ફણગાવેલા મગ, ચણા અથવા જઉંનું સેવન મોટાભાગના લોકોએ કર્યું જ હશે. પરંતુ શું તમે ક્યારેય ફણગાવેલા બાજરાનું સેવન કર્યું છે ? જો ન કર્યું હોય તો તમને જણાવી દઈએ કે તેના અઢળક ફાયદા છે. શિયાળામાં બાજરાના રોટલા લોકો ખાવાનું ખુબ જ પસંદ કરે છે. પરંતુ જો તમે બાજરાનું સેવન કરવા ઇચ્છતા હો તો તેને ફણગાવીને ખાવા જોઈએ. જે તમને ઘણી બીમારીઓથી બચાવી લેશે. બાજરાના સેવનથી શરીરને ગરમી મળે છે અને શિયાળામાં એટલે જ તેનું સેવન વધુ કરવું જોઈએ. તો ચાલો જાણીએ ફણગાવેલા બાજરાના અઢળક ફાયદા.
1) કોલેસ્ટ્રોલ : ફણગાવેલ બાજરાનું સેવન કરવાથી હૃદય સાથે જોડાયેલી સમસ્યાથી બચી શકાય છે. ખરેખર તો બાજરામાં ફાઈબર અને મેગ્નેશિયમ ભરપુર માત્રામાં હોય છે. આ બંને તત્વો હૃદયના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક છે. તેવામાં જ્યારે તમે બાજરાને ફણગાવીને ખાવ છો તો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થશે. તેમજ શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને કાઢીને સારા કોલેસ્ટ્રોલનું નિર્માણ કરે છે.
2) વજન ઘટાડવામાં અસરકારક છે : ફણગાવેલા બાજરામાં રહેલા ગુણ તમારા શરીરમાં વધારાની ચરબીને ઘટાડવામાં અસરકારક છે. કારણ કે માં તેમાં રહેલું ફાઈબર જમવાનું ધીરે ધીરે પચાવે છે જેનાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. આના કારણે તમે ભૂખને લાંબા સમય સુધી કંટ્રોલ કરી શકો છો. જો તમે વજનને કંટ્રોલ કરવા માંગો છો તો ફણગાવેલા બાજરાની સાથે બાજરાની રોટલી, બાજરાની ખીચડી જેવી વાનગીઓનું સેવન કરી શકો છો.
3) આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે : ફણગાવેલા બાજરામાં રહેલું ફાઈબર તમારી પાચનશકિતને વધારે છે, જે તમારા આંતરડા માટે ફાયદાકારક છે. ફણગાવેલા બાજરાનું સેવન શરીરમાં પ્રીબાયોટીકસની જેમ કાર્ય કરે છે. તમે આંતરડાની કાર્યશક્તિ વધારવા માંગો છો તો તમારે દરરોજ ફણગાવેલા બાજરાનું સેવન શરૂ કરી દેવું જોઈએ.
4) ડાયબીટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે : ફણગાવેલા બાજરાના સેવનથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે, માટે ડાયાબીટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. જો તમે ડાયાબીટીસને કંટ્રોલ કરવા માંગો છો ફણગાવેલા બાજરા સિવાય તમે બાજરાની ખીચડી અને બાજરાની રોટલીનું સેવન કરીને પણ સારું રીઝલ્ટ મેળવી શકો છો.
5) કેન્સરમાં ફાયદો આપે છે : ફણગાવેલા બાજરામાં રહેલું ફાઈટોકેમિકલ કેન્સર વિરોધી ગુણ ધરાવે છે જેના કારણે તમે કેન્સરની બચી શકો છો. જો તમને કેન્સરનું જોખમ લાગે છે તો તમે દરરોજ ફણગાવેલા બાજરાનું સેવન કરી શકો છો જે તમારી પાચનશકિતને પણ વધારે છે અને કેન્સર સામે ફાયદો આપે છે.
6) બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે : ફણગાવેલા બાજરામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. જો તમે હાઈબ્લડપ્રેશરની સમસ્યા છે તો દરરોજ ફણગાવેલા બાજરાનું સેવન કરવું જોઈએ.
7) અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે : ફણગાવેલા બાજરાનું સેવન કરવાથી અસ્થમાના કારણે થતી સમસ્યા દૂર થાય છે, તેનું દરરોજ સેવન કરવાથી શ્વાસ ચડવાની સમસ્યા ઓછી થાય છે અને ઘઉંના કારણે થતી એલર્જી પણ દૂર થાય છે.
8) ત્વચા માટે લાભદાયક છે : સ્વાસ્થ્યની સાથે ફણગાવેલા બાજરો સ્કીન માટે પણ ફાયદાકારક છે, તેમાં રહેલું એમીનો એસિડ શરીરમાં કોલોજ્નનું નિર્માણ કરે છે. સ્કીનમાં કોલોજ્નનું સ્તર વધવાથી ત્વચા કરચલીઓ ઓછી થાય છે.
9) અર્થરાઈટીસની સમસ્યાઓ ઓછી કરે : ફણગાવેલ બાજરોનું સેવન અર્થરાઈટીસમાં થતી સમસ્યાઓને પણ ઓછી કરે છે. આ સિવાય સાંધામાં સોજા, દુખાવો ઓછો કરવામાં પણ મદદરૂપ થાય છે. અર્થરાઈટીસમાં થતી શ્રીરિક કમજોરીને પણ ઓછી કરે છે.
10) વાળના ગ્રોથ માટે : ફણગાવેલ બાજરાનું સેવન કરવાથી વાળનો ગ્રોથ પણ સારો થાય છે. ખરેખર વાળ માટે પ્રોટીન ખુબ જ જરૂર હોય છે. બાજરો પ્રોટીનથી ભરપુર હોય છે. તેવામાં જ્યારે તમે તેનું સેવન કરો છો, તો વાળને ભરપુર રૂપથી પ્રોટીન મળે છે, જેનાથી વાળનો ગ્રોથ સારી રીતે થાય છે.
11) આયર્નની કમી : જો તમારા શરીરમાં આયર્નની કમી હોય, તો તમે ફણગાવેલા બાજરાનું સેવન કરો. બાજરાનું સેવન કરવાથી શરીરમાં આયર્નની કમીને પૂરી કરે છે. કેમ કે બાજરો આયર્નનો ખુબ જ સારો એવો સ્ત્રોત છે. જો તમને એનીમિયાની સમસ્યા હોય તો પછી શરીરમાં ઓક્સિજનની કમી હોય, તો તમે ફણગાવેલા બાજરાનું સેવન કરી શકો છો. 100 ગ્રામ બાજરામાં તમને 1 એમજી આયર્ન મળી શકે છે. ઠંડીમાં બાજરાનું સેવન ખુબ જ ફાયદાકારક પરિણામ આપે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી