ચામડીની તમામ સમસ્યાઓને મફતમાં જ દુર કરી, ચહેરો અને ત્વચાને બનાવી દેશે એકદમ સુંદર અને ચમકદાર… જાણો લગાવવાની રીત અને ફાયદા…

ગૌમુત્રનું નામ સાંભળતા જ ઘણા લોકોના મોં બગડવા લાગે છે તેમાં કઈ ખોટું પણ નથી, કારણ કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુના ફાયદા વિશે જાણતા નથી ત્યારે તેને લઈને આપણા મનમાં શંકા થવી એ એક સામાન્ય બાબત છે. ગૌમુત્ર માત્ર આયુર્વેદિક દવાઓનો હિસ્સો હતો પરંતુ આજે સ્કિન કેરથી લઈને ઘણી બધી મેડિસિન્સમાં પણ તેનો ઉપયોગ થવા લાગ્યો છે. તેને પર ભારતથી લઈને અમેરિકા સુધી સાયન્ટિફિક રિસર્ચ થઈ ગઈ છે અને દરેકમાં ગૌમૂત્રના લાભનો સ્વીકાર કર્યો છે.

આયુર્વેદમાં ગૌમૂત્રના ઔષધીય ગુણોનું વર્ણન જોવા મળે છે, ગૌમૂત્રનો ઉપયોગ ઘણા બધા અસાધ્ય રોગોની સારવાર માટે કરવામાં આવે છે. જેને ખાસ કરીને લાઈલાજ માનવામાં આવે છે. ઘણી આયુર્વેદિક દવાઓમાં પણ ગૌમૂત્રનો ઉપયોગ થાય છે. તમે જાતે વિચારીને જુઓ કે ગૌમુત્ર અસાધ્ય રોગોને પણ સારા કરી શકે છે ત્યાંજ તે તમારી ત્વચા ઉપર કેટલી અસર દેખાડશે.

ગૌમુત્ર ઉપર ભારતથી લઇને અમેરિકા સુધી ઘણા બધા રિસર્ચ થયા છે અને દર વખતે વૈજ્ઞાનિકોને તેના ઔષધિય ગુણો વિશે જાણકારી મળી છે. આ દવાઓની ગુણવત્તા વધારવાની સાથે સાથે સ્કિન કેર પ્રોડક્ટની અસરને પણ ખૂબ જ વધારી શકે છે. પ્યોરીફાઈ કરેલું ગૌમુત્ર આપણને મેડિકલ સ્ટોર પર આરામથી મળી જાય છે.

અમે તમને ગૌમૂત્રના સ્કિનકેર બેનિફિટ્સ વિશે જણાવી રહ્યા છીએ, તેની સાથે જ એ પણ જણાવીશું કે કયા પ્રકારના પ્રોડક્ટનો ઉપયોગ કરવા તમે ગૌમૂત્રના ઔષધીય ગુણોથી તમારી ત્વચાને વર્ષો સુધી જવાન અને સુંદર રાખી શકો છો.

ગૌમૂત્રનો ઉપયોગ કઈ રીતે કરવો : 1) ગૌમૂત્રનો ત્વચા પર ઉપયોગ કરવા માટે તમે ગૌમૂત્રથી બનેલા પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો.
2) સાબુ, આયુર્વેદિક લેપ, ગૌમૂત્રથી તૈયાર કરેલ સિરમ જેવા ઘણા બધા ઉત્પાદનોમાં તમે ઉપયોગ કરી શકો છો.
3) કોઈપણ આયુર્વેદિક અને હર્બલ સ્ટોર પર તમને ગૌમૂત્રથી બનેલ સ્કીન કેર પ્રોડક્ટ મળી જશે.
4) તમે ઈચ્છો તો પ્યોરીફાઈ ગૌમૂત્રનો ફેસપેક અથવા ઉબટન બનાવતી વખતે ઉપયોગ કરી શકો છો.

ગૌમુત્રની ત્વચા ઉપર અસર : ગૌમૂત્ર ત્વચાના દરેક પડ ઉપર કામ કરે છે અને દરેક પડને સ્વસ્થ રાખે છે, ગૌમૂત્રની ત્વચા ઉપર અસર દેખાવા માટે જરૂરી છે કે તમે ત્વચાની બનાવટને સમજો.

ત્વચા મુખ્યરૂપે 3 પડમાં વહેંચાયેલી છે, પહેલા અને બહારના પરતને એપિડડર્મીસ કહેવાય છે. જેના અલગથી પાંચ પડ હોય છે. જ્યારે વચ્ચેની ત્વચાને ડર્મીસ કહેવાય છે અને ડર્મીસના પણ બે ભાગ હોય છે. ત્રીજા પડને હાયપોડર્મીસ કહેવાય છે.

ત્વચાના અલગ અલગ પડ શરીરની અલગ અલગ રીતે દેખભાળ કરે છે. તેમના વચ્ચે એક ખૂબ જ મજબૂત નેટવર્કની જેમ કામ થાય છે જે સુરજના હાનિકારક કિરણોથી બચાવવાની સાથે ત્વચાને બેક્ટેરિયા વાયરસ અને ફંગસથી બચાવવામાં મદદ કરે છે. ગૌમુત્ર ત્વચાની આ બધી જ પરતથી થઈને છેલ્લા પરત સુધી પહોંચે છે અને ઔષધીય ગુણોથી ત્વચાને લાભ પહોંચાડે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment