મિત્રો આપણા માટે વાળ અને સ્કીનની સંભાળ રાખવી ખુબ જરૂરી છે. કારણ કે વાળ અને સ્કીન એ શરીરનું સુંદરતામાં મહત્વનો ભાગ ભજવે છે. વાળ અને સ્કીનને પુરતું પોષણ ન મળે તો તમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાળ અને સ્કીન માટે પામોલીન તેલ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમ વાળ અને સ્કીન માટે આ તેલનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશે આ લેખમાં વિસ્તારથી જાણી લઈએ.
સામાન્ય રીતે વાળ અને ત્વચાને સુંદર બનાવવા માટે લોકો ઘણા બ્યુટી પ્રોડકટ્સનો ઉપયોગ કરે છે. પણ શું તમે સ્કીન કેરમાં પામોલીન તેલ લગાવવાના ફાયદાઓ વિશે જાણો છો. તો તમને જણાવી દઈએ કે પામોલીન તેલને સામાન્ય ભાષામાં તાડનું તેલ કહેવામાં આવે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ત્વચા અને વાળ માટે બેસ્ટ ઘરેલું ઉપચાર સાબિત થતું પામોલીન તેલ ઘણા કોસ્મેટીક પ્રોડક્ટ્સનો બ્યુટી સિક્રેટ પણ છે. એવામાં નિયમિત રૂપે તેનો ઉપયોગ ત્વચા અને વાળ માટે ઘણો ફાયદાકારક છે. પામોલીન તેલનો ઉપયોગ શેમ્પુ, સાબુ, ક્રીમ અને લોશન જેવા વધુ પડતા પ્રોડક્ટ્સ માં વધુ જોવા મળે છે. જો કે આ વસ્તુઓ કેમિકલ યુક્ત હોવાના કારણે ત્વચા અને વાળ માટે નુકશાનદાયક પણ હોય છે. જયારે પામોલીન તેલને ડાયરેક્ટ પોતાની સ્કીન કેર અને હેર કેર માં સામેલ કરીને તમે ત્વચા અને વાળને લગતી ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. ત્વચા અને વાળ પર પામોલીન તેલ લગાવવાના કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે જાણી લઈએ.
શુષ્ક વાળ દુર થાય છે:- વાળ પર પામોલીન તેલનો ઉપયોગ કરીને તમે સ્કેલ્પની ડ્રાઈનેસથી છુટકારો મેળવી શકો છો. પામોલીન તેલમાં રહેલ એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ફંગલ તત્વ સ્કેલ્પને કોમળ રાખવાની સાથે ઇન્ફેકશન ફ્રી બનાવવામાં મદદ કરે છે.કુદરતી સનસ્કીન છે પામોલીન તેલ:- ઉનાળામાં પામોલીન તેલનો ઉપયોગ સુરજની હાનીકારક કિરણોથી ત્વચાને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. એન્ટી ઓક્સીડેંટ અને વિટામીન ઈ થી ભરપુર પામોલીન તેલ સુરજની યુવી રેજ ને બ્લોક કરીને ટેનિંગ, સનબર્ન અને સન ડેમેજ થી ત્વચાને પ્રોટેક્ટ કરવામાં સહાયક થાય છે.
કરચલીઓ દુર થાય છે:- પામોલીન તેલમાં રહેલ એન્ટી એન્જીંગ ગુણ ત્વચાની વધતું ઉંમરના લક્ષણોથી બચાવવામાં અસરકારક છે. એવામાં નિયમિત રૂપે પામોલીન તેલ લગાવીને ચહેરાની કરચલીઓ અને ફાઈન લાઈન્સને પણ પોતાનાથી દુર રાખે છે.ત્વચાની નમી બની રહે છે:- પામોલીન તેલ ઉનાળામાં ત્વચાને ડીપ મોઇશ્ચરાઈઝ કરીને નમી સલામત રાખવામાં કામ કરે છે. પામોલીન તેલમાં રહેલ વિટામીન ઈ, વિટામીન એ અને વિટામીન કે ત્વચાને પોષણ આપીને બ્લડ સર્ક્યુલેશન સારું બનાવે છે. જેનાથી ત્વચાની ડ્રાયનેસ ઓછી થાય છે અને સ્કીન કુદરતી રીતે ગ્લો કરવા લાગે છે.
રફ વાળ ઓછા થાય છે:- પામોલીન તેલમાં મળતા બીટા કેરોટીન રફ વાળની સમસ્યા દુર કરવામાં અસરકારક થાય છે. સાથે જ તેમાં રહેલ વિટામીન કે અને વિટામીન ઈ વાળને જરૂરી પોષણ આપીને હેર ગ્રોથ વધારવામાં મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી