મિત્રો ફળ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક છે. ફળોની યાદીમાં એક સ્ટ્રોબેરીનો સમાવેશ થાય છે જે સ્વાદમાં ખાટી મીઠી અને સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તેના વિશે લોકોને ખૂબ જ ઓછી જાણકારી હોય છે. વિશેષ રૂપે ઉનાળાની ઋતુમાં મળતી આ સ્ટ્રોબેરી આજકાલ સુપર માર્કેટમાં આખું વર્ષ મળે છે. તેથી તેને શોધવી ખૂબ જ સરળ છે.
સ્ટ્રોબેરી ખાવાના કયા ફાયદા છે:- સ્ટ્રોબેરી ખાવાના ઘણા બધા ફાયદા છે. કારણ કે આ એક ફાઇબર ફૂડ છે. જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ નીચો આવે છે. વળી USDA પ્રમાણે 100 ગ્રામ સ્ટ્રોબેરી થી 58.8 એમજી વિટામિન સી મળે છે જે 12 બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે.વિટામીન સી ના જબરજસ્ત ફાયદા:- હેલ્થ લાઈન પ્રમાણે પૂરતા પ્રમાણમાં વિટામિન સી લેવાથી નીચેના ફાયદા મળે છે. બ્લડ શુગર વધવા નથી દેતું, કિડની ફેલ થતા બચાવે છે, હાઈ બ્લડ પ્રેશરથી દૂર રાખે, કોલેસ્ટ્રોલ વધતા અટકાવે, ટ્રાઈગ્લિસરાઇડને નિયંત્રિત રાખે, લોહીમાં યુરિક એસિડ ઘટાડે, ગાઉટ થી બચાવે, આયર્ન ની કમી ન થવા દે, ઇમ્યુનિટી સિસ્ટમને શક્તિશાળી બનાવે, યાદશક્તિ તેજ કરે, ટોક્સિન્સ બનવા નથી દેતું, આંખોને સ્વસ્થ રાખે.
1) કબજિયાતમાં ફાયદાકારક:- સ્ટ્રોબેરી ની અંદર સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ ફાઇબર નું સારું પ્રમાણ હોય છે. તેથી જે લોકોને લાંબા સમયથી કબજિયાતની ફરિયાદ હોય તેઓ આનુ સલાડ કે સ્મુધી બનાવીને સેવન કરી શકે છે.
2) પોટેશિયમ રાખશે હૃદયનું ધ્યાન:- USDA પ્રમાણે સ્ટ્રોબેરીમાં પોટેશિયમનું સૌથી વધારે પ્રમાણ હોય છે. હૃદય માટે આ પોષક તત્વ ખૂબ જ વધારે જરૂરી હોય છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે અને હૃદયની બીમારીઓ નથી થવા દેતું.3) ચપ્પુ ની ધાર કરતાં પણ તેજ થશે:- અનેક સંશોધનો દાવો કરે છે કે લાલ સ્ટ્રોબેરી મગજ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. દરરોજ આને ખાવા વાળી મહિલાઓ ને વિચારવા અને શીખવાની શક્તિ ખૂબ જ તેજ જોવા મળી હતી.
4) આ વાતનું રાખવું ધ્યાન:- સામાન્ય રીતે સ્ટ્રોબેરી ખાવી સુરક્ષિત હોય છે પરંતુ ઓછી ઉંમરના બાળકોમાં આ એલર્જી ઉત્પન્ન કરી શકે છે. તેમાં એક પ્રોટીન હોય છે જે એલર્જી થી પરેશાન બાળકોને નુકસાન પહોંચાડી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી