મિત્રો તમે આ ઉનાળામાં દહીં અને છાશનું સેવન કરતા હશો. કારણ કે તેનાથી ગરમીમાં રાહત મળે છે. આ સિવાય તમે મધનું સેવન પણ કર્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે, દહીં અને મધને એકસાથે મિક્સ કરીને ખાવાથી તમારા સ્વાસ્થ્યને અનેક લાભો મળી શકે છે. જો તમારો વજન વધી રહ્યો છે તો તેને કંટ્રોલ કરવા માટે તેમજ ઈમ્યુન સિસ્ટમ મજબુત કરવા માટે દહીં અને મધનું સેવન ફાયદાકારક છે.
દહીંની સાથે મધ મિક્સ કરીને ખાવાથી ઘણા શારીરિક લાભો થઈ શકે છે. આથી જ એક્સપર્ટ દહીંની સાથે મધ ખાવાની સલાહ આપે છે. જો તમે મધ અને દહીંના મિશ્રણને ખાવાના ફાયદાઓ નથી જાણતા તો આ લેખ એક વખત જરૂરથી વાંચો.
દહીં ખાવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી માનવામાં આવ્યું છે. ખાસ કરીને ઉનાળામાં. તેની ઠંડી તાસીર શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. સાથે જ શરીરને અનેક ફાયદાઓ આપે છે. દહીંનું સેવન કરવું પેટ માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે આ સારા બેક્ટેરિયાને વધારી ડાઈજેશન સુધારવામાં મદદ કરે છે.
ઘણા લોકો દહીંમાં ખાંડ નાખીને ખાય છે, તો ઘણા લોકો મીઠું અને મરચું નાખીને ખાય છે. પરંતુ જો કોઈ દહીંમાં મધ નાખીને ખાય છે તો તેનાથી તેને વધુ ફાયદાઓ થાય છે. તેનું કારણ એ છે કે, મધ પોષક તત્વોથી ભરપુર હોય છે અને તેને દહીંમાં મિક્સ કરીને ખાવાથી તેમાં પોષક તત્વોની માત્રા વધી જાય છે.
હાર્વર્ડ હેલ્થ અનુસાર મધમાં 17% પાણી હોય છે, 31% ગ્લુકોઝ અને 38% ફ્રક્ટોજ હોય છે. આ સાથે જ આ જસ્તા, મેગેનિઝ, કેલ્શિયમ, આયરન, પોટેશિયમ, વિટામીન અને એન્ટી ઓક્સીડેન્ટમાં પણ હાઈ હોય છે. એવું કહેવામાં આવે છે કે, 1 ચમચી મધમાં 64 કેલરી અને 17.30 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે.
ચૈન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ એ દહીંના પણ ઘણા ફાયદાઓ જણાવ્યા છે. દહીં પ્રોટીન, કેલ્શિયમ, પ્રોબાયોટીકસ, મિનરલ, વિટામીન અને એન્ટી ઓક્સીડેન્ટનો ઘણો સારો સોર્સ હોય છે. જો કોઈ દહીંની સાથે મધનું સેવન કરે છે તો તેને ઘણા ફાયદાઓ થાય છે.
પ્રોટીનની કમી : બધા જાણે છે કે, દહીં પ્રોટીનના વેજીટેરીયન સોર્સ માંથી એક છે. જે લોકો કસરત કરે છે તે લોકોએ વર્કઆઉટ પહેલા કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન વાળો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. દહીં પ્રોટીનથી ભરપુર હોય છે અને મધમાં ઉચ્ચ માત્રામાં ગ્લુકોઝ હોય છે. આથી જે લોકો દહીંમાં મધ મિક્સ કરીને ખાય છે, તો તેના ઘણા ફાયદાઓ મળે છે. તેનું સેવન વર્કઆઉટ પછી પણ કરી શકાય જેનાથી સ્નાયુઓની રીકવરીમાં પણ મદદ મળે છે.
પ્રોબાયોટીક્સનો સોર્સ : મધ અને દહીં બંને પ્રોબાયોટીક્સથી ભરપુર હોય છે. જે મૂળ રૂપમાં જીવિત બેક્ટેરિયા અને યીસ્ટ હોય છે. આ ડાઈજેશનમાં મદદ કરે છે અને પેટના સ્વાસ્થ્યને સારું બનાવે છે. આથી એક્સપર્ટ બધાને ઉનાળામાં દહીં ખાવાની સલાહ આપે છે. ભોજન સિવાય નાસ્તામાં પણ દહીંનું સેવન કરી શકાય છે.
હાડકા : દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપુર માત્રામાં રહેલ છે આથી આ બંને ન્યુટ્રીએન્ટ મળીને હાડકાને મજબૂતી પ્રદાન કરે છે. જે લોકોના હાડકામાં દુખાવો થાય છે તે લોકોએ દહીં અને મધ ખાવાથી ફાયદો થાય છે.
ઇમ્યુનિટી : દહીં અને મધમાં વિટામીન સી હોય છે. જે ઈમ્યુન સિસ્ટમ મજબુત કરવામાં મદદ કરે છે. આ વાત તો તમે સૌ જાણતા હશો કે, કોરોના મહામારીના સમયે ઇમ્યુનિટી વધારવા માટે વિટામીન સી વાળા ફૂડસનું સેવન કરવાની સલાહ આપવામાં આવતી હતી.
ડાઈજેશન : ઉનાળાની ઋતુમાં અક્સર લોકોને ડાઈજેશન સારું નથી રહેતું આથી લોકો હળવું ખાવાનું પસંદ કરે છે. પરંતુ જો લોકો ઉનાળામાં દરરોજ કોઈને કોઈ રૂપે દહીંનું સેવન કરે છે તો તેને પેટ સંબંધિત સમસ્યાઓ નથી રહેતી અને ડાઈજેશન પણ સારું રહે છે. આથી તમે ભોજનમાં દરરોજ એક વાટકી દહીંનું સેવન કરો અથવા 1 ગ્લાસ લસ્સીનું સેવન કરો. લસ્સીમાં મધ નાખો.
બીમારીઓ : એક્સપર્ટ જણાવે છે કે, દહીં અને મધને મિક્સ કરીને ખાવાથી ઘણી બીમારીઓમાં પણ મદદ મળે છે. આ બીમારીઓમાં ઓસ્ટીયોપોરોસીસ, લોહીના ગઠ્ઠા, દસ્ત, વજન વધારો, ગઠીયા, હૃદય અને લોહી સંબંધિત બીમારીઓ સામેલ છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી