મિત્રો ઘણા લોકોને સવારે અમુક વસ્તુઓનું સેવન કરવાની આદત હોય છે. જો કે કોઈ વસ્તુનું ખાલી પેટ સેવન કરવું એ જે તે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. આથી જ આજે અમે તમને આ લેખમાં સવારે ખાલી પેટ ત્રિફલા ચૂર્ણ ખાવાથી થતા કેટલાક ફાયદાઓ વિશે વાત કરીશું. જેનાથી તમારું સમગ્ર સ્વાસ્થ્ય ખુબ જ સારું રહે છે. અને તમને અનેક લાભ પણ મળે છે.
સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ત્રિફલા એક સારો હર્બલ ઉપાય છે. જેનો પ્રયોગ આયુર્વેદમાં પ્રાચીન કાળથી જ ઘણા શારીરિક રોગોના ઉપચાર માટે કરવામાં આવી રહ્યો છે. તેના નિયમિત સેવનથી સ્વાસ્થ્યને ઘણા લાભ મળે છે. વાસ્તવમાં ત્રિફલા ત્રણ આયુર્વેદિક જડીબુટ્ટી આમળા, હરડે અને બહેડાનું મિશ્રણ છે.આ મિશ્રણમાં શક્તિશાળી ગુણ જોવા મળે છે. તે વિટામિન સી, એંટીઓક્સિડેંટ, એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણોની સાથે ઘણા એક્ટિવ કમ્પાઉન્ડથી ભરપૂર હોય છે. માટે તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે. ખાસ કરીને જો તમે સવારે ખાલી પેટ ત્રિફલાનું સેવન કરો તો, તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. તેનાથી ઘણા રોગો દૂર કરવામાં મદદ મળે છે. આ લેખમાં અમે તમને સવારે ખાલી પેટ ત્રિફલાનું સેવન કરવાના 5 ફાયદા જણાવી રહ્યા છીએ.
ખાલી પેટ ત્રિફલા ચૂર્ણ ખાવાના ફાયદા:- જે લોકોને ઓરલ હેલ્થમાં કોઈ તકલીફ હોય તો તેમના માટે ખાલી પેટ ત્રીફ્લાનું સેવન ખુબ જ સારું છે. ઓરલ હેલ્થ માટે લાભદાયી ગણવામાં આવે છે. મોં અને દાંતને સ્વસ્થ રાખવા માટે ત્રિફલા ઘણા પ્રકારે લાભદાયી થઈ શકે છે. તેમાં એન્ટિમાઈક્રોબિયલ અને એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે. જેનાથ તે દાંતમાં પ્લાકના નિર્માણને અટકાવે છે. આ રીતે તે, દાંતમાં સડો થવાથી અટકાવે છે. સાથે જ પેઢાનો સોજો પણ મટાડે છે.1) પેટને સ્વસ્થ રાખે છે:- પેટ સંબંધી સમસ્યાઓ જેવીકે, કબજિયાતા, એસિડિટી, ગેસ, બ્લોટિંગ, પેટનો દુખાવો અને અપચો વગેરે જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ત્રિફલા ખૂબ જ લાભદાયી છે. તે પાચન શક્તિ વધારે છે. સાથે જ તેમાં રેચક ગુણ હોય છે. તે પેટની બળતરા મટાડે છે અને સોજાને પણ મટાડે છે. આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારે છે અને પેટ સંબંધી સમસ્યાઓથી બચાવે છે.
2) વેઇટ લોસમાં લાભદાયી છે:- અધ્યયનમાં જોવા મળ્યું છે કે, શરીરની ચરબી ઘટાડવા માટે ત્રિફલા ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને તે પેટની આસપાસ જામેલી જિદ્દી ચરબી ઘટાડવામાં મદદ કરે છે. જો કોઈ વ્યક્તિ સંતુલિત આહાર અને નિયમિત એકસરસાઈઝ સાથે સવારે ખાલી પેટ ત્રિફલાનું સેવન કરે તો, તેનાથી ઝડપથી વેઇટ લોસમાં મદદ મળે છે.3) કેન્સરના જોખમને ઘટાડે છે:- સવારે ખાલી પેટ ત્રિફલાનું સેવન કરવાથી કેન્સર જેવા ગંભીર રોગોથી બચાવ અને તેમના વિકાસના જોખમને ઓછું કરવામાં મદ મળે છે. અધ્યયનમાં પણ ત્રિફલાના કેન્સર રોધી ગુણોની પુષ્ટિ કરવામાં આવી છે.
4) સોજાથી લડવામાં લાભદાયી છે:- એન્ટિઇમ્ફ્લેમેટરી અને એન્ટિઓક્સિડેંટ ગુણોને કારણે ત્રિફલા શરીરના સોજા મટાડવામાં મદદ કરે છે. સાથે જ તેમાં વિટામિન સી, પોલીફેનોલ, તેણીનં અને સેપોનીન જેવા સક્રિય યૌગિક પણ હોય છે જે, શરીરમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડવામાં મદદ કરે છે. જેનાથી શરીરમાં સોજા અને ઘણા ગંભીર રોગોના જોખમને ઓછા કરવામાં મદદ મળે છે.
ખાલી પેટ ત્રિફલાનું સેવન કેવી રીતે કરવું:- સામાન્ય રીતે એ સલાહ આપવામાં આવે છે કે, સવારે ખાલી પેટ નવશેકા પાણીની સાથે 500mg થી 1 ગ્રામ ત્રિફલાનું સેવન કરવામાં આવી શકે છે. તમારે પહેલા ત્રિફલા ચૂર્ણને જીભ પર રાખવાનું છે પછી નવશેકા પાણીની સાથે ગળી લેવું. તમે ચાહો તો રાત્રે નવશેકા પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ તેનું સેવન કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી