જો કે ડ્રાયફ્રુટ એ દરેક ઉંમરના વ્યક્તિ માટે સારા છે. તેમજ નાની ઉંમરે એટલે કે, બાળકોને ક્યું ડ્રાયફ્રુટ ખવડાવવું જો તમે તેના વિશે વિચારતા હો તો તમે પિસ્તાને પણ બાળકોને આપી શકો છો. તેમાં રહેલ પોષક તત્વો બાળકો માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે.
બાળકો માટે ડ્રાયફ્રુટ ખુબ જ જરૂરી છે. એવું એટલા માટે કારણ કે, તેમાં પ્રોટીનનું પ્રમાણ સારું હોય છે. જે બાળકોના વિકાસ માટે ખુબ જ જરૂરી છે. પ્રોટીન એ સ્નાયુઓને મજબુત કરે છે અને બાળકો માટે બ્રેઈન બુસ્ટર પણ છે. આ સિવાય પણ બાળકો માટે ડ્રાયફ્રુટ ખાવાના ઘણા ફાયદાઓ છે. પરંતુ આજે આપણે એક એવા ડ્રાયફ્રુટ વિશે વાત કરી રહ્યા છીએ. એ ડ્રાયફ્રુટનું નામ છે પિસ્તા.
પિસ્તા સ્વસ્થ વસા, ફાઈબર અને ઝિંકના સારા સ્ત્રોત છે. તે બાળકોના મગજના વિકાસ, પાચન અને ઇમ્યુનિટી વધારવામાં ખુબ જ મદદ કરે સાથે જ તેમાં રહેલ આયરન બાળકોના લોહીને વધારવાનું કામ કરે છે, આ સિવાય પણ પિસ્તાના ઘણા ફાયદાઓ છે. તો ચાલો જાણીએ બાળકોને પિસ્તા ખવડાવવાના ફાયદા.
પેટ માટે પિસ્તા : પિસ્તા બાળકોને મળ ત્યાગમાં મદદ કરે છે. પિસ્તા પેટ સાફમાં મદદ કરે છે અને કબજિયાતને રોકે છે. પિસ્તા ફાઈબર અને મેગ્નેશિયમનો એક સારો સ્ત્રોત છે. જે આંતરડામાં મળને સાથે લઈ જવાનું કામ કરે છે. સાથે તે પાણીનો સોર્સ છે. જે મળને નરમ કરે છે. આ રીતે તે પેટને સાફ કરે છે.
પોષક તત્વો : પિસ્તા પ્રોટીન, વિટામીન અને મિનરલથી ભરપુર હોય છે. નાની ઉંમરે બાળકો ઝડપથી વધે છે. અને તેને સ્વસ્થ પોષક તત્વોની જરૂર હોય છે. તેવામાં પિસ્તાના પોષક તત્વો જેવા કે થાયમીન, નીયાસીન, રાઈબોફ્લેવીન, બી-6, વિટામીન એ, સી અને ઈ બાળકોમાં ઝડપથી વિકાસ કરે છે. તે બાળકોના સ્નાયુઓ, હાડકાઓ અને આંતરિક અંગોના વિકાસમાં મદદ કરે છે. આ સિવાય તે નર્વસ સિસ્ટમને મજબુત કરે છે. તમારી વિચારવાની ક્ષમતા વધારે છે. સાથે બાળકોને દરરોજ 20 ગ્રામ પિસ્તાનું સેવન કરવું જોઈએ.
ઇમ્યુનિટી : બાળકો માટે પિસ્તા ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે. નબળી પ્રતિરક્ષા પ્રણાલી વાળા બાળકો જલ્દી બીમાર પડતા હોય છે. વિભિન્ન પ્રકારના જીવાણું સંક્રમણ અને વાયરસ કમજોર પ્રતિરક્ષા પ્રણાલીને નુકશાન પહોંચાડે છે. પિસ્તા સફેદ રક્ત કોશિકાઓને વધારે છે, જે ઈમ્યુન સિસ્ટમની મજબૂતી માટે ખુબ જ જરૂરી છે.
બ્રેઈન બુસ્ટર : પ્રત્યેક 100 ગ્રામ પિસ્તામાં 560 કિલો કેલરી ઉર્જા હોય છે. જે બાળકોની શક્તિને વધારે છે. તે વાસ્તવમાં મગજને તેજ કરે છે. જે મગજની શક્તિ વધારે છે. તેને ઝડપથી કામ કરવામાં મદદ કરે છે. પ્રત્યેક 100 ગ્રામ પિસ્તામાં 457 મીલીગ્રામ ફોસ્ફરસની ઉચ્ચ માત્રા હોય છે કે, બાળકોની બુદ્ધિ અને મસ્તિષ્કના વિકાસમાં જરૂરી છે. તે બાળકોમાં વિચારવા અને સમજવાની શક્તિને તેજ કરે છે. તેનો બ્રેઈન પાવર વધારે છે. તેમજ મેમોરી પાવર પણ વધારવામાં મદદ કરે છે.
હાડકાના વિકાસ માટે : પિસ્તામાં બાળકોના વિકાસ માટે જરૂરી એમીનો એસિડ હોય છે. તે હાડકાઓની સંરચના નક્કી કરે છે સાથે તેના વિકાસમાં મદદ કરે છે. આ સિવાય પિસ્તા કેલ્શિયમથી ભરપુર હોય છે અને હાડકાઓના વિકાસ માટે કેલ્શિયમ જરૂરી છે. આથી દરરરોજ પિસ્તા ખાવાથી બાળકોના હાડકાને કેલ્શિયમ મળી રહે છે અને મજબુત બને છે. તેમજ કેલ્શિયમ દાંતને પણ મજબુત બનાવે છે.
બાળકોને પિસ્તા કેવી રીતે ખવડાવવા ? : તમે તેને પિસ્તા એમ જ ખવડાવી શકો છો. તમે પિસ્તાને દુધમાં ઉમેરીને પણ આપી શકો છો. પિસ્તાને બાળકોના સ્નેક્સ અને બિસ્કિટમાં મિક્સ કરી આપી શકો છો. તમે પિસ્તાને પીસીને અને દહીંમાં મિક્સ કરીને પણ આપી શકો છો.
આ બધી રીતે તમે બાળકોને પિસ્તા ખવડાવી શકો છો. તે બાળકોના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જો તમારા બાળકો પિસ્તા નથી ખાતા તો તેને અલગ અલગ વસ્તુમાં મિક્સ કરીને આપી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી