મિત્રો જેમ તમે જાણો છો એમ શિયાળામાં અનેક શાકભાજી આવે છે, ખાસ કરીને લીલોતરી શાકભાજી આ ઋતુમાં ખાવાની સલાહ આપવામાં આવે છે. આ ઋતુમાં તમને માર્કેટમાં ગાજર, કેપ્સીકમ, બીટ, કોથમીર, કાકડી, કોબી, લીલી હળદર, આદુ, વગેરે વધુ જોવા મળે છે. પણ આ ઋતુમાં ગાજરનું ખુબ જ મહત્વ રહેલ છે. ગાજરએ અનેક પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. આથી જ તમારે આ ઋતુમાં ગાજરનું સેવન જરૂર કરવું જોઈએ.
એક વાત ખાસ યાદ રાખો કે એવો એક પણ ગુણ નહિ હોય જે ગાજર માં ન હોય, એટલે ગાજરને બધા જ પોષક તત્વોનો ખજાનો માનવામાં આવે છે. આથી જ શિયાળામાં ગાજરને સુપર ફૂડ કહેવામાં આવે છે. તેમાં એન્ટી ઓક્સીડેંટ ગુણ હોય છે, જે ફ્રી રેડિકલ્સથી બચાવે છે. ગાજર આંખ માટે, ડાયાબીટીસ, હ્રદય અને કેન્સર જેવી બીમારીઓમાં ફાયદાકારક માનવામાં આવે છે, તે કબજિયાતની સમસ્યાને પણ દુર કરે છે.
ગાજરને શિયાળાનું સુપર ફૂડ કહેવામાં આવે છે. તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને અનેક પોષક તત્વોથી ભરપુર હોય છે. એક અડધા કપ ગાજરમાં 25 કેલેરી, 6 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 2 ગ્રામ ફાઈબર, 3 ગ્રામ શુગર અને 0.5 ગ્રામ પ્રોટીન હોય છે. ગાજરમાં વિટામીન એ, કે, સી, પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ અને આયરન જેવા પોષકતત્વો વિટામીન અને મિનરલ્સ રહેલા છે. ગાજરમાં એક મજબુત એન્ટી-ઓક્સીડેન્ટ પણ મળે છે, જે ખુબ જ લાભકારી છે. ચાલો તો તેના ફાયદાઓ વિશે જાણી લઈએ.
1) આંખ માટે ફાયદાકારક છે : ગાજર આંખ માટે ખુબ જ સારા માનવામાં આવે છે. તેમાં બીટા કેરોટીન ભરપુર માત્રામાં હોય છે, જે શરીરમાં જઈને વિટામીન એ બની જાય છે. આ વિટામીન આંખને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ બીટા કેરોટીન તેજ ધૂપમાં આંખનું રક્ષણ કરે છે, મોતિયો તેમજ આંખની અન્ય સમસ્યાઓને પણ ઓછી કરે છે. પીળા ગાજરમાં લ્યુટીન હોય છે, અભ્યાસ અનુસાર ઉંમર વધવાની સાથે આંખની સમસ્યાઓને પણ રોકે છે.
2) કેન્સરના જોખમને ઓછું કરે છે : ગાજર કેન્સરની સમસ્યાઓને ઓછી કરે છે. તેમાંથી મળતા એન્ટી ઓક્સીડેંટ તમારા શરીરમાં હાનીકારક ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે. ગાજરમાં બે મુખ્ય પ્રકારના એન્ટી ઓક્સીડેંટ કેરોટીનોયડ અને એન્થોસાયનીન હોય છે, જે કેન્સર સામે લડવામાં ખુબ જ જરૂરી માનવામાં આવે છે. આ કેરોટીનોયડને કારણે ગાજરનો રંગ કેસરી અને પીળો હોય છે. જ્યારે એન્થોસાયનીનમાં તેનો રંગ લાલ અને જાંબલી હોય છે.
3) હૃદય માટે ફાયદાકારક છે : ગાજર એ હૃદય માટે ખુબ જ ફાયદાકારક છે. તેને એન્ટી ઓક્સીડેંટ હૃદય માટે ખુબ જ ગુણકારી છે. આ સિવાય ગાજરમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ગાજરમાં રહેલ ફાઈબર વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. તેમજ હૃદયની બીમારીઓનું જોખમ પણ ઓછું કરે છે. લાલ ગાજરમાં લાઈકોપીન હોય છે જે હૃદય રોગને રોકે છે.
4) ઈમ્યુન સીસ્ટમને વધારે છે : ઈમ્યુન સીસ્ટમ વધારવામાં ગાજર ખુબ જ ફાયદાકારક છે. તેમાં રહેલ વિટામીન સી શરીરમાં એન્ટી બોડીસ બનાવવામાં મદદ કરે છે. જે ઈમ્યુન સીસ્ટમ મજબુત કરે છે. વિટામીન સી તમારા શરીરને આયરન લેવા અને તેનો ઉપયોગ કરવાની સાથે ઇન્ફેકશન રોકવામાં મદદ કરે છે.
5) કબજીયાતની સમસ્યા દુર કરે છે : જો તમને કબજીયાતની સમસ્યા રહે છે તો ગાજર એ માટે ખુબ જ ફાયદાકારક છે. જો તમારું પેટ સાફ નથી રહેતું તો તમારે કાચું ગાજર ખાવું જોઈએ. તેમાં રહેલ ફાઈબર કબજીયાતને ઓછું કરે છે. આ સિવાય ગાજરમાં કેલ્શિયમ અને વિટામીન K હોય છે આ બંને હાડકાઓને મજબુત બનાવે છે.
6) ડાયાબીટીસને કંટ્રોલ કરે છે : ગાજર ડાયાબીટીસને કંટ્રોલમાં રાખે છે. ડાયાબીટીસના દર્દીઓને ગાજર સહીત સ્ટાર્ચ વગરની શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. ગાજરમાં રહેલ ફાઈબર બ્લડ શુગરના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ગાજર વિટામીન એ અને બીટા કેરોટીન ડાયાબીટીસ થવાની સંભાવનાને પણ ઓછી કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી