મિત્રો તમે કદાચ શિયાળામાં ઘી ખાવાના ફાયદાઓ વિશે જાણતા હશો, કારણ કે શિયાળામાં શરીરને ફીટ રાખવા, ગરમ રાખવા, તેમજ સ્વાસ્થ્ય સારું રહે એ માટે ઘી નું સેવન કરવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે, ઉનાળામાં પણ ઘી ખાવાથી ઘણા ફાયદા મળે છે. આથી જો તમે ઉનાળામાં પણ તમારું સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હો તો ઘી નું સેવન જરૂરથી કરવું જોઈએ.
ઘીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ મળે છે. આયુર્વેદ મુજબ ઘી એક સારું એવું સુપર ફૂડ છે જે માત્ર તમારા ભોજનને સ્વાદ જ નહિ, પરંતુ સ્વાસ્થ્યને લાભ પણ પ્રદાન કરે છે. આયુર્વેદનું માનો તો, ઘી પોષકતત્વોથી ભરપૂર હોય છે. સાથે જ તે કાયાકલ્પમાં પણ મદદ કરે છે. ઘીમાં ઓમેગા-3 ફૈટી એસિડ, વિટામિન એ અને વિટામિન સી જેવા જરૂરી પોષકતત્વો રહેલા હોય છે જે, શરીરને જરૂરી પોષણ પ્રદાન કરે છે. સાથે જ શરીરના અન્ય અંગોના કામકાજને જાળવી રાખવામાં પણ મદદ કરે છે.
ઘીના અનેક સ્વાસ્થ્ય લાભ છે, પરંતુ શું તમે જાણો છો કે, ગરમીમાં ઘીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ચમત્કાર કરી શકે છે ? જી હા મિત્રો, તમે બિલ્કુલ સાચું જ વાંચ્યું છે. ડાયેટિશિયનનું માનો તો, આમ તો ઘીનું સેવન કોઈ પણ ઋતુમાં કરી શકાય છે, પરંતુ ઘીમાં અમુક એવા ગુણ રહેલા હોય છે જે તેને ગરમી માટે સારામાં સારું ફૂડ બનાવે છે. ઘી શરીરમાં પિત્તને સંતુલિત કરવામાં મદદ કરે છે અને શરીરની ગરમીને ઘટાડવા માટે એક સારું એવું સુપરફૂડ છે. આ લેખમાં આપણે જાણીશું ગરમીમાં ઘી ખાવાથી મળતા 5 ફાયદાઓ વિશે.
શરીરની ઉર્જા : શરીરને ચાલવા માટે તેમજ સ્વાસ્થ્યને ફીટ રાખવા માટે ઉર્જાની જરૂર પડે છે. જયારે ઉનાળામાં સખ્ત તાપને કારણે શરીરની ઉર્જા ખત્મ થઈ જાય છે. જયારે ઘી એ તમને પુરતી ઉર્જા આપે છે. ડાયેટિશિયનના મત મુજબ ઘીમાં હેલ્થી ફૈટ્સ હોય છે. આપણા શરીરમાં કેશિકાઓના વિકાસ માટે હેલ્થી ફૈટ્સની આવશ્યકતા હોય છે. તે સિવાય તે શરીરને ઉર્જા પ્રદાન કરે છે. ઘીનું સેવન કરવાથી શરીરમાં પોષકતત્વોનું અવશોષણ સરખી રીતે થાય છે. સાથે જ તે શરીરમાં જરૂરી હાર્મોન્સના ઉત્પાદન માટે પણ ફાયદાકારક છે.
પોષણ : શરીરનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે તમારે પુરતા પોષણની જરૂર પડે છે. જયારે ડાયેટિશિયન જણાવે છે કે, આયુર્વેદ મુજબ ઘી તમારી ત્વચાને મોઈશ્ચોરાઇઝ કરવામાં મદદ કરે છે, માત્ર એટલું જ નહીં ઘી તમારા શરીરને હાઈડ્રેડ રાખે છે. ત્વચા પર ઘી લગાડવાથી ડ્રાઈ સ્કિનથી છુટકારો મળે છે અને ત્વચામાં ચમક આવે છે.
રોગપ્રતિકારક ક્ષમતા : આપણું શરીર રોગો સામે લડી શકે એ માટે તમારી ઈમ્યુન સિસ્ટમ મજબુત હોવી જરૂરી છે. જયારે ઘી એ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ડાયેટિશિયન મુજબ ઘણા વાઈરલ સંક્રમણ જોખમ ગરમીમાં ખુબ જ વધી જાય છે. ઘી ખાવાથી શરીરની ઇમ્યુનિટીને મજબૂત થવામાં મદદ મળે છે. જેનાથી શરદી-ઉધરસ, તાવની સાથે અન્ય વાઈરલ સંક્રમણના જોખમને ઘટાડવામાં મદદ મળે છે. સાથે જ ઘીમાં વિટામિન એ અને સી જેવા પોષકતત્વો પણ હોય છે જેનાથી ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ મળી શકે છે.
પેટ માટે : જો તમે અક્સર પેટને લગતી કોઈ તકલીફ હોય તો તમારે ઘી નું સેવન કરવું જરૂરી બની જાય છે. આયુર્વેદ મુજબ ઘીનું સેવન કરવાથી પાચનમાં સુધાર થાય છે. ગરમીની ઋતુમાં વધારે ગરમી પેટમાં કબજિયાત જેવી સમસ્યાઓનું કારણ બને છે. ઘીનું સેવન કરવાથી શરીરની ગરમી અને પિત્ત દોષને સંતુલિત કરવામાં મદદ મળી શકે છે.
ઠંડક : ઉનાળામાં શરીર ઠંડકની જરૂર હોય છે આથી ઘીનું સેવન તમારા શરીરને પુરતા પ્રમાણમાં ઠંડક આપવાનું કામ કરે છે. ડાયેટિશિયન મુજબ ઘી સ્વાદમાં મીઠું અને તેની પ્રકૃતિ ઠંડી હોય છે. ગરમીમાં ઘીનું સેવન તમને અંદરથી ઠંડા કરવામાં મદદ કરે છે. સાથે જ તે શરીરના સોજાને પણ ઘટાડે છે. તે શરીરમાં પિત્તને સંતુલિત કરીને શરીરની ગરમીને શાંત કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી