મિત્રો ઘણા લોકોને બપોરે જમ્યા પછી છાશ પીવાની આદત હોય છે. જયારે ઘણા લોકો ભોજન સાથે જ છાશ લે છે. પરંતુ જો તમે જમીને દહીં ખાવ છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. શરીરની કેટલીક બીમારી એવી છે જેને દહીંના સેવનથી દુર કરી શકાય છે. દહીં એ ઘણા પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. આથી તેનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. આવી કેટલીક બીમારી વિશે આ લેખને વાંચવો જરૂરી બની જાય છે.
દહીં ખાવાના ફાયદા ઘણા છે. તેમજ વિટામિન સીથી ભરપૂર છે, તેમજ તેમાં કેલ્શિયમ પણ છે. જો કે હાડકાં સ્વસ્થ રાખવામા મદદ કરે છે. દહીંને લોકો ઘણા પ્રકારે ખાય છે. ઘણા લોકો તેને સવારે ખાય છે તો ઘણા લોકો તેને સાંજે ખાય છે અથવા રાતના જમવામાં પણ તેને લેતા હોય છે. પરંતુ આજે અમે તમને લંચ પછી દહીં ખાવાના ફાયદાઓ જણાવીશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
વાસ્તવમાં આપણા માંથી ઘણા લોકો બપોરે ભારે ભોજન કરતાં હોય છે. જેમાં ઘણા બધા પકવાન સમાવિષ્ટ હોય છે. તેને ખાધા પછી તકલીફ એ થાય છે કે, તમને આખો દિવસ પેટમાં ભાર ભાર લાગ્યા કરે છે અને ખુબ જ ઊંઘ આવવા લાગે છે. ઘણી વખત તો જમ્યા પછી કામ કરવાનું હોય તો એસિડિટી અને બ્લોટિંગની સમસ્યા થઈ જાય છે. તેવામાં બપોરે જમ્યા પછી દહીં ખાવું તમને આ બધી જ તકલીફ માંથી બચાવી શકે છે. આથી ભોજન પછી દહીં ખાવાથી આવી સમસ્યા દુર કરી શકાય છે. તો ચાલો જાણીએ બપોરે જમ્યા બાદ દહીં ખાવાના ફાયદા.
અપચાની સમસ્યા : જો તમને અપચો રહેતો હોય તો તેના માટે બપોરે ભોજન પછી દહીં ખાવું જોઈએ. દહીં એક પ્રોબાયોટિક ફૂડ છે, જે આપણાં આંતરડામાં રહેતા સારા બેક્ટેરિયાને વધારે છે. આ સારા બેક્ટેરિયા ઝડપથી જમવાનું પચાવવામાં મદદ કરે છે. તે સિવાય દહીંમાં વિટામિન બી-12 અને લેક્ટોબેસિલ્સ બેક્ટેરિયા પણ હોય છે જે આંતરડાના બેક્ટેરિયાના વિકાસમાં મદદ કરે છે, બદલામાં પાચનમાં સહાયતા મળે છે.
એસિડીટી : એસિડીટીની સમસ્યા દુર કરવામાં દહીં મદદ કરે છે. ઘણા લોકોને બપોરે જમ્યા પછી એસિડીટી થતી હોય છે. એવામાં દહીં એસિડીટીને મટાડે છે. વાસ્તવમાં દહીં એક બેસિક નેચર વાળું ફૂડ છે, જે એસિડીટીથી લડવામાં મદદ કરે છે. આ રીતે દહીં એસિડીટીથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
મસાલેદાર ભોજનના નુકસાન : મસાલેદાર ભોજન લેવાના નુકશાન ઘણા છે અને જો તમે બપોરે વધારે મસાલેદાર ભોજન લો છો, તો આ સમસ્યા વધી શકે છે. તેવામાં દહીંનો ઠંડો ગુણ આ બધા જ નુકશાનને શરીરમાંથી ઓછા કરે છે. સાથે જ તે છાતીમાં બળતરની સમસ્યા પણ ઘટાડે છે.
કબજિયાતની સમસ્યા : જો તમને કબજિયાતની તકલીફ છે તો તેના માટે દહીંનું સેવન સારું માનવામાં આવે છે. દહીંમાં સારા બેક્ટેરિયા હોય છે જે પાચનતંત્રનું કામ ઝડપી કરવામાં મદદ કરે છે. દહીંનો પ્રોબાયોટિક ગુણ પેટના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને કબજિયાતને રોકે છે. તે ઝડપથી જમવાનું પચાવવામાં મદદ કરે છે અને પેટ સાફ કરીને કબજિયાતની સમસ્યાથી છૂટકારો અપાવે છે.
સ્ટ્રેસ અને એંગ્ઝાયટી : દહીં મસ્તિષ્ક માટે કંઈક અલગ પ્રકારે જ કામ કરે છે. તે સકારાત્મક અસર કરે છે અને તમારા તણાવ અને ચિંતાના સ્તરને ઘટાડે છે. જે આજકાલના સમયમાં ખુબ જ જરૂરી છે. તે મૂડ લિફ્ટર છે જે મૂડ ફ્રેશ કરે છે અને જમ્યા પછી કામને પાછા ફ્રેશ રીતે શરૂ કરવામાં મદદ કરે છે.
આ બધા સિવાય દહીંમાં રહેલ પાણીની મહત્વપૂર્ણ માત્ર તમને લાંબા સમય સુધી સારી રીતે હાઈડ્રેડ રાખી શકે છે. તેનાથી તમને બપોરના જમ્યા પછી અપચાની સમસ્યા થતી નથી. તો આ બધા જ ફાયદાઓ માટે તમારે બપોરના ભોજન પછી દહીં જરૂરથી ખાવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી