મિત્રો આપણા દેશી ઘરેલું ઉપચાર આપણા શરીરની ઘણી બીમારીઓ દુર કરી શકે છે. પણ તેના નિયમિત સેવનનું ધ્યાન રાખવું પડે છે. ઘણી વખત તેના ઉપયોગની સાચી રીત ખબર ન હોય તો પણ શરીરને નુકશાન થઇ શકે છે. આથી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા તેના ફાયદાઓ અને ઉપયોગની રીત જરૂર જાણી લેવી જોઈએ.
તો મિત્રો જીરૂ, અજમો અને વરિયાળીના મિશ્રણમાં ઘણા ઔષધીય ગુણ જોવા મળે છે. તેના મિશ્રણમાં એન્ટીઓક્સિડેંટ, પ્રોટીન, ફાઈબર, આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ જોવા મળે છે. આ સિવાય તેમાં મેગેનિઝ, ઝીંક, વિટામિન સી, વિટામિન કે અને ઇ જોવા મળે છે. જીરું, અજમો અને વરિયાળીના મિશ્રણનો ઉપયોગ પાચનથી લઈને વજન ઘટાડવા સુધીમાં મદદરૂપ બને છે. સાથે જ તેના ઉપયોગથી શરદી, તાવ અને ગળાની ખરાશને દૂર કરવામાં પણ સહાયતા મળે છે. તેના ફાયદા અને ઉપયોગ વિશે વિસ્તારથી જાણવું આપણા માટે ખુબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ જીરું, અજમો અને વરિયાળીના મિશ્રણના અદ્દભુત ફાયદા.
1 ) કોલેસ્ટ્રોલ : જો તમારું કોલેસ્ટ્રોલ અનિયમિત છે તો તમે તેના માટે જીરું, અજમો અને વરીયાળીનું મિશ્રણ અજમાવી શકો છો. જીરું, અજમો અને વરિયાળીનું પાણી પીવાથી કોલેસ્ટ્રોલ અને શરીરની વધારાની ફેટ ઘટાડવામાં મદદ મળે છે. જો તમે તમારું વજન ઘટાડવા માંગો છો તો આ મિશ્રણ તમારા માટે ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિવાય તેમાં કેલેરીની માત્રા પણ ઘણી ઓછી જોવા મળે છે.
2 ) ડાયાબિટીસ : ડાયાબિટીસથી લડતા લોકો માટે આ મિશ્રણ ખુબ જ લાભકારી છે. જીરું, અજમો અને વરિયાળીના મિશ્રણના સેવનથી તમારા લોહીમાં શુગરનું લેવલ પણ કંટ્રોલ થાય છે. સાથે જ તેનું ગ્લાઇસેમિક ઇંડેક્સ પણ ઘટે છે. તેના સેવનથી ઘૂંટણના દુખાવામાં પણ ઘણી રાહત મળે છે.
3 ) પેટની સમસ્યાઓમાં : જે લોકોને પેટને લગતી કોઈ સમસ્યા છે તેમના માટે આ મિશ્રણ ખુબ જ અસરકારક છે. પેટની સમસ્યાઓ માટે વરિયાળી, અજમો અને જીરું ઘણું ફાયદાકારક બને છે. તેમાં ફાઈબર અને એન્ટીઓક્સિડેંટ જોવા મળે છે. જેની મદદથી પાચનતંત્રને મજબુત બનવામાં મદદ મળે છે. સાથે જ અજમા અને જીરાની મદદથી અપચા અને કબજિયાતની તેમજ ગેસની સમસ્યા પણ ઓછી થાય છે. તેનું સેવન તમે દિવસમાં 2 થી 3 વખત કરી શકો છો.
4 ) ઇમ્યુનિટી : શરીરની ઈમ્યુન સીસ્ટમ મજબુત કરવા માટે આ મિશ્રણ ખુબ જ સહાયક છે. શિયાળામાં લોકો શરદી, ઉધરસ જેવી મુશ્કિલોનો સામનો કરતાં હોય છે. તેવામાં શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ સારી હોવા પર તમે તેનાથી બચી શકો છો. જીરું, અજમો અને વરિયાળી ત્રણેય શરદી, ઉધરસ મટાડવામાં ઉપયોગી બને છે. જીરા અને અજમાની તાસીર ગરમ હોય છે જે ગળાની ખરાશ મટાડે છે.
5 ) બ્લડ પ્રેશર : જેમનું બીપી અવ્યવસ્થિત છે તેમના માટે આ મિશ્રણનો ઉપયોગ ખુબ જ સારો માનવામાં આવે છે. હાઇ બ્લડ પ્રેશરમાં શરીરમાં સોડિયમની માત્રા ઘણી વધી જાય છે. એવામાં અજમો, વરિયાળી અને જીરાનું મિશ્રણ ઘણું મદદરૂપ બની રહે છે. તેના સેવનથી તમારું બીપી કંટ્રોલમાં રહે છે. સાથે જ તે કોલેસ્ટ્રોલને પણ વધવા દેતું નથી, જે હાઇ બ્લડ પ્રેશર ઘટાડવા માટે ખુબ જ જરૂરી છે.
જીરું, અજમો અને વરિયાળીનો ઉપયોગ કરવાની રીત : 1 ) જીરું, અજમો અને વરિયાળીને વાટીને તેનો પાવડર બનાવી લેવો.
2 ) સવારે ખાલી પેટ જીરું, અજમો અને વરિયાળીનું પાણી સાથે સેવન કરવું જોઈએ.
3 ) તેનું સેવન તમે દાળ-શાકમાં પણ કરી શકો છો. તેનાથી પ્રોટીનનું પાચન સરળતાથી થઈ શકે છે.
4 ) આ ત્રણેયના મિશ્રણનો ઉપયોગ તમે માઉથ ફ્રેશરની રીતે પણ કરી શકો છો.
5 ) આ ત્રણેયને ઉકાળીને તેના પાણીનું સેવન પણ કરી શકાય છે.
જો કે આના મિશ્રણથી કોઈ નુકશાન થતું નથી પરંતુ છતાં પણ સંતુલિત માત્રામાં તેનું સેવન કરવું ખુબ જ જરૂરી છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી