શિયાળાની ઋતુ આમ તો લગભગ દરેક લોકોને ખૂબ જ પસંદ હોય છે. પરંતુ અમુક લોકો આ દરમિયાન વારંવાર બીમાર પડતા રહે છે. એવી પરિસ્થિતિમાં લોકો માટે આયુર્વેદિક ડોક્ટર કંઈકને કંઈક ઉપાય જણાવતાં જ રહે છે, અને આ ઉપાયના આધાર પર તમે પોતાના શરીરને ગરમ પણ રાખી શકો છો અને બિમારી થતા બચી શકો છો.
શિયાળાની ઋતુની પોતાની જ મજા છે. કલાકો સુધી રજાઈ અથવા કંબલમાં પડી રહેવું અને ગરમ ગરમ વસ્તુઓનું સેવન કરવું આ ઋતુ દરમિયાન આપણને ખૂબ જ સારું લાગે છે. પરંતુ દરેક વ્યક્તિ આ ઋતુનો આનંદ માણે એ જરૂરી નથી. એવા ઘણા બધા લોકો હોય છે જે શિયાળાની ઋતુમાં લગભગ બીમાર જ રહે છે અથવા પોતાને ગરમ રાખવું તેમની માટે ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે.
શિયાળાની ઋતુમાં આદુનું પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને તેનાથી આપણે ઘણી બધી બિમારીઓથી દૂર રહી શકીએ છે. આવો જાણીએ આ ઉપાય વિશે.
કઈ રીતે તૈયાર કરવું આ પાણી : શિયાળાની ઋતુમાં તમે તમારા શરીરને ગરમ રાખવા માંગો છો અને બીમારીઓથી દૂર રહેવા માંગો છો તો તમારે સૂકા આદુનું પાણી તૈયાર કરવું પડશે. જેની રીત આ પ્રમાણે છે.
તેની માટે સૌ પ્રથમ એક લીટર પાણી લો. ત્યારબાદ તેમાં અડધી ચમચી સુકુ આદુ લો. હવે તેમા ⅓ પાણી બળી જાય ત્યારે એટલે કે 750 એમએલ પાણી રહે ત્યારે ગેસ બંધ કરો. હવે તેને તમે સંપૂર્ણ દિવસ દરમિયાન આરામથી પી શકો છો. ચા સિવાય આ રીતે પણ તમે આદુનો ઉપયોગ કરી શકો છો, જેનાથી શિયાળામાં ખૂબ જ લાભ થાય છે.
આદુના પાણીના ફાયદા : 1) તે તમારી પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે.
2) વજનને ઓછું કરવામાં તમારી સહાયતા કરે છે.
3) તમને ખાંસી અને તાવથી બચાવીને રાખે છે અને રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે.
5) તે પેટ ફુલવું, ગેસ અને પેટમાં દુખાવાની સમસ્યાને દૂર કરે છે.
આયુર્વેદ અનુસાર મળતા લાભ : 1) આયુર્વેદ અનુસાર સૂકા આદુને સૂંઠ પણ કહેવામાં આવે છે.
2) સૂકા આદુને પચાવવું ખૂબ જ આસાન હોય છે, જ્યારે તાજા આદૂને પચાવવું મુશ્કેલ હોઈ શકે છે.
3) આયુર્વેદ અનુસાર તાજા આદુંથી વિપરીત સુકા આદુ આંતરડાના બંધનકારી હોય છે.
4) તે શરીરમાં અગ્નિ વધારવાનું અને કફને મટાડવામાં ખૂબ જ કારગર સાબિત થાય છે.
5) સૂકા આદુનો ઉપયોગ કોઈપણ ઋતુમાં મસાલાની રીતે કરી શકાય છે.
આ પાણીની તાસીર ખૂબ જ ગરમ હોય છે તેથી તમે કોઈ પણ વ્યક્તિને વધુ બ્લીડિંગની સમસ્યા હોય અથવા હીટિંગ ડિસઓર્ડર હોય તેમને આ પાણીનું સેવન કરવું જોઇએ નહીં.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી