જેમ કે તમે જાણો છો તેમ આપણા સ્વાસ્થ્ય માટે નટ્સનું સેવન ફાયદાકારક છે. નટ્સ એ અનેક વિટામીન અને પોષક તત્વોનો સ્ત્રોત છે. તેમાં રહેલા પોષક તત્વ તમારું સ્વાસ્થ્ય સારું રાખવામાં તમારી મદદ કરે છે. આજે અમે તમને આ લેખમાં એવા નટ્સ વિશે વાત કરીશું જેનું સેવન કરવાથી તમને અનેક લાભો મળે છે.
નટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. નટ્સ સ્વાદિષ્ટ હોવાની સાથે પોષક તત્વોથી પણ ભરપુર છે. નટ્સ હેલ્દી ફેટ્સથી ભરપુર હોય છે. જેનાથી તે મેટાબોલીજ્મને તેજ કરવા અને શરીરમાં હાર્મોન્સને સંતુલિત કરવામાં મદદ કરે છે. આવું એક નટ્સ છે બ્રાજીલ નટ્સ, તેના સેવનથી તમે સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. આ જ તમારી થાઈરોઈડ ગ્રંથીને રેગુલેટ કરવા, હૃદયને સ્વસ્થ રાખવાની સાથે ઈમ્યુંનીટી ને મજબુત બનાવવામાં મદદ કરે છે. મેટાબોલીજ્મ તેજ કરવા માટે બ્રાજીલ નટ્સ ખુબ જ ફાયદાકારક છે.મેટાબોલીજ્મ તેજ કરવામાં કરી રીતે ફાયદાકારક છે બ્રાજીલ નટ્સ:- બ્રાજીલ નટ્સમાં સેલેનીયમ નામનું માઈક્રોન્યુટ્રીએન્ટ હોય છે, જે થાઈરોઈડ ફંક્શન સારું બનાવવામાં તમારી મદદ કરે છે. મેટાબોલીજ્મને તેજ કરવા માટે થાઈરોઈડનું બરાબર કામ કરવું જરૂરી હોય છે. જો થાઈરોઈડ ગ્રંથી બરાબર કામ નથી કરતી તો આ ટેટ્રાયોડોથાયરોનીન અને ટ્રાઈઆયોડોથાયરોનીન નામનું હાર્મોન નથી બનાવતી. આ હાર્મોન મેટાબોલીજ્મની ક્રિયા નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. આ સિવાય બ્રાજીલ નટ્સમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ હોય છે. જેનાથી આ સેલ્યુલર હેલ્થમાં સુધાર કરવા અને મેટાબોલીજ્મ ને તેજ કરવામાં મદદ કરે છે.
બ્રાજીલ નટ્સના અન્ય ફાયદાઓ:-
1) વજન ઓછુ કરવામાં મદદ કરે છે:- બ્રાજીલ નટ્સનું સેવન કરવાથી મેટાબોલીજ્મ તેજ થાય છે. જયારે તમારું મેટાબોલીજ્મ સારી રીતે કામ કરે છે તો તમે આખો દિવસ સામાન્ય કામ કરતી વખતે પણ કેલરી બર્ન કરો છો. તેનાથી ઝડપથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે. વેટ લોસ અથવા ફેટ લોસ કરવા વાળા લોકો માટે બ્રાજીલ નટ્સનું સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી શરીરમાં સ્વસ્થ વજન બનાવી રાખવામાં મદદ મળે છે. તેમજ ડાયાબિટીસમાં પણ રાહત આપે છે.2) હૃદય માટે ફાયદાકારક છે:- બ્લડમાં સેલેનીયમની કમીના કારણે હૃદય રોગનું જોખમ વધી જાય છે. એવામાં બ્રાજીલ નટ્સના સેવનથી તમારા શરીરમાં સેલેનીયમની કમીને પૂરી કરી શકાય છે. જેનાથી હૃદયની બીમારીઓનું જોખમથી બચી શકાય છે. આ સિવાય સેલેનીયમ એક પ્રભાવી એન્ટી ઓક્સીડેંટ હોય છે, જે આપણા શરીરમાં બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.
3) સોજાને ઓછા કરે છે:- બ્રાજીલ નટ્સમાં રહેલ સેલેનીયમ શરીરમાં એન્ટી ઇન્ફલેમેટરી અને એન્ટી ઓક્સીડેંટ ની જેમ જેનાથી આ શરીરમાં સોજા સામે લડવા અને બ્લડ સર્ક્યુલેશનને પણ સારું બનાવે છે.4) મગજ માટે ફાયદાકારક છે:- બ્રાજીલ નટ્સમાં પોલીફેનોલ તત્વ રહેલ હોય છે જેનાથી આ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. બ્રાજીલ નટ્સના સેવનથી તમે પોતાના બ્રેન હેલ્થને સુધારી શકો છો. આ શરીરમાં એન્ટી ઓક્સીની જેમ કામ કરે છે. જે મગજને નુકશાનથી બચાવે છે અને મગજને તેજ કરે છે.
5) કેન્સર વિરોધી ગુણ હોય છે:- સેલેનીયમ એક એવું તત્વ છે, જે તમારા શરીરને ગંભીરથી ગંભીર બીમારીથી બચાવી શકે છે. સેલેનીયમનું સેવન ઉચિત માત્રામાં કરવાથી કેન્સર જેવી જીવલ બીમારી માંથી બચવાની મદદ મળે છે. આમ બ્રાજીલ નટ્સનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે અને અનેક ખતરનાક બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડે છે. તેમજ રોગો સામે લડવાની શક્તિ પણ પૂરી પાડે છે. આથી જ બ્રાજીલ નટ્સ સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી