આજના સમયમાં સૌથી મોટી અને ગંભીર સમસ્યા મેદસ્વિતા છે. મેદસ્વિતા એ અનેક રોગોનું ઘર છે. તેથી વજન નિયંત્રિત કરવા આપણે જાતે જ કાળજી લેવી પડે. અસંતુલિત ખાનપાન અને ખરાબ જીવનશૈલીના કારણે ઓછી ઉંમરના લોકોમાં પણ વજન વધતું જોવા મળે છે. વજન ઘટાડવા માટે મેથીના બીજ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. મેથીના બીજમાં ફાયદાકારક આયર્ન, ફાઇબર વિટામિન એ અને વિટામિન ડી જેવા પોષક તત્વો પૂરતી માત્રામાં પ્રાપ્ત થાય છે.
મેથીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મેથીના બીજમાં હાજર ગુણ શરીરમાં મેટાબોલિઝ્મ તંદુરસ્ત રાખવા અને બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. વજન ઘટાડવા માટે તમે મેથીના બીજને અનેક રીતે સેવન કરી શકો છો. તો આવો જાણીએ તેના ફાયદા.ખાનપાન અને નિષ્ક્રિય જીવનશૈલી વજન વધવાનું સૌથી મુખ્ય કારણ છે. આજના સમયમાં લોકો ફાસ્ટફુડ અને જંક ફૂડનું સેવન વધુ પ્રમાણમાં કરે છે. જેના કારણે યુવાનોમાં પણ મેદસ્વિતા કે વજન વધવાની સમસ્યા ઝડપથી થઇ રહી છે. વજન ઘટાડવા માટે યોગ્ય ડાયટ અને એક્સરસાઇઝ કરવી જરૂરી છે. તેના માટે તમે મેથીના બીજને અનેક પ્રકારે ઉપયોગ કરી શકો છો. વજન ઘટાડવા માટે મેથીના બીજ આ પ્રમાણે ફાયદાકારક છે.
મેથીના બીજમાં અદ્રવ્યશીલ ફાઇબર ઉપલબ્ધ છે જે પાચનતંત્રને મજબૂત કરવા માટે ઉપયોગી છે. આનું સેવન કરવાથી તમને વારંવાર ભૂખ પણ નથી લાગતી. મેટાબોલિઝ્મ ઠીક કરવા માટે મેથીનાં બીજ ફાયદાકારક છે. મેટાબોલિઝ્મ ઠીક રહેવાથી તમારા વજન નું સંતુલન રહે છે. શરીરમાં હાજર વિષેલા પદાર્થોને બહાર કાઢવામાં પણ મેથીના બીજનું સેવન અત્યંત લાભદાયક છે. પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યા જેવી કે કબજિયાત, એસિડિટી અને અપચાને દૂર કરવા માટે પણ મેથીના બીજનું સેવન ફાયદાકારક છે. સવારના સમયમાં મેથીનાં બીજનું પાણી પીવાથી તમને વજન ઘટાડવામાં મદદ મળે છે.વજન ઘટાડવા માટે કેવી રીતે કરવું મેથીના બીજનું સેવન?
1) મેથીની ચા:- મેથીની ચા બનાવવા માટે તમે સૌથી પહેલાં એક વાસણમાં મેથીના દાણાલો અને તેમાં એક ટુકડો તજનો નાખો. હવે એક ગ્લાસ પાણી નાખીને સરસ રીતે ઉકાળો. ઉકળી ગયા બાદ તેને ઠંડુ થવા દો ત્યારબાદ પીવો. આનું સેવન કેટલાક દિવસો સુધી કરવાથી તમારું વજન ઘટાડવામાં ફાયદો મળશે
2) ફણગાવેલા મેથીના દાણા:- ફણગાવેલા મેથીના દાણાનું સેવન પણ વજન ઘટાડવા માટે અત્યંત લાભદાયક છે. તેના માટે તમે બે ચમચી મેથીના દાણા લો અને 1 ગ્લાસ પાણીમાં નાખીને આખી રાત ફણગાવવા માટે રાખી દો. ત્યારબાદ દાણા અંકુરિત થાય એટલે ખાલી પેટે તેનું સેવન કરો.3) મેથી અને મધ:- વજન ઘટાડવા માટે મેથી અને મધ ફાયદાકારક છે. મેથી અને મધની પેસ્ટ તૈયાર કરવા માટે તમે બે ચમચી મેથી લો. ત્યારબાદ તેને પીસીને પેસ્ટ તૈયાર કરો. હવે તેમાં એક ચમચી મધ મેળવો અને દરરોજ સેવન કરો.
મેથી માં હાજર ગુણ વજન ઘટાડવાની સાથે શરીરની અનેક સમસ્યાઓમાં ફાયદાકારક છે. પરંતુ આનું સંતુલિત માત્રામાં જ સેવન કરવું જોઈએ. જો તમને ખાનપાનથી જોડાયેલી કોઇ સમસ્યા કે એલર્જી હોય તો ડોક્ટરની સલાહ વગર આનું સેવન ન કરવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી