આજના સમયમાં દરેક લોકો વજન વધારા, ગેસ, તેમજ એસિડીટીની તકલીફથી પસાર થાય છે. જેનું કારણ તેની ખાણીપીણી છે, પરંતુ જો તમને કાયમ માટે આ તકલીફ રહેતી હોય તો તમે તેના ઘરેલું ઉપાય તરીકે અજમો અને મેથીના મિશ્રણનું સેવન કરી શકો છો. આ મિશ્રણ તમારી તકલીફ ઓછી કરવામાં અને હંમેશા માટે છુટકારો અપાવવામાં મદદ કરે છે.
આપણા રસોડાની અંદર અનેક મસાલાઓ રહેલા છે જેનો રસોઈમાં તો આપણે ઉપયોગ કરીએ છીએ, પરંતુ સાથે સાથે તમે તેનો ઉપયોગ નાની મોટી શારીરિક સમસ્યાઓ દુર કરવામાં પણ કરી શકો છો. રસોડામાં ઘણા પ્રકારના મસાલા રહેલા હોય છે, જે સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય શકે છે. આ મસાલાઓના સેવનથી શરીરની ઘણા પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. આ સિવાય અમુક એવા મસાલા પણ છે, જેનું કોમ્બીનેશન આપણા સ્વાસ્થ્યને ડબલ ફાયદો આપી શકે છે.
આ મસાલોમાંથી જ એક છે મેથી અને અજમાનું મિશ્રણ આ મિશ્રણ સ્થૂળતા કંટ્રોલ કરવાથી લઈને શરીરની ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં અસરકારક થઈ શકે છે. આજે આપણે આ લેખમાં અજમા અને મેથીના એક સાથે સેવનથી સ્વાસ્થ્યને થતાં ફાયદાઓ વિશે જાણીશું. આવો જાણીએ અજમા અને મેથીના એક સાથે સેવનથી ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે ?
વજન : જો તમે વજન ઓછો કરવા માંગતા હો, તો તમે મેથી અને અજમાનું સેવન કરી શકો છો. મેથી અને અજમાનું સેવન કરવાથી શરીરનું વજન ઘટાડી શકાય છે. આ બંને મસાલામાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં રહેલું હોય છે, જે તમારા મેટાબોલીઝ્મને બુસ્ટ કરે છે. જેનાથી તમારી પાચનક્રિયા સારી થાય છે. સાથે જ તે શરીરની એકસ્ટ્રા ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે. જો તમે ઝડપથી વજન ઘટાડવા માંગતા હોય તો, મેથી અજમાના પાવડરને મિક્સ કરીને ગરમ પાણી સાથે તેનું સેવન કરો તેનાથી તમારા શરીરનું વજન ઘટશે.
બ્લડ શુગર : તમારા શરીરમાં વધેલ બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવા માટે મેથી અને અજમાનું સેવન ફાયદાકારક છે. શરીરમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે અજમા અને મેથીનું સેવન પણ તમારા માટે લાભદાયી થઈ શકે છે. અજમો અને મેથીના પાવડરના નિયમિત રૂપથી સેવનથી બ્લડ શુગરના ઉતાર-ચડાવને કંટ્રોલ કરી શકાય છે.
અપચો : જો તમને ગેસ અથવા તો અપચાની તકલીફ છે તો તમે તેના માટે મેથી અને અજમાનું સેવન કરી શકો છો. ગેસ, અપચો, કબજિયાત અને પેટ ફૂલવાની સમસ્યા ઘટાડવા માટે અજમા અને મેથીના મિશ્રણનું સેવન કરી શકાય છે. તે અપચાને ઘટાડવામાં અસરકારક છે. પેટમાં ગેસ થાય તો સવારે ખાલી પેટ મેથી અને અજમાના પાવડરનું સેવન ગરમ પાણી સાથે કરવું. તેનાથી શરીરમાં થતાં તણાવમાં પણ રાહત મેળવી શકાય છે.
શરદી અને ઉધરસ : શરદી, ઉધરસની તકલીફમાંથી રાહત અપાવવામાં અજમા અને મેથીનું સેવન લાભદાયી થઈ શકે છે. તે બેક્ટેરિયલ અને વાઈરલ સંક્રમણને ઘટાડવામાં અસરકારક છે. જેનાથી શરદી-ઉધરસની સમસ્યા કંટ્રોલ કરી શકાય છે. જો તમને શરદી, ઉધરસ હોય તો અજમા અને મેથીનું સેવન ભોજનમાં મિક્સ કરીને કરી શકો છો. તે સિવાય તમે ગરમ પાણી સાથે તેના પાવડરનું સેવન પણ કરી શકો છો.
ઇમ્યુનિટી : આજના સમયમાં ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે મેથી અને અજમાનું મિશ્રણ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે પણ તમે અજમા અને મેથીનું સેવન કરી શકો છો. તેમાં એન્ટી ઓક્સિડેન્ટ અને વિટામિન સી જોવા મળે છે, જે ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં અસરકારક છે. તે વાઈરલ સંક્રમણને ઘટાડવામાં પણ મદદ કરે છે.
મેથી અને અજમાનું મિશ્રણ શરીરની ઘણી તકલીફોને દૂર કરી શકે છે. જો કે, ધ્યાન રહે કે, જો તમને પહેલેથી જ કોઈ સમસ્યા હોય તો, ડોક્ટરની સલાહ મુજબ જ તેનું સેવન કરવું. જેથી તેનાથી થતાં સાઈડ ઇફેક્ટ્સથી શરીરનો બચાવ કરી શકાય.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી