મિત્રો જો તમે પોતાના વધતા જતા વજનથી પરેશાન છો અને અનેક ઉપાયો કરવા છતાં પણ વજન ઓછો નથી થતો. તો તમે થોડા ઘરેલું ઉપચાર કરીને પણ વજન ઓછો કરી શકો છો. આવી જ એક વસ્તુ છે જેના સેવનથી તમે વધતો જતો વજન કંટ્રોલ કરી શકો છો. આ માટે તમે કિશમિશનું સેવન કરી શકો છો. જો તમે તેનું ખાલી પેટ સેવન કરશો તો વજન ઓછું કરવામાં તમને ઘણી મદદ મળે છે.
સ્થૂળતા એક ગંભીર સમસ્યા બની ચૂકી છે. તે માત્ર તમારી સુંદરતા જ ઘટાડતી નથી, પરંતુ તમને ગંભીર બીમારીઓના દર્દી બનાવવાની પૂરેપુરી તાકાત પણ રાખે છે. આજકાલ ઘણા બધા લોકો વધતાં વજનને કારણે પરેશાન છે. લોકો વજન ઘટાડવા માટે જિમમાં હજારો રૂપિયાની ફી આપી રહ્યા છે અને મોંઘા ડાયટ પ્લાન ફોલો કરી રહ્યા છે. તે છતાં પણ વજનમાં કોઈ ફેરફાર જોવા નથી મળતો.
તેમાં કોઈ શક નથી કે, વજન ઘટાડવા માટે હેલ્થી ડાયટની વાત કરીએ છીએ, તો તેનું લિસ્ટ ઘણું લાંબુ છે. દેખીતું છે કે, દરેક વસ્તુને ખાવી એ દરેક વ્યક્તિના બસની વાત નથી અને અમુક વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ પણ હોતી નથી. જો કે, એવી વસ્તુઓ પણ છે જે તમારી આસપાસ રહેલી હોય છે, પરંતુ તેના વિશે તમને ખબર હોતી નથી.
વજન ઘટાડવા માટે ફૂડ કોમ્બીનેશન પણ ઘણું અસરકારક છે. ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિય તમને એક એવા જ જબરદસ્ત કોમ્બીનેશન વિશે જણાવે છે કે, જે વજન ઘટાડવાથી લઈને પેટથી જોડાયેલી સમસ્યાઓ અને લોહીની ઉણપ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. સૌથી મોટી વાત એ છે કે, આ વસ્તુઓ સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવી છે. આથી તમારે એ માટે કોઈ વિશેષ ખર્ચ કરવાની પણ જરૂર નથી રહેતી. આ વસ્તુઓ તમે ઘરમાં જ અથવા તો બજારમાંથી સહેલાઈથી ખરીદી શકો છો.
વજન ઘટાડવા માટે કિશમિશ : કિશમિશ વજન ઘટાડવા માટે એક સારો વિકલ્પ હોય શકે છે. તેમાં નેચરલ શુગર હોય છે અને આયરન, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા પોષકતત્વોથી ભરપૂર હોય છે. તમે તેને તમારી સ્મૂદીમાં મિક્સ કરી સેવન કરી શકો છો.
કિશમિશના ફાયદા : કિશમિશ તમારી મીઠું ખાવાની લાલચને ઘટાડે છે. તે બ્લડ શુગર લેવલને વધારતી નથી. વિટામિન બી, સી અને આયરનથી ભરપૂર કિશમિશ ઇમ્યુનિટી મજબૂત કરે છે અને એનીમિયાથી બચાવે છે. ફાઇબરથી ભરપૂર કિશમિશ કબજિયાત રોકવામાં પણ મદદ કરી શકે છે. આમ કિશમિશ અનેક રોગો સામે પણ રક્ષણ પૂરું પાડે છે.
વજન ઘટાડવા માટે ગોળ : વજન ઘટાડવાનો સૌથી પહેલો નિયમ બધા જ રિફાઈન્ડ ફૂડને ડાયટમાંથી દૂર કરવાનો છે અને ખાંડ તેમાં સૌથી ઉપર આવે છે. તમે વજન ઘટાડી રહ્યા હોય તો તમારે ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરવો જોઈએ.
ગોળના ફાયદા : ગોળ મિનરલ્સ્થી ભરપૂર હોય છે અને તેમાં ખાંડની તુલનાએ કેલોરી પણ ઓછી હોય છે. 20 ગ્રામ ગોળમાં 38 કેલોરી હોય છે. ગોળ શરીર દ્વારા ધીરે ધીરે અવશોષિત થાય છે, માટે જ બ્લડ શુગર લેવલ ખાંડની જેમ ઝડપથી વધતું નથી.
કેવી રીતે કરવો કિશમિશ અને ગોળનો ઉપયોગ : સૂતા પહેલા એક મુઠ્ઠી કિશમિશ અને એક ગોળનો ટુકડો પાણીમાં પલાળી લો. સવારે ખાલી પેટ કિશમિશ ખાઈ લો અને ઉપરથી ગોળનું પાણી પિય લો. ધ્યાન રહે કે, વજન ઘટાડવાની યોજના માટે ગોળ અને કિશમિશ બંને સારા છે. પરંતુ જો તમે તેનું વધારે સેવન કરો છો તો તેનાથી વજન વધી શકે છે. સાથે જ જો તમને ડાયાબિટીસ હોય તો બંને વસ્તુઓને તમારા ડાયટમાં જોડતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી