આપણા દિવસની શરૂઆત એક હેલ્દી નાસ્તાથી થવી જોઈએ. આ માટે જરૂરી છે કે, તમે પોતાના નાસ્તામાં પ્રોટીન અને કેલ્શિયમ યુક્ત ખોરાકનું સેવન કરો. તેનાથી તમારા શરીરમાં આખો દિવસ ઉર્જાનો સ્ત્રોત બની રહે છે. તેમજ તમારો દિવસ પણ સ્ફૂર્તિ ભરેલો રહે છે. જો તમે નાસ્તામાં કેળા અને દહીનું સેવન કરો છો તેનાથી તમારા શરીરને જરૂરી પ્રોટીન અને કેલ્શિયમનો ડબલ ડોઝ મળી રહે છે.
નાસ્તો એ દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન ગણવામાં આવે છે. બધા જ ડોક્ટર અને એક્સપર્ટ્સ નાસ્તો નહીં છોડવાની સલાહ આપે છે. એવું માનવામાં આવે છે કે, સવારનો નાસ્તો અત્યાધિક પૌષ્ટિક હોવો જોઈએ. બેશક નાસ્તા માટે ઘણી હેલ્થી વસ્તુઓ તમારા ડાયટ લીસ્ટમાં સમાવિષ્ટ હશે, પરંતુ હવે તમારે નાસ્તામાં દહીં અને કેળાના જબરદસ્ત કોમ્બિનેશનને સમાવિષ્ટ કરવું જોઈએ. આ કોમ્બિનેશનને પ્રોટીન અને કેલ્શિયમનો ડબલ ડોઝ ગણવામાં આવે છે.
દહીં અને કેળાનું મિશ્રણ માત્ર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક જ નથી, પરંતુ તેને ખાવામાં ખુબ ઓછો સમય લાગે છે. આ ડિશ ઘણા પ્રકારે ફાયદાકારક છે. કારણ કે, કેળામાં પોટેશિયમ, વિટામિન સી, વિટામિન બી-6, મેગ્નેશિયમ અને આયરનની માત્રા અને દહીંમાં પ્રોટીન, સોડિયમ અને કેલ્શિયમ જોવા મળે છે. સાચા અર્થમાં આ મિશ્રણ તમને પોષકતત્વોની સાચી માત્રા સાથે દિવસની શરૂઆત કરવામાં મદદ કરે છે.
ન્યુટ્રિશિયન અને ડાયેટિશિયનના મત મુજબ, જો તમે વજન ઘટાડી રહ્યા હોય તો, દહીં અને કેળાનું મિશ્રણ તમારા માટે બેસ્ટ છે. તે સિવાય તે પેટની સમસ્યાઓ માટે પણ ફાયદાકારક છે. ચાલો જાણીએ, દહીં અને કેળાં ખાવાથી થતાં ફાયદાઓ વિશે. દહીં અને કેળાનું સેવન તમારા શરીરને અનેક રોગોને પણ દુર કરે છે. તેમજ તમને કેલ્શિયમ અને પ્રોટીન પણ મળી રહે છે.
વજન ઘટાડવામાં : જો તમે વજન ઓછો કરી રહ્યા છો તો તમારે કેળા અને દહીનું સેવન જરૂર કરવું જોઈએ. કેળા અને દહીં બંનેમાં ફાઇબરની માત્ર ખુબ જ વધારે હોય છે. તે જ કારણ છે કે, આ મિશ્રણ ઝડપથી ફૈટ બર્ન કરે છે. જો તમે જિમ જતાં હોય તો વર્કઆઉટ પછી આ મિશ્રણ લઈ શકો છો.
હાડકા : શરીરમાં હાડકા મજબુત કરવા માટે પ્રોટીન અને કેલ્શિયમ બંને જરૂરી છે. જયારે દહીંમાં રહેલ સારા બેક્ટેરિયા અને કેળામાં રહેલ ફાઈબર શરીરમાં કેલ્શિયમના અવશોષણને વધારે છે. તેનાથી હાડકાં મજબૂત થાય છે અને સાંધાનો દુખાવો થતો નથી. જો તમે સિટિંગ જોબ કરતાં હોય તો, તમારે તેનું સેવન જરૂરથી કરવું જોઈએ.
તણાવ દૂર કરવા : જો તમે સતત સ્ટ્રેસનો અનુભવ કરી રહ્યા છો તો તેના માટે દહીં અને કેળા ખુબ જ સારા માનવામાં આવે છે. કેળામાં રહેલ પોટેશિયમ માંસપેશીઓને આરામ આપવાનું કામ કરે છે. દહીંમાં રહેલ સોડિયમ માંસપેશીઓમાં સંકોચન ઉત્પન્ન કરે છે. આ મિશ્રણ પોષકતત્વોને કેશિકાઓ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. તેનાથી શરીરને આરામ મળે છે અને વ્યક્તિનો મૂડ પણ સારો થાય છે.
કબજિયાત : જે લોકો કબજિયાતથી પરેશાન છે તેમના માટે કેળા અને દહીં ખુબ જ હેલ્દી ખોરાક છે. સવારે પેટ સાફ થાય તેનાથી વધારે બીજું કંઈ સારું નથી. કેળામાંથી મળતું ફાઈબર અને દહીંના સારા બેક્ટેરિયા મળ ત્યાગ કરવામાં મદદ કરે છે. જે કબજિયાતથી જજૂમી રહેલા લોકો માટે ખુબ જ ફાયદાકારક છે. તે આંતરડાના સારા સ્વાસ્થ્યને જાળવી રાખવામા પણ મદદ કરે છે.
એનર્જીનો સારો સ્ત્રોત દહીં અને કેળાં : દહીં અને કેળાનું મિશ્રણ કાર્બોહાઈડ્રેડ, પોટેશિયમ અને વિટામિન બી-6 નો અદ્ભુત ભંડાર છે. પોષકતત્વોથી ભરપૂર આ મિશ્રણ તમારી ઊર્જાના સ્તરને તરત જ વધારવા માટે ઓળખવામાં આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી