવાની ઘોષણા સોમવારના રોજ કરવામાં આવશે, પરંતુ પરિસ્થિતિઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેની ઘોષણા શનિવારના રોજ કરી દેવામાં આવી હતી.
ગુરુવારથી સખ્તી સાથે લાગુ કરવામાં આવશે લોકડાઉન : દેશભરમાં ગુરુવારથી લોકડાઉનનું પાલન સખ્તી સાથે કરવામાં આવશે. તેના માટે નવા નિયમોની પણ ઘોષણા કરી દેવામાં આવી છે. લોકોને પોતાના ઘરોમાંથી બહાર નીકળવાની અનુમતિ નહિ હોય. અમુક ખાસ પરિસ્થિતિ હોય તો જ ઘરની બહાર જવાની છૂટ મળશે. તેઓ કામ માટે ઓફિસ, સ્કુલ, કોલેજ અને એકસરસાઈઝ કરવા માટે ઘરની બહાર જઈ શકશે. જરૂરિયાત વાળા સામાનની દુકાન સિવાય સંપૂર્ણ દુકાનો બંધ રહેશે. આ પાબંધી 2 ડિસેમ્બર સુધી લાગુ કરવાની યોજના છે.
અમુક વસ્તુને છોડીને બધું જ કરવામાં આવશે : આ નવી પાબંધી અનુસાર પબ, બાર અને રેસ્ટોરન્ટ બંધ રહેશે. પરંતુ રેસ્ટોરન્ટમાંથી ખાવાનું લઈને ઘરે ખાઈ શકશો. બ્રિટનમાં બધી જ મોનરંજનની જગ્યાઓ બંધ રહેશે અને ગેર અનિવાર્ય વસ્તુઓની દુકાનો બંધ રહેશે. બોરિસ જોનસને કહ્યું કે, અમારે હવે કાર્યવાહી કરવી પડશે , કેમ કે અમારી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી બચ્યો. આ વાતો તેમણે લોકડાઉનની પ્લાનિંગ પર કેબિનેટ બેઠકમાં હસ્તાક્ષર કર્યા બાદ કરી હતી.
From Thursday 5 November until 2 December, you must stay at home.
For more information on the new measures watch our video or visit: https://t.co/shgzOurdZC pic.twitter.com/KrBviO8kmO
— UK Prime Minister (@10DowningStreet) October 31, 2020
બોરિસ જોનસને કહ્યું કે, અમે પ્રકૃતિની સામે નતમસ્તક થઈ ગયા છીએ. તેનાથી દેશમાં, યુરોપમાં કોરોના વાયરસનું સંક્રમણ વૈજ્ઞાનિક સલાહકારો અનુસાર અન્ય જગ્યાઓની તુલનામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.
બ્રિટિશ પ્રધાનમંત્રી નવા ઉપાયોને લાગુ કરશે. તે અનુસાર આ ઉપાયોમાં એક આર્થિક સહાયતા યોજનાનો વિસ્તાર કરવો શામિલ શામિલ છે. કેમ કે વ્યવસાયોને એક અતિરિક્ત મહિનાથી ડિસેમ્બર માટે કર્મચારીઓને ચુકવવામાં મદદ મળી શકે. આ આશયની ઘોષણા સોમવારના રોજ સંસદમાં કરવામાં આવે. તેના પર બુધવારના રોજ બ્રિટિશ સંસદમાં વોટીંગ કરવામાં આવે.
યુરોપમાં કોરોનાની બીજી લહેર : યુરોપમાં કોરોનાના કેસોમાં બીજી વાર વધારો આવ્યો છે, તેને કાબુ કરવા માટે ઘણા દેશોમાં ફરીવાર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ પહેલા ફ્રાંસમાં ગુરુવારના રોજ ચાર અઠવાડિયા સુધીનું લોકડાઉન કરવાનું એલાન કરવામાં આવ્યું હતું.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google