મિત્રો લીલા પાંદડા વાળા શાકભાજી અનેક પ્રકારના જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેથી તેનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે લાભદાયક એવું જ એક શાક છે પાલક. પાલકમાં વિટામીન એ,બી,સી, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ અને ડાયટરી ફાઇબરથી ભરપૂર હોય છે. આપણે તેનું સેવન શાકભાજીના રૂપમાં કરવા સિવાય તેનાથી બનેલી અનેક વાનગીઓ પણ ખાઈએ છીએ જેમ કે પકોડા અને પરાઠા. તમે કોઈપણ રૂપે તેનું સેવન કેમ ન કરો, આ દરેક પ્રકારે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. ઘણા બધા લોકો પાલકનું જ્યુસ અને પાણીને ઉકાળીને પણ તેનું સેવન કરવાનું પસંદ કરે છે.
પરંતુ તમે અવારનવાર લોકોને એવું કહેતા સાંભળ્યું હશે કે પાલકને હંમેશા પકવીને જ ખાવી જોઈએ. તેથી ઘણા લોકો તેને જ્યુસનું સેવન કરવાથી પરેજી કરે છે. એવામાં ઘણા બધા લોકો એ સલાહ આપે છે કે તમે પાલકના પાણીને ઉકાળીને તે પાણીનું સેવન કરી શકો છો. આ રીતે પણ તમે પાલકના સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત કરી શકો છો. પાલકનું પાણી ઉકાળીને પીવાથી સ્વાસ્થ્યને કયા લાભ મળે છે તે વિશે આજે આપણે આ લેખમાં જાણીશું.પાલક નું પાણી ઉકાળીને પીવાના ફાયદા:- ડાયટીશિયન ના કહેવા પ્રમાણે તમે પાલકને સીધી રીતે ઉકાળીને તેના પાણીને ગાળીને પી શકો છો. તેમજ તમે ઈચ્છો તો તેને મિક્સરમાં પીસીને સ્મૂથી બનાવીને પણ પી શકો છો. બંને સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક છે. અહીંયા કેટલાક સ્વાસ્થ્ય લાભ જણાવવામાં આવ્યા છે
1) ઇમ્યુનિટી વધારે:- જો તમે જલ્દી બીમાર પડી જતા હોય અને શરદી કફથી મોટાભાગે પરેશાન રહેતા હોય. તો આવું ઇમ્યુનિટી કમજોર હોવાના કારણે થાય છે. પરંતુ તમે નિયમિત રૂપે સવારમાં ઉકાળેલા પાલકના પાણીને પીવો છો તો તેનાથી ઇમ્યુનિટી મજબૂત બનવામાં મદદ મળે છે.
2) પેટને સ્વસ્થ રાખે:- ડાયટરી ફાઇબરથી ભરપૂર હોવાના કારણે પાલકનું સેવન પેટ માટે અત્યંત લાભકારી છે. આ આંતરડામાં સારા બેક્ટેરિયાનું સંતુલન જાળવી રાખે છે. આ પાચનમાં સુધારો કરે છે અને પેટથી જોડાયેલી અનેક સમસ્યાઓને પણ દૂર રાખે છે. જેમકે છાલા, સોજો, પેટમાં ગેસ, કબજિયાત અને બ્લોટીંગ વગેરે.3) લોહીની કમી થી બચાવે:- શરીરમાં લોહીની કમી વાળા લોકો જો નિયમિત પાલકના પાણીનું સેવન કરે છે તો તેનાથી જલ્દી લોહી વધવામાં મદદ મળે છે. કારણ કે તેમાં આયર્નની ભરપૂર માત્રા ઉપલબ્ધ હોય છે. જેથી આ રક્તમાં ઓક્સિજન વધારવા અને હિમોગ્લોબિન ના સ્તરમાં સુધારો કરે છે.
4) ત્વચા અને વાળને સ્વસ્થ રાખે:- આ એક શ્રેષ્ઠ ડિટોક્ષ ડ્રિંક છે, તેનું સેવન કરીને શરીરમાં હાજર ટોક્સિન્સનો નાશ કરવામાં મદદ મળે છે. કારણકે આ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર ડ્રિન્ક છે. તેની સીધી અસર તમારી ત્વચા પર જોવા મળે છે. ત્વચા સંબંધી સમસ્યાઓ દૂર રહે છે અને ત્વચામાં ગ્લો આવે છે. તેમજ આયર્નની કમી થી વાળથી જોડાયેલી અનેક સમસ્યાઓ થાય છે જેને દૂર કરવામાં પાલકનું પાણી ખૂબ જ લાભદાયક છે.5) આંખોની રોશની વધારે:- પાલકમાં વિટામીન એ હાજર હોય છે, જે એક શક્તિશાળી એન્ટિઓક્સિડેન્ટ છે અને આંખોને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મુખ્ય ભૂમિકા ભજવે છે. સાથે જો તેમાં લ્યુટીન અને ઝેક્સૈન્થિન નામના સંયોજનો પણ હોય છે. જે આંખોની અનેક સમસ્યાઓના જોખમને દૂર કરે છે. પાલકનું પાણી આંખોની રોશની વધારે છે. મોતિયો અને રતાંધળાપણા જેવી સમસ્યાઓને દૂર રાખવામાં પણ મદદરૂપ થાય છે.
6) બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે:- પાલકમાં નાઇટ્રેટ્સ નામનું યૌગિક હોય છે, જે રક્તવાહિકાઓને ફેલાવવામાં મદદ કરે છે. તેના સિવાય આ મેગ્નેશિયમ અને પોટેશિયમ નો પણ સારો સ્ત્રોત છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. એવામાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પાલકનું પાણી ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. આ હૃદય રોગના જોખમને પણ દૂર કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી