આપણે સૌને શિયાળામાં અલગ અલગ વસ્તુઓ ખાવાનું ખુબ જ મન થાય છે અને એમ પણ શિયાળામાં લગભગ મોટેભાગે દરેક શાકભાજી તાજી અને ટેસ્ટી મળી રહે છે. આથી શિયાળામાં પોતાને તંદુરસ્ત રાખવા માટે લીલોતરી શાકભાજીનું સેવન જરૂર કરવું જોઈએ. આ શિયાળામાં તમને પાલક, મેથી, તાન્જલીયો વગેરે ભાજી ખુબ જોવા મળે છે. તેમાં પણ મેથીની ભાજી ખુબ જ આરોગ્યવર્ધક માનવામાં આવે છે. આથી શિયાળામાં તમારે મેથીનું સેવન જરૂર કરવું જોઈએ.
શિયાળામાં લીલોતરી શાકભાજી ખાવી ખુબ જ સારું છે. તે શરીરને અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે. શિયાળાની ઋતુમાં લીલી શાકભાજીના ઘણા વિકલ્પ હોય છે. જો કે બાળકોને લીલી પાનવાળી શાકભાજી ખાવાનું બિલકુલ પસંદ નથી હોતું. પણ જો તમે થોડી ટેસ્ટી ડીશ બનાવી દો તો બાળકો ખુબ જ ભાવથી ખાય છે.
શિયાળામાં ખુબ જ પૌષ્ટિક ભાજી છે મેથીની ભાજી. આ મેથી માંથી તમે અનેક વ્યંજન બનાવી શકો છો. જો કે તમે મેથીના પરોઠા તો ખાધા જ હશે, શિયાળામાં ગોળની સાથે મેથીના પરાઠા ખાવા ખુબ જ હેલ્થ ફૂલ માનવામાં આવે છે. આમ આ પરાઠા ટેસ્ટી અને હેલ્થ માટે પણ ખુબ જ સારા છે. તે ખુબ ઝડપથી અને સરળતાથી બની જાય છે. ચાલો તો શિયાળામાં મેથીના પરાઠા ખાવાથી થતા ફાયદાઓ વિશે જાણી લઈએ.
1) પચવામાં સરળ અને પેટની સમસ્યાઓને દુર રાખે છે : મેથીના પરાઠાને તમે બપોરના ભોજન અને નાસ્તામાં ગમે ત્યારે ખાઈ શકો છો. આ પરાઠા પચવામાં સરળ છે અને પેટને માટે પણ ખુબ હળવા છે. મેથીના પાન પેટ માટે ખુબ સારા છે. આથી જ મેથીના પરાઠા પેટ માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મેથીમાં વિટામીન સી ભરપુર માત્રામાં રહેલ છે. જે પેટની સામાન્ય સમસ્યાઓ જેવી કે ગેસ, એસીડીટી અપચોને ઠીક કરે છે અને એલર્જીને પણ ઓછી કરે છે.
2) ભૂખ લાંબા સમય સુધી નથી લાગતી : મેથીના પરાઠા પોતાનામાં જ એક કમ્પલેટ મિલ છે. આથી જ તેને ખાવા માટે તમારે અલગથી અન્ય વસ્તુઓની જરૂર નથી પડતી. મેથીના પરાઠાને તમે દહીં, અથાણું, ગોળ અને ચા કોઈપણ વસ્તુ સાથે ખાઈ શકો છો. તેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને કેલેરી કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
4) બ્રેસ્ટ ફીડ માટે ફાયદાકારક છે : મેથીના સેવનથી મહિલાઓમાં બ્રેસ્ટ મિલ્કનું પ્રમાણ વધે છે. આથી જે મહિલાઓ બ્રેસ્ટ ફીડ કરાવે છે તેમના માટે મેથીના પરાઠા, મેથીનું શાકનું સેવન ફાયદાકારક છે.
3) કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે છે : જો તમારું કોલેસ્ટ્રોલ વધી ગયું છે તો ડોકટર તમને તેલ, ઘી ખાવાની મનાઈ કરે છે. આથી આ સમયે તમે મેથીના પરાઠાને તેલ વગર સુકા પણ ખાઈ શકો છો. જો તમારું કોલેસ્ટ્રોલ લેવલ સામાન્ય છે તો તમે થોડા તેલમાં શેકેલ પરાઠા ખાઈ શકો છો. ખાસ વાત એ છે કે મેથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં ફાયદાકારક તેનાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ સારું રહે છે સાથે બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે અને શરીર સ્વસ્થ રહે છે.
5) પુરુષોની શારીરિક ક્ષમતા વધારે છે : મેથીના સેવનથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું પ્રોડક્શન પણ વધે છે. આ હોર્મોન પુરુષોની શારીરિક ક્ષમતા અને હેલ્થ માટે ખુબ જ જરૂરી છે. આ સિવાય આ હોર્મોન પુરુષોની યૌન ક્ષમતાઓમાં પણ વધારો કરે છે.
આમ તમે મેથીના સેવનથી પોતાનું શારીરિક અને માનસિક બંને રીતે સ્વાસ્થ્ય જાળવી શકો છો. મેથીમાં રહેલ અનેક પોષક તત્વો તમારી શારીરિક ક્ષમતા વધારવામાં મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી