મિત્રો હાલ બજારમાં તમે સીતાફળ ખુબ જ જોતા હશો. હાલ આ ફળની સિઝન માનવામાં આવે છે. આથી જ તેને લોકો ખુબ જ ખાવાનું પસંદ કરે છે. તેમજ આ ફળ એવું છે જે ખુબ જ ટૂંકા સમય માટે આવે છે. પણ તેના સ્વાસ્થ્ય લાભો અનેક છે. જો કે સીતાફળ ઘણા લોકોને પસંદ હોય છે, જો કે તે બહારથી ખુબ જ કડક દેખાય છે, પણ અંદરથી ખુબ જ મુલાયમ અને સ્વાદિષ્ટ હોય છે. આજે અમે તમને આ ફળના પાનના ફાયદાઓ વિશે વાત કરીશું.
જો કે સીતાફળ જેટલું ફાયદાકારક છે એટલા જ તેના પાન પણ ફાયદાકારક છે. જો કે આ ફળ માત્ર સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં જ આવે છે. પણ તેના વૃક્ષના પાન સદા લીલા રહે છે અને આપણા સ્વાસ્થ્યને અનેક લાભો આપે છે.
આયુર્વેદ અનુસાર સીતાફળના પાન : આયુર્વેદ આ ફળના પાનના ઔષધીય ગુણોને લઈને જણાવે છે કે તેમાં એન્ટી ઓક્સીડેન્ટ, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા ખનીજો સમૃદ્ધ માત્રામાં રહેલ છે. તેમજ આ ફળની જેમ તેના પાન પણ એટલા જ પૌષ્ટિક માનવામાં આવે છે. આમ સીતાફળ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ કિંમતી ફળ છે.
તેના પાનનો ઉપયોગ અક્સર ઔષધીય પ્રયોજન માટે ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તેના પાનને સીધા જ સ્કીન પર લગાવી શકાય છે અથવા તેનો ઉકાળો બનાવીને પીય શકાય છે. તેના પાનને ઉકાળીને પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો મળે છે. ચાલો તો આ ફળના ફાયદાઓ વિશે જાણી લઈએ.
1 ) ફાઈબરથી ભરપુર સીતાફળના પાન આપણા શરીરમાં શર્કરાના અવશોષણ માટે ઓળખવામાં આવે છે. આથી જ તે રક્ત શર્કરાના સ્તરને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. કારણ કે ફાઈબર શરીરમાં પચે છે અને તમારા બ્લડ શુગર લેવલમાં અચાનક વૃદ્ધિ નથી થતી. આથી જ તે ડાયજેસ્ટ સિસ્ટમને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. સારા પરિણામ માટે તેના 2 થી 3 પાનને તમે પાણીમાં ઉકાળો, ગાળીને સવારે ખાલી પેટ તેનું સેવન કરો.
2 ) સીતાફળના પાન એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર હોવાથી તે સૂર્યની કિરણોથી થતા નુકશાનથી બચાવે છે, તેમજ ઉંમર વધારતા સેલ્સને ધીમા કરે છે. તેમજ આ પાનનો ઉકાળો દરરોજ સવારે પીવાથી તમારી સ્કીન એકદમ મુલાયમ અને ચમકદાર બને છે. તેમજ સીતાફળના પાનની ચાનું સેવન પણ દિવસમાં એક વખત કરી શકાય છે.
3 ) આ સિવાય તમને જણાવી દઈએ કે આ પાનમાં રહેલ ઉચ્ચ માત્રામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ તમારા હૃદયની માંસપેશીઓને આરામ આપે છે. અને આ રીતે તે સ્ટ્રોક અને હૃદયના જોખમને રોકવામાં મદદ કરે છે. તેની હર્બલ ચા થી પણ શરીર તંદુરસ્ત રહે છે.
4 ) જો તમે સવારે આ પાનનો ઉકાળો બનાવીને પીવો છો તો તેનાથી તમારા શરીરનું મેટાબોલીઝ્મ રેટ અને એનર્જી બુસ્ટ થાય છે. તેને પીવાથી તમે પોતાના વધુ શક્તિશાળી અને ઉર્જાવાન અનુભવો છો. સાથે જ આ ડ્રીંક તમારા શરીરથી વિષાક્ત પદાર્થ બહાર કાઢવામાં પણ મદદ કરે છે.
5 ) આ સિવાય તમને એ જણાવી દઈએ કે, સીતાફળના પાનનો રસ તમે ઈજા થયેલ હોય ત્યાં પ્રયોગ કરો છો તો તે ઘાવને જલ્દી ભરી દે છે. કારણ કે તેમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ અને સારું થવાના ગુણ રહેલ છે. તેનો રસ લગાવવાથી ઈજા થયેલ સ્થાન પણ દુખાવો ઓછો થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી