જ્યારે કોઈપણ કારણોસર શરીરમાં હાડકું તૂટવાથી કે ફેક્ચર થવાથી ગંભીર દુખાવો થાય છે. તેથી હાડકામાં ફેક્ચર થવાના કારણે માસ પેશીઓમાં પણ સોજો આવી જાય છે, જેનાથી ખૂબ દુખાવો થાય છે. માત્ર ફેક્ચર થયા દરમિયાન જ નહીં હાડકું જોડાઈ ગયા બાદ પણ સોજો અને દુખાવાની સમસ્યા કેટલાય દિવસો સુધી રહે છે. જેના કારણે લોકોને અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે.
તેથી ડોક્ટર ફેક્ચર વાળા ભાગમાં ગરમ પાણીમાં મીઠું નાખીને કે ફટકડી નાખીને શેક અને તેલ ની માલિશ કરવાની સલાહ આપે છે. જેનાથી ફેક્ચરના કારણે થતો સોજો અને દુખાવામાં રાહત મેળવી શકાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે ફેક્ટચર દરમિયાન હાડકાની માલિશ કરવા માટે કયું તેલ સૌથી સારું રહે છે? તો આ પ્રશ્નના જવાબમાં અમે તમને પાંચ પ્રકારના તેલ જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી માલિશ કરીને તમને અત્યંત રાહત થશે.હાડકું તૂટવા પર કયા તેલ થી માલિશ કરવી?:-
1) જૈતુનનું તેલ:- જૈતુન ના તેલથી માલિશ કરવાથી હાડકાને મજબૂતી મળે છે અને ફેક્ચરના પ્રભાવને ઘટાડી શકાય છે. આ માસ પેશીઓમાં બ્લડ સર્ક્યુલેશન ને વધારો આપે છે. જેનાથી આ માસ પેશીઓમાં સોજો તણાવ અને કળતર જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે. જૈતુનના તેલને નવશેકું ગરમ કરીને હાડકા અને માસપેશીઓની માલિશ કરો તેનાથી જલ્દી દુખાવાથી છુટકારો મળશે.
2) નીલગીરી નું તેલ:- નીલગીરીનું તેલ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેમાં એન્ટી ઇન્ફલેમેટરી અને દર્દ નિવારક ગુણ હોય છે, જેનાથી આ હાડકામાં દુખાવો અને સોજા ને દૂર કરવામાં અત્યંત લાભદાયક છે.3) તલનું તેલ:- દુખાવાની સમસ્યાને દૂર કરવા માટે તલના તેલથી માલિશ કરવાથી અત્યંત ફાયદો થાય છે. જો તમે તલના તેલને ગરમ કરીને ફેક્ચર વાળી જગ્યા પર માલીશ કરશો તો દુખાવામાં ખૂબ જ આરામ મળે છે.
4) લવિંગનું તેલ:- હાડકાના દુખાવાને દૂર કરવા માટે લવિંગનું તેલ શ્રેષ્ઠ એસન્સિયલ તેલોમાંથી એક છે. આ પણ સોજા ને દૂર કરવામાં અત્યંત અસરકારક અને દુખાવાની સમસ્યામાં રાહત પ્રદાન કરે છે.5) ફુદીનાનું તેલ:- ફુદીનાનું તેલ સોજો અને દુખાવાને દૂર કરવાની સાથે તૂટેલા હાડકાને જોડવામાં પણ લાભદાયક છે. આ માસ પેશીઓ અને તૂટેલા હાડકાના કારણે માસ પેશીઓના ભાગ સુધી બ્લડ સર્ક્યુલેશન પહોંચાડવામાં મદદ કરે છે. સોજો દૂર કરે છે અને દુખાવામાં રાહત આપે છે. આ તેલની મદદથી તમે તૂટેલા હાડકા જોડાયા બાદ થતા દુખાવાથી રાહત મેળવી શકો છો. પ્રયત્ન કરવો કે દિવસમાં બે વાર આમાંથી કોઈ પણ એક તેલથી ફેક્ચર વાળા ભાગ પર માલિશ જરૂરથી કરવી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી