મહિલાઓ માટે આ 5 પ્રકારના લાડુ છે વરદાન સમાન, પિરિયડ્સથી લઈ પ્રેગ્નેન્સી સહિત અનેક બીમારી કરી દેશે ગાયબ… જાણો કેવી રીતે ખાવા જોઈએ…

મિત્રો ગર્ભાવસ્થા દરમિયાન માતા એ પોતાનું તેમજ પોતાના બાળકનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. આ માટે માતાએ પોતાના ખોરાકનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. આથી જ આ દરમિયાન ખુબ જ હેલ્દી ખોરાકનું સેવન કરવું ખુબ જ જરૂરી બની જાય છે.

મહિલાઓનું શરીર પુરુષોના શરીરની તુલનાએ ઘણું અલગ હોય છે. તે જ કારણે તેમના ડાયટ અને એકસરસાઈઝની માંગ પણ અલગ હોય છે. વાસ્તવમાં મહિલાઓના શરીરમાં હાર્મોન્સની એક મહત્વની ભૂમિકા છે. પિરિયડ્સથી લઈને પ્રેગ્નેન્સીમાં પણ આ હાર્મોન્સ શરીરની અલગ અલગ ગતિવિધિઓમાં હસ્તક્ષેપ કરે છે. તે સિવાય મહિલાઓની ખાણીપીણી, પેટનું સ્વાસ્થ્ય, ભૂખ, બ્રેન હેલ્થ અને હાડકાઓના સ્વાસ્થ્ય માટે પણ હાર્મોનલ હેલ્થનું સરખું રહેવું જરૂરી છે. તો આ બધી જ વાતોને ધ્યાનમાં રાખતા આજે અમે તમને અમુક એવા લાડવા વિશે જણાવીશું, જેને ખાવા મહિલાઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ લાડવાઓની ખાસ વાત એ છે કે, તમે તેને ઘરે બનાવી શકો છો અને ગમે ત્યારે ખાઈ શકો છો. તે હેલ્થી છે અને શરીર માટે ઘણા પ્રકારે ફાયદાકારક છે. તો ચાલો જાણીએ મહિલાઓ માટે લાભદાયી એવા 5 લાડવા વિશે.

રાગી અને નાળિયેરના લાડુ : મહિલાઓ માટે રાગી એ ખુબ જ આરોગ્યવર્ધક માનવામાં આવે છે. રાગી અને નાળિયેરમાંથી બનાવેલ લાડુ મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખાસ કરીને ફાયદાકારક છે. વાસ્તવમાં રાગીમાં ફાઇબરની સારી માત્ર છે અને તે કેલ્શિયમથી પણ ભરપૂર છે. મહિલાઓના શરીરમાં સામાન્ય રીતે કેલ્શિયમની ઉણપ જોવા મળતી હોય છે. તેનાથી હાડકાં સાથે જોડાયેલી સમસ્યાઓ વધવા લાગે છે. એવામાં રાગી અને નાળિયેરના લાડવા શરીરમાં કેલ્શિયમની માત્રા વધારે છે. સાથે જ તે ગર્ભાવસ્થા દરમિયાન એનીમિયાને દૂર કરે છે. આ રીતે આ લાડવા મહિલાઓ માટે ફાયદાકારક છે.

તલના લાડવા : તલ એ મહિલાઓ માટે ખુબ હેલ્દી ખોરાકની ગરજ સારે છે. આથી તલના લાડવા ખાસ કરીને કાળા તલ અને સફેદ તલમાંથી બનેલા લાડવા બ્લડ સર્ક્યુલેશન વધારવામાં મદદ કરે છે. સાથે જ તે  અનિયમિત પિરિયડ્સને નિયમિત કરવામાં મદદગાર છે. વાસ્તવમાં અનિયમિત હાર્મોન ખીલ, થાક અને તણાવનું કારણ હોય છે. તલના બીજ પિરિયડ્સના દુખાવાથી રાહત મેળવવામાં મદદ કરે છે. આ સિવાય તલના બીજ મોનોપોઝના લક્ષણોને ઘટાડવામાં પણ મદદ કરે છે.

ગુંદરના લાડવા : ગુંદરના લાડવા મહિલાઓ માટે એક ખુબ જ અસરકારક દવા તરીકે કામ કરે છે. ગુંદરના લાડવા દેશી ઘી, ખાંડ, કિશમિશ અને ઘણા બધા મેવાઓથી બને છે. ગુંદરના લાડવા બાળકને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે ખુબ જ ફાયદાકારક છે. તે ઘૂંટણના દુખાવાની સાથે સાથે કમરના દુખાવાને પણ ઓછો કરે છે. તેમાં ફૈટની સાથે ઘણા એવા પોષકતત્વો રહેલા છે જે સ્તનપાન કરાવતી મહિલાઓમાં ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. પરંતુ મહિલાઓએ તેને ખાતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે વધુ માત્રામાં ગુંદરના લાડવા ન ખાય. દિવસ દરમિયાન તમારે માત્ર એક ગુંદરનો લાડવો ખાવો જોઈએ અને સાથે ખુબ વધારે પાણી પીવું જોઈએ.

અળસીના બીજના લાડવા : અળસી એ પણ મહિલાઓ માટે એક સ્વસ્થ આરોગ્ય પ્રદાન કરવામાં મદદ કરે છે. અળસીના બીજમાં કેલ્શિયમ અને પ્રોટીનની માત્રા સારી હોય છે. સાથે જ તે આયરનથી ભરપૂર હોય છે જે શરીરમાં લોહીની ઉણપ ઘટાડે છે. વાસ્તવમાં જે મહિલાઓને અસંતુલિત પિરિયડ્સને કારણે પ્રેગ્નેન્સી પ્લાન કરવામાં તકલીફ થતી હોય તેમના માટે આ ફાયદાકારક છે. તે હાર્મોનને વિનિયમિત કરવાની અને અનિયમિત માસિક ધર્મ ચક્રને સામાન્ય કરવાની એક પ્રાકૃતિક રીત છે.

સૂંઠના લાડવા : સૂંઠના લાડવા હંમેશથી જ મહિલાઓના સ્વાસ્થ્ય માટે સારા રહ્યા છે. સૂંઠના લાડવામાં રહેલા ગુણો હાડકાંને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. સાથે જ તે બાળકને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પણ બેસ્ટ છે જે બ્રેસ્ટ મિલ્કને વધારે છે. પરંતુ ધ્યાન રહે કે વધુ માત્રામાં તેનું સેવન ન કરવું કારણકે તેની તાસીર ગરમ હોય છે જે વધારે ખાવાથી શરીરને નુકશાન થઈ શકે છે. આ પ્રકારે આ 5 લાડવાઓનું સેવન મહિલાઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment