મિત્રો હવે ઉનાળાના દિવસો શરુ થઈ ગયા છે એટલે સ્વાભાવિક છે કે, આપણે શરીરને ઠંડક મળે એ માટે એવી વસ્તુઓનું સેવન કરીએ છીએ. તેમાં તમે માંડવીને સામેલ કરી શકો છો. ઉનાળામાં તે શરીરને માટે અનેક રીતે ફાયદાઓ આપે છે. આથી ઉનાળામાં તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક બીમારી સામે રક્ષણ મળે રહે છે.
શિયાળાની ઋતુમાં ઘણા લોકો શેકેલી મગફળીનું સેવન કરતાં હોય છે. મગફળીનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદાઓ થઈ શકે છે. પરંતુ ઘણા લોકો ગરમીઓમાં મગફળી (કાચી બદામ)નું સેવન કરવાથી અચકાય છે. વાસ્તવમાં, જો તમે ગરમીમાં શેકેલી મગફળીનું વધારે માત્રામાં સેવન કરો છો તો તે, ગેસ, એસિડિટી અને અપચા જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે.
આ સ્થિતિમાં ગરમીમાં શેકેલી મગફળીની જગ્યાએ કાચી મગફળીનું સેવન કરવું જોઈએ. કાચી મગફળીનું સેવન કરવાથી ગરમીમાં ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. ખાસ કરીને તમે જ્યારે કાચી મગફળીને પલાળીને ખાઓ છો તો તે સ્થૂળતા, નબળા મસલ્સ વગેરે સમસ્યાઓને દુર કરવામાં તમને મદદ કરી શકે છે. આજે અમે આ લેખમાં ગરમીમાં કાચી મગફળી પલાળીને ખાવાથી થતાં ફાયદાઓ વિશે જણાવશું.
સાંધાના દુખાવા : જો તમને સાંધાની તકલીફ હોય તો તમારે તેના માટે મગફળીનું સેવન કરવું જોઈએ. સાંધા અને કમરના દુખાવાની સમસ્યાથી રાહત મેળવવા માટે મગફળીને પલાળીને ખાઈ શકાય છે. તેમાં રહેલ પ્રોટીન અને કેલ્શિયમ સાંધા અને કમરના દુખાવાથી રાહત અપાવવામાં અસરકારક હોય છે. મગફળીનો સ્વાદ વધારવા માટે તમે તેને સલાદના રૂપમાં પણ લઈ શકો છો.
હૃદયના સ્વાસ્થ્ય માટે : કાચી મગફળીને પલાળીને ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું કરી શકાય છે. વાસ્તવમાં, જ્યારે તમે કાચી મગફળીને પલાળીને ખાઓ છો તો, તે તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને સરખું કરે છે. તેનાથી હાર્ટ એટેકના જોખમને ઘટાડી શકાય છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે કાચી મગફળીનું સેવન કરવામાં આવે છે.
કેન્સર : કાચી મગફળીને પલાળીને ખાવાથી કેન્સર જેવી ગંભીર બીમારીથી બચી શકાય છે. તેમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ કેન્સરને રોકવામાં અસરકારક હોય છે. સાથે જ તેમાં અન્ય ઘણા પોષકતત્વો જોવા મળે છે જે, કેન્સરના રોગીઓ માટે લાભદાયી છે. જો કે ધ્યાન રહે તેનું સેવન છાલ વગર કરવું.
માંસપેશીઓ માટે : કાચી મગફળીનું સેવન માંસપેશીઓને ટોંડ કરવામાં અસરકારક છે. નિયમિત રૂપથી બદામની જેમ કાચી મગફળીનું સેવન કરવાથી તમારી માંસપેશીઓનો વિકાસ સરખી રીતે થઈ શકે છે. તેનાથી તમારો લૂક સારો થાય છે.
ગેસ અને એસિડિટીમાં : ગરમીમાં ગેસ અને એસિડિટીની સમસ્યા ખુબ વધારે હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે રોજ કાચી મગફળીને પાણીમાં પલાળીને ખાઓ. તેમાં રહેલા પોષકતત્વો પેટથી જોડાયેલી સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે. ખાલી પેટ કાચી મગફળીને ખાવાથી ગેસ અને એસિડિટીની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.
એનીમિયા : એનીમિયાથી છુટકારો મેળવવા માટે કાચી મગફળી પલાળીને ખાઈ શકાય છે. તેનાથી શરીરમાં આયરનની ઉણપ દૂર કરી શકાય છે. સાથે જ તે બ્લડ સર્ક્યુલેશન માટે પણ સારી છે. તેવામાં એનીમિયા રોગીઓ માટે કાચી મગફળીનું સેવન લાભદાયી થઈ શકે છે.
ડાયાબિટીસ : પલાળેલી કાચી મગફળીનું સેવન કરવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરી શકાય છે. સાથે જ તેનાથી ડાયાબિટીસ જેવી સમસ્યાથી બચી શકાય છે. જો કે, તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ પછી જ તેનું સેવન કરવું જોઈએ.
કાચી મગફળીનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. જો કે, તમે પહેલેથી જ કોઈ સમસ્યાથી જજૂમી રહ્યા હોય તો, ડોકટરની સલાહ પછી જ તેનું સેવન કરવું જોઈએ. આ સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓને દુર કરવા માટે કાચી મગફળી ખુબ જ ફાયદાકારક છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી