દેશી ઘી અને સાકર એકસાથે ખાવાથી શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે. મોટા ભાગે બધા લોકો સાકર અને વરિયાળીનું સેવન જમ્યા પછી કરતા હોય છે. ઘી સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. ઘી માં મળતા ગુણો અને પોષકતત્વો શરીરન અનેક બીમારીઓમાંથી બચાવે છે. શરદી-ઉધરસથી લઈને ઈમ્યુનીટી વધારા માટે સાકર અને ઘી નું સેવન ખુબજ ફાયદાકાર માનવામાં આવે છે.
ઘી માં લિનોલીક એસિડ જોવા મળે છે. જે શરીરમાં વધારાની ચરબી ઘટાડવામાં ફાયદાકારક છે. આયુર્વેદ માં ઘી નો ઉપયોગ ઔષધી ના રૂપ માં કરવામાં આવે છે. સ્વસ્થ અને પૌષ્ટિક આહાર લેવાથી તમારું શરીર હેલ્ધી રહે છે અને અનેક બીમારીઓનો શિકાર પણ નથી થતું.
ઘી અને સાકર ખાવાના ફાયદા:- દેશી ઘી માં હાજર ગુણ શરીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા ખુબજ ઉપયોગી છે. જો તમે રોજ દેશી ઘી સાથે એક ચમચી સાકરનું સેવન કરો છો તો શરીરમાં હાજર ઘણી બધી સમસ્યા દૂર થઇ જશે અને શરીરને નીરોગી રાખશે. સાકરનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ પૂરી થાય છે. દરરોજ દેશી ઘી અને સાકર ખાવાથી શરીરમાં અઢળક ફાયદા થાય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે:- શરીરમાં ઈમ્યુનીટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ નબળી થવાથી આપણાં શરીરમાં સંક્રમણ અને બીમારીઓ થાય છે. શરીરમાં ઈમ્યુનીટી વધારવા માટે ઘી અને સાકર સેવન ફાયદાકારક છે. તે માટે તમારે રોજ સવારે એક ચમચી દેશી ઘી સાથે એક ચમચી સાકરનું સેવન કરવું જોઈએ.
શરદી-ઉધરસ:- ક્ષમતા કમજોર થવાથી તમને જલ્દી શરદી-ઉધરસની સમસ્યા થઈ શકે છે. શરદી-ઉધરસની સમસ્યામાં સાકર અને દેશી ઘી ખાવાથી ઘણા બધું ફાયદાકારક સાબિત થાય છે. માટે તમે એક ચમચી દેશી ઘી માં એક ચમચી સાકર મેળવી દો. અને તેમાં મરીનો થોડો પાવડર ઉમેરો. આ ત્રણ વસ્તુને સારી રીતે મેળવીને થોડું ગરમ કરો અને ખાઈ લો. આવી રીતે બે થી ત્રણ વાર કરવાથી શરદી-ઉધરસમાં ફાયદો જોવા મળશે.
શરીરમાં હિમોગ્લોબિન વધારવા:- શરીરમાં હિમોગ્લોબીનનું સ્તર વધારવા દેશી ઘી અને સાકરનું સેવન કરવાથી ફાયદો થાય. ઘણી વખત બહારનું ખાવા પીવાથી અને અમુક બીમારીઓના કારણે હિમોગ્લોબીમનું સ્તર ઓછું થવાથી લોહીની કમી થાય છે. આવી સમસ્યામાં તમારે સાકર અને દેશી ઘી નું એકસાથે સેવન કરવું જોઈએ. જેથી લાભ થશે.પાચનતંત્ર:- પાચનતંત્ર ખરાબ થવાથી પેટમાં ગેસ, કબજિયાત અને પાચનને લગતી સમસ્યા થાય છે. પાચનતંત્રને મજબુત કરવા માટે ઘી અને સાકરનું સેવન કરવું ખુબજ ફાયદાકારક છે. માનવામાં આવે છે કે ઘી માં ઘણા બધા એવા ઉપયોગી ગુણો હાજર હોય છે જે શરીર અને પાચનને મજબુત કરવાનું કામ કરે છે. પાચનતંત્ર સારું હોવાથી તમે જે વસ્તુનું સેવન કરો છો તે પોષક તત્વો ને સરળતાથી શોષવામાં પણ મદદ કરે છે.
શરીરમાં એનર્જી:- જો તમને શરીરમાં થાક અને ઉર્જા ઓછી લાગે છે તો તમે એવામાં ઘી અને સાકર ખુબ ફાયદાકારક થઇ શકે છે. ઘી અને સાકર નું એક સાથે સેવન કરવાથી તમારા શરીરને તરતજ એનર્જી આપે છે અને થાક અને કમજોરીને દૂર કરે છે.
ફૂડ પોઈઝનિંગમાં:- અસંતુલિત ખાવા પીવાથી ને ખોટા ખોરાકનું સેવન કરવાથી તમને ફૂડ પોઝનીંગની સમસ્યા થઇ શકે છે. આ સમયે તમે દેશી ઘી અને સાકરનું સેવન કરવાથી ફાયદો મળશે. આ સમસ્યામાં તમાર ડોક્ટરની સાલહ જરૂર લેવી પછી આ બંને વસ્તુનું સેવન કરવું. દેશી ઘી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં પણ આનો ઉપયોગ ઔષધી રૂપે કરવામાં આવે છે. દેશી ઘી અને સાકરનું સેવન કરવાથી શરીર સ્વસ્થ અને નીરોગી રહે છે. જો તમને કોઈ બીમારી હોય તો ડોક્ટરની સલાહ બાદ સેવન કરવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી