મિત્રો આપણે મગજની યાદશક્તિ વધારવા માટે સામાન્ય રીતે બદામ ખાવાની સલાહ આપીએ છીએ. જો કે બદામ એ મગજ માટે હેલ્દી છે. પણ આ સિવાય અન્ય એવા શાકભાજી પણ છે જેના સેવનથી તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહી શકે છે. તેમજ તમારું યાદ શક્તિ પણ વધી શકે છે. આવા શાકભાજીમાં તમે રીંગણા સામેલ કરી શકો છો. કહેવાય છે કે, તેના સેવનથી તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહી શકે છે. તેમજ રીંગણાના સેવનથી તમને સ્વાસ્થ્યના અન્ય ફાયદાઓ પણ મળે છે. ચાલો તો આપણે આ લેખમાં રીંગણાના સેવનથી થતા કેટલાક ફાયદાઓ વિશે જાણી લઈએ.
રીંગણાંને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. તે હાડકાંને મજબૂત બનાવવાની સાથે સાથે ઓસ્ટીયોપોરોસિસને અટકાવવા, હાર્ટને સારું રાખવા અને ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. રીંગણમાં ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામિન એ, બી, સી, ફોલેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફૉસ્ફરસ જેવા ખનીજ જોવા મળે છે. આ રીતે તે આપણાં સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે.
જાણવા મળતી માહિતી મુજબ, રીંગણમાં એંથોસાઈનીન અને નાસૂનીન જેવા પોષકતત્વો હોય છે જે મુક્ત કણોની મસ્તિષ્ક કેશિકાઓના નુકશાનથી રક્ષા કરવામાં મદદ કરે છે. તે ન્યૂરોઇન્ફ્લેમેશનને અટકાવવામાં અને મસ્તિષ્કમાં લોહીના પ્રવાહને સારું કરવાનું કામ કરે છે. જેનાથી મેમોરી લોસ અને ઉંમર સંબંધિત માનસિક બીમારીઓને અટકાવવામાં મદદ મળે છે. રીંગણાં ફાઇટોન્યુટ્રિએંટ્સનો પણ સારો સ્ત્રોત છે. જે માનસિક સ્વાસ્થ્યને વધારવાનું કામ પણ કરે છે. માટે તેને બ્રેન ફૂડ પણ કહેવામાં આવે છે. રીંગણાંમાં રહેલ પોટેશિયમ, વેસોડિલેટર અને બ્રેન બુસ્ટરની જેમ પણ કાર્ય કરે છે.
રીંગણમાં રહેલ ફેનોલીક તત્વ ઓસ્ટીયોપોરોસિસ બીમારીને અટકાવવામાં અને બેન્સની ઘનત્વતાને વધારે છે. જેનાથી હાડકાંનું નિર્માણ સારું થાય છે. રીંગણાંમાં કેલ્શિયમ અને પોટેશિયમ હાડકાંને સ્વસ્થ રાખવા અને મજબૂત બનાવવાનું કામ કરે છે. તે સિવાય રીંગણાં ગ્લુકોમાના ઈલાજ અને પ્રબંધનમાં મદદ કરે છે. ઉંમર સંબંધિત મેકુલર અપઘટનને અટકાવે છે. આંધળાપણું અને દ્રષ્ટિ અંધત્વને અટકાવે છે. રેટીનામાં રક્તપ્રવાહમાં સુધારો લાવે છે. તાંત્રિકા કોશિકાઓની રક્ષા કરે છે. તે ત્વચાની સમસ્યાઓ અને કરચલીઓ તેમજ ધબ્બા વગેરેનો પણ ઈલાજ કરે છે.
રીંગણાં હાર્ટ માટે પણ ઘણા સારા હોય છે. તેમાં બાયોફ્લેવોનોઇડ્સ ઘણી માત્રામાં જોવા મળે છે જે બીપી ઘટાડવા માટે જરૂરી છે. તે હાર્ટ ફંક્શનમાં કોઈ પણ પ્રકારના તણાવને ઘટાડવા અને હાર્ટને હેલ્થી બનાવવાનું કામ પણ કરે છે. રીંગણાંમાં ક્લોરોજેનિક તત્વ એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.
તે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. વાસ્તવમાં, તેમાં ફાઈબર ઘણી માત્રામાં જોવા મળે છે અને ઘૂલનશીલ કાર્બોહાઈડ્રેડ ખુબ ઓછી માત્રામાં હોય છે. જેના કારણે રીંગણાં ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે સારું ભોજન ગણવામાં આવે છે. રીંગણાં શરીરના ગ્લુકોઝ અને ઇન્સુલિનને નિયંત્રિત કરવામાં અને શુગર સ્પાઇક્સને અટકાવવામાં મદદ કરે છે.
રીંગણાંની મદદથી વજનને પણ ઓછું કરી શકાય છે. તેમાં ઘણી ઉચ્ચ માત્રામાં પાણી હોય છે અને કેલોરી ઓછી હોય છે. જેનાથી તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. એ સિવાય તેમાં રહેલ ફાઈબર ભૂખને શાંત કરે છે અને લાંબા સમય સુધી પેટ ભરાયેલું રાખે છે. તે એલડીએલના સંચયને પણ ઓછું કરે છે, જેનાથી મેટાબોલીજ્મ સારું રહે છે. આમ રીંગણા એ સ્વાસ્થ્યની દ્રષ્ટીએ ખુબ જ ફાયદાકારક છે. બ્લડ શુગર ઘટાડવાથી લઈને હાર્ટની સમસ્યાઓ પણ તેના સેવનથી કંટ્રોલ કરી શકાય છે. તેમજ ત્વચાની સમસ્યાઓ પણ તેનાથી દુર થઈ શકે છે. તેમજ મગજનું સ્વાસ્થ્ય સારું રાખવામાં રીંગણા મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી