દિવસની શરૂઆતમાં પ્રોટીનથી ભરપુર ખાદ્ય પદાર્થનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે. વાસ્તવમાં પ્રોટીન યુક્ત ખોરાક ખાવાથી તમારી ઈમ્યુન સીસ્ટમ મજબુત બને છે. આવો જ પ્રોટીનથી ભરપુર ખોરાક છે અંકુરિત સોયાબીન. જે રીતે લોકો ચા અને મગને અંકુરિત કરીને ખાઈ છે તે રીતે જ સોયાબીનને અંકુરિત કરીને સેવન કરી શકાય છે.
તેને ખાવાથી શરીરમાં પ્રોટીન સિવાય આયર્ન, વિટામીન સી અને ઘણા હેલ્દી ફેટ મળે છે, જે શરીરના સેલ્સ, ટીશું અને ઘણા અંગોના કામકાજમાં મદદ કરે છે. અંકુરિત સોયાબીનને તમે રાત્રે પલાળી અને સવારે તેનું સેવન કરી શકો છો. એને સલાડ, સૂપ ચાટ બનાવીને પણ સેવન કરી શકાય છે. ચાલો તો જાણી લઈએ અંકુરિત સોયાબીનના ફાયદાઓ વિષે.
અંકુરિત સોયાબીનની ન્યુટ્રીશનલ વેલ્યુ : 9 ગ્રામ – પ્રોટીન, 7 ગ્રામ – કાર્બ્સ, 5 ગ્રામ – ફેટ, વિટામીન સી, આયર્ન, ફોલેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, જીંક.
અંકુરિત સોયાબીનના ફાયદાઓ : 1) કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે : અંકુરિત સોયાબીન બેડ કોલેસ્ટ્રોલથી પીડિત લોકો માટે ખુબ ફાયદાકારક છે. તેમાં અનસેચ્યુંલેટેડ ફેટ હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલને ઓછુ કરવા અને તેને પચાવવામાં મદદ કરે છે. તે ધમનીઓ પર જામેલ પ્લાક ને સાફ કરે છે, જે ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. આ રીતે તે કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં મદદ કરે છે. સાથે તે અનહેલ્ધી ફૂડસને પણ પચાવવામાં મદદ કરે છે. લોહીને ડીટોકસીફાઈ કરે છે. આથી ડાયાબીટીસ અને હૃદયના દર્દી માટે આ અનાજ ખુબ જ સારું છે.
2) આયર્નની કમી પૂરી કરે છે : આયર્નની કમીને કારણે મહિલાઓ અને બાળકોને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં દરરોજ એક મુઠ્ઠી અંકુરિત સોયાબીન ખાવાથી આયર્નની કમી પૂરી થાય છે. વાસ્તવમાં અંકુરિત સોયાબીન ફાઈટીક એસિડના સ્તરને ઓછુ કરે છે અને આયર્નને અવશોષિત કરવામાં મદદ કરે છે. સાથે જ તે હિમોગ્લોબીનના ઉત્પાદનમાં મદદ કરે છે. જે લોકોને લોહીની ઉણપ છે તેમણે અંકુરિત સોયાબીનનું દૂધ પીવું જોઈએ. વાસ્તવમાં તે ફેરીટીન નામના પ્રોટીનના સ્તરમાં સુધાર કરે છે અને આયરન ને સ્ટોર કરવામાં મદદ કરે છે.
3) વજન ઓછુ કરવામાં મદદ કરે છે : અંકુરિત સોયાબીન તમને વજન ઓછુ કરવામાં મદદ કરે છે. તેમાં પ્રોટીન હોવાથી તેનું સેવન કરવાથી તમને લાંબો સમય ભૂખ નથી લગતી. અને તમારું પેટ ભરેલું રહે છે. બીજું કે તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ છે, જે પાચનમાં મદદ કરે છે. તે મેટાબોલીજ્મ ને તેજ કરીને વજન ઓછુ કરવામાં મદદ કરે છે. તે આંતરડાને સાફ કરે છે. તે એક સ્ક્રબ બ્રશના રૂપમાં કામ કરીને આંતરડાને સાફ કરે છે. આમ તે કબજિયાતની સમસ્યા પણ દુર કરે છે.
4) હાડકાઓને મજબુત બનાવે છે : અંકુરિત સોયાબીન માં પ્રોટીનની સાથે કેલ્શિયમ પણ છે. આથી તે હાડકાઓને મજબુત કરવામાં મદદ કરે છે. આ એ લોકો માટે ખુબ જ ફાયદાકારક છે જેમણે ગોઠણ નો દુખાવો અને કમરનો દુખાવો હોય છે. આ સિવાય નસને સ્વસ્થ રાખવા માટે અંકુરિત સોયાબીન ખુબ જ ફાયદાકારક છે. તેમે મેગ્નેશિયમ અને કોપર જેવા પોષક તત્વ હોય છે, જે નસને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
5) હાઇપરટેન્શનથી બચાવે છે : અંકુરિત સોયાબીન હાઈ બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં અને બ્લડ પ્રેશર સંતુલિત કરવામાં મદદ કરે છે. જયારે સોયાબીન અંકુરિત થાય છે તો તેમાં પેપ્ટાઈડસની માત્રા વધી જાય છે. જે બ્લડ સેલ્સ ને હેલ્દી રાખે છે. અને લોહીના બહાવને સંતુલિત કરે છે. આ રીતે તે હાઇપરટેન્શનના લક્ષણોને ઓછા કરવામાં મદદ કરે છે.
આમ તમે સવારના નાસ્તામાં અંકુરિત સોયાબીનને સામેલ કરી શકો છો. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. અને તમને જરૂરો પોષકતત્વો મળી રહે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી