ભારતમાં મોટા ભાગના લોકો ડાયાબિટીસની બીમારીથી લડી રહ્યા છે. હવે આ નાની ઉંમરના વ્યક્તિઓમાં પણ આ બીમારી જોવા મળે છે. ડાયાબિટીસના દર્દીઓએ ખાણીપીણીનું વિશેષરૂપે ધ્યાન રાખવું જોઈએ. અનિયંત્રિત ખાણીપીણી અને ખરાબ જીવનશૈલીના કારણે લોકોમાં ડાયાબિટીસની સમસ્યા ઝડપથી વધી રહી છે. શરીરમાં હાજર બ્લડ શુગરના સ્તર વધવાને ડાયાબિટીસ કહેવાય છે. ડાયાબિટીસની સમસ્યામાં બ્લડશુગરને નિયંત્રિત કરવા માટે લવિંગનો ઉપયોગ અત્યંત ફાયદાકારક છે.
આયુર્વેદમાં લવિંગને અત્યંત અસરકારક ઔષધિ માનવામાં આવ્યુ છે. ભોજનના મસાલા રૂપે પણ લવિંગનો ઉપયોગ ફાયદાકારી છે. તેના સિવાય લવિંગનું સેવન શરીરની અનેક ગંભીર સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે લવિંગ રામબાણથી સહેજ પણ ઓછું નથી. આનું સેવન શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવાનું કામ કરે છે. લવિંગનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે અને તેમાં હાજર ગુણ શુગરને નિયંત્રિત રાખવાનું કામ કરે છે. આવો જાણીએ ડાયાબિટીસની સમસ્યામાં લવિંગ ખાવાના ફાયદા અને કેવી રીતે તેનું સેવન કરી શકાય છે.ડાયાબિટીસમાં લવિંગ ખાવાના ફાયદા:- આયુર્વેદમાં લવિંગને અત્યંત અસરકારક ઔષધિ માનવામાં આવી છે. આનું સેવન શરીરની અનેક ગંભીર સમસ્યાઓ અને બીમારીઓને દૂર કરવામાં જૂના જમાનાથી કરવામાં આવી રહ્યું છે. આયુર્વેદિક ડોક્ટર ના જણાવ્યા પ્રમાણે લવિંગમાં હાજર ગુણ ડાયાબિટીસની સમસ્યામાં બ્લડશુગરને નિયંત્રિત કરવા માટે ઉપયોગી છે. લવિંગમાં હાજર એન્ટીવાયરલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, કાર્મિનેટિવ અને એન્ટી ફ્લૈટુલેંટ ગુણ ડાયાબિટીસમાં બ્લડશુગરને નિયંત્રિત કરવામાં અત્યંત ઉપયોગી છે. તેના સિવાય લવિંગમાં નાઈગ્રીસિનની માત્રા ઉપલબ્ધ હોય છે જે ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને ઠીક કરવામાં ઉપયોગી છે. ડાયાબિટીસના દર્દીઓ ડોકટરની સલાહ ના આધારે અનેક રીતે લવિંગનું સેવન કરી શકે છે.
ડાયાબિટીસ માં કેવી રીતે ખાવું લવિંગ:- ડાયાબિટીસના દર્દીઓ બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત રાખવા માટે લવિંગનું અનેક રીતે સેવન કરી શકે છે. એક્સપર્ટ જણાવે છે કે ડાયાબિટીસના દર્દીઓએ લવિંગને હંમેશા ચૂસીને ખાવું જોઈએ., તેને ગળવું ન જોઈએ. તેના સિવાય તમે ડાયાબિટીસમાં બ્લડશુગરને કંટ્રોલ કરવા માટે લવિંગનું પાણી અને લવિંગનો ઉકાળો પણ પી શકો છો. તો આવો જોઈએ લવિંગનું પાણી અને ઉકાળો કેવી રીતે તૈયાર કરી શકાય.લવિંગનું પાણી:- ડાયાબિટીસના દર્દી બ્લડશુગરને નિયંત્રિત રાખવા માટે લવિંગનું પાણી પી શકે છે. લવિંગનું પાણી તૈયાર કરવા માટે તમે સૌથી પહેલા ચાર થી પાંચ લવિંગને રાત્રે એક ગ્લાસ સ્વચ્છ પાણીમાં પલાળી દો. ત્યારબાદ સવારમાં આ પાણીને પી લો અને લવિંગને ચૂસીને ખાઈ લો. આ પ્રમાણે કેટલાક દિવસ સુધી કરવાથી તમને જરૂરથી ફાયદો થશે
લવિંગનો ઉકાળો:- લવિંગનો ઉકાળો ન માત્ર ડાયાબિટીસમાં બ્લડશુગરને નિયંત્રિત કરવા માટે ફાયદાકારક છે પરંતુ આનું સેવન તમારા શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવાનું કામ કરે છે. લવિંગ નો ઉકાળો બનાવવા માટે સૌથી પહેલાં ચારથી પાંચ લવિંગની કળીઓ લો. તેને એક ગ્લાસથી વધારે પાણીમાં નાખીને સરસ રીતે ઉકાળો. જ્યારે પાણી અડધાથી ઓછું રહી જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો. ત્યારબાદ થોડું ઠંડુ થાય એટલે ગાળી ને પીવો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી