આપણે સૌ જાણીએ છીએ કે, આપણું રસોડું જ અડધું આયુર્વેદ સમાન માનવામાં આવે છે. રસોડામાં રહેલી ઘણી વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. રસોડામાં રહેલ ઘણા મસાલાઓ સ્વાદમાં બેશક વધારો કરે છે, પરંતુ સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ બેહદ લાભદાયક સાબિત થાય છે. એવો જ એક મસાલો છે કાળા મરી.
કાળા મરીનું સેવન શરીર માટે લાભકારક માનવામાં આવે છે. જો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તે સ્વાસ્થ્યને ખુબ જ લાભ આપે છે. કાળા મરીને દુધમાં મિક્સ કરીને પીવામાં આવે તો શરીરની ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. તો ચાલો જાણીએ કાળા મરી આપણને સૌથી વધુ ફાયદાકારક કેવી રીતે થાય છે અને કેવા રોગોને ભગાવે છે. તો જાણવા માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
1 ) હૃદય : એક અધ્યયન અનુસાર કાળા મરી હૃદય માટે ફાયદાકારક છે. તેને દુધમાં મિક્સ કરીને પીવાથી હૃદયને થનારી સમસ્યાઓ દુર થાય છે. નિયમિત જો આનું સેવન કરવામાં આવે તો લોહી પણ સાફ થાય છે. લોહી સાફ હોવું આપણા માટે ખુબ જ આવશ્યક હોય છે, માટે લોહીને સાફ કરવું હોય તો કાળા મરીનો આ ઉપાય જરૂરથી કરવો જોઈએ.
2 ) તાવ-શરદી : દૂધની સાથે સાથે કાળા મરીનું સેવન કરવાથી તાવ અને શરદીમાં પણ રાહત મેળવી શકાય છે. જયારે ઋત બદલતી હોય ત્યારે સામાન્ય રીતે શરદી અથવા તાવની સમસ્યા લગભગ લોકોને થતી હોય છે. તો બદલતી મૌસમના સમય આવી બીમારીઓથી લડવા માટે કાળા મરીનું દૂધ સાથે સેવન ખુબ જ લાભદાયક નીવડે છે.
3 ) ડાયાબિટીસ : કાળા મરીનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલ રહે છે.તેમાં ઘણા એવા કમ્પાઉંડ મળી આવે છે, જે બ્લડ શુગરને દર્દીને માટે ખુબ જ લાભદાયક છે. જેનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલ કરે છે. માટે કાળા મરીનું સેવન કરવાથી ડાયાબિટીસને કાબુમાં રાખી શકાય છે.
4 ) હાડકા : કાળા મરી અને દૂધનું સેવન એક સાથે કરવામાં આવે તો આપણા હાડકા મજબુત બને છે. આપણે બધા એ તો જાણીએ છીએ કે હાડકાને મજબુત કરવા માટે દૂધ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેમ કે દુધમાં રહેલ કેલ્શિયમ હાડકાને મજબુતી આપવાનું કામ કરે છે. પરંતુ જો દૂધ સાથે કાળા મરીનું સેવન કરો તો દરરોજ સેવન કરો તો હાડકાને બેગણી મજબુતી મળે છે. સાથે સાથે સાંધાના દુખાવા પણ રાહત મળે છે.
5 ) ઇમ્યુનિટી : કાળા મરી અને દૂધ બંનેમાં ઔષધિય ગુણો ભરપુર માત્રામાં રહેલા હોય છે. દૂધમાં વિટામીન B2, કેલ્શિયમ, પ્રોટિન, B12, વિટામીન D, ઝિંક, પોટેશિયમ, ફોસ્ફરસ અને ઘણા માઈક્રોન્યુટ્રીશન રહેલા હોય છે. જો તમે પણ કાળા મરી અને દૂધને મિક્સ કરીને પીવો છો તો ઇમ્યુનિટી બુસ્ટ થશે. જેનાથી તમારું શરીર અનેક રોગો સામે લડવા માટે સંક્ષમ બને છે.
સેવન કરવાની રીત : દૂધને હળવું એવું ગરમ કરીને તેમાં કાળાની અડધી ચમચી મિક્સ કરીને સેવ ન કરી શકો છો. અથવા નોર્મલ દૂધ સાથે પણ અડધી ચમચી કાળા મરીના પાવડરનું સેવન કરી શકો છો. કાળાને પાવડર કરીને સેવન ન કરવું હોય તો આખા પણ ખાઈ શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી