સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટે આપણે અલગ-અલગ પ્રકારના ઉપાયોને અજમાવીએ છીએ, અને તે ઉપાયો આપણને આપણા રસોડામાંથી જ મળી જાય છે. આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટે આપણે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરીએ તો તે એક ખૂબ જ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. ખાસ કરીને ગોળનું સેવન શિયાળામાં વધુ કરવામાં આવે છે. શિયાળામાં બનાવવામાં આવતા વસાણાંમાં પણ ગોળનો ઉપયોગ વધુ કરવામાં આવે છે.
ગોળની અંદર કેલ્શિયમ, આયર્ન,પોટેશિયમ સોડિયમ, ઉર્જા,શુગર વગેરે જેવા પોષક તત્વો જોવા મળે છે. જે આપણા સ્વાસ્થ્યની ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકે છે. પરંતુ અમે વાત કરી રહ્યા છીએ રાત્રે સુતા પહેલા ગોળનું સેવન કરવાની, જો વ્યક્તિ રાત્રે સુતા પહેલા ગોળનું સેવન કરે છે તો તેમના સ્વાસ્થ્યને ઘણા બધા લાભ થઈ શકે છે. આજનો અમારો આ લેખ આ જ વિષય ઉપર છે આજે અમે તમને રાત્રે સુતા પહેલા ગોળનું સેવન કરવું કેટલું સ્વાસ્થ્યવર્ધક છે તેની જાણકારી આપીશું.
1 ) રોગ પ્રતિકારક શક્તિને વધારે : જો વ્યક્તિ રાત્રે સુતા પહેલા ગોળનું સેવન કરે છે તો તેમની રોગ પ્રતિકારક શક્તિ મજબુત થઈ શકે છે. તે એટલા માટે કારણ કે ગોળને બનાવવામાં આમળા પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યાં જ આમળાના પાવડરમાં વિટામિન સી હોય છે. ત્યારે ગોળની અંદર પણ વિટામિન સીનો ખુબ જ સારો સ્ત્રોત હોય છે. વિટામીન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ખુબ જ ઉપયોગી છે. ત્યારે જો તમે રાત્રે સુતા પહેલા ગોળનુ સેવન કરો છો તો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકાય છે.
2 ) એનીમિયાની સમસ્યામાં રાહત : એનિમિયાની સમસ્યા એટલે કે શરીરમાં આયર્નની ઉણપ. જ્યારે વ્યક્તિને એની સમસ્યા થઈ જાય છે ત્યારે તેમના શરીરમાં લાલ રક્ત કોશિકાઓ ઓછી થવા લાગે છે અને લક્ષણોના રૂપે થાક અને કમજોરી આપણને થઈ જાય છે. ગોળની અંદર આયર્ન જોવા મળે છે અને ગોળનું સેવન કરવાથી એનીમિયા સમસ્યાથી પણ બચી શકાય છે અને આયર્નનું સેવન કરવાથી શરીરમાં તેની ઊણપને પણ પૂરી કરી શકાય છે.
3 ) અનિંદ્રાની સમસ્યામાં રાહત : અનિંદ્રાની સમસ્યાને દૂર કરવા માટે ગોળ તમને ખુબ જ કામ લાગી શકે છે. જો વ્યક્તિને રાત્રે ઊંઘ ન આવતી હોય ત્યારે તેમને ગોળનું સેવન દૂધની સાથે કરે છે તો તેમને ખુબ જ સારી ઉંઘ આવે છે, અને તે બીજા દિવસે અને ઉર્જાવાન અનુભવ કરે છે. તેવામાં જો તમે રાત્રે સુતા પહેલા સારી ઉંઘ લેવા માંગો છો તો ગોળનું સેવન કરવું જોઈએ.
4 ) પાચનક્રિયાને તંદુરસ્ત બનાવે : પાચનક્રિયા તંદુરસ્ત બનાવવા માટે ગોળ તમારા માટે ખુબ જ ઉપયોગી છે. ગોળ આપણા શરીરમાં ડાયજેસ્ટિવ એજન્ટના રૂપે કામ કરે છે. જેનાથી આપણી પાચનક્રિયાને ખુબ જ સારી બનાવી શકાય છે. એવામાં જો લોકો રાત્રે સુતા પહેલા ગોળનું સેવન કરે છે તો તેમને પાચન સંબંધિત ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.
5 ) બ્લડ પ્રેશર માટે ઉપયોગી : ગોળનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. જેમ કે અમે પહેલાં જણાવ્યું કે, ગોળની અંદર આયર્ન જોવા મળે છે, જે બ્લડપ્રેશર રેગ્યુલેશનમાં ખુબ જ સહાયક સાબિત થઈ શકે છે. તેનાથી હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી દૂર રહી શકાય છે. તે સિવાય ગોળની અંદર પોટેશિયમ અને સોડિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ઉપયોગી છે.
6 ) ત્વચા માટે ઉપયોગી : આજકાલ લોકોને બહારની ખાણીપીણીના કારણે ત્વચાની ઘણી બધી તકલીફ ઊભી થઈ જાય છે. જો રાત્રે સુતા પહેલા ગોળનું સેવન કરવામાં આવે તો ત્વચાની ઘણી બધી સમસ્યાઓમાંથી બચી શકાય છે. ગોળની અંદર એન્ટીમઈક્રોબીઅલ ગુણ ઉપસ્થિત હોય છે જે ન માત્ર ત્વચાને લાલ નિશાનથી છુટકારો અપાવે છે, પરંતુ સોજાની સમસ્યામાં પણ રાહત અપાવે છે. ત્યારે રાત્રે સુતા પહેલા ગોળનું સેવન કરવું એક ખુબ જ સારો વિકલ્પ છે.
ઉપર જણાવેલ ઉપાયો દ્વારા જાણકારી મળે છે કે રાત્રે સુતા પહેલા ગોળનું સેવન કરવાથી વ્યક્તિના સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થઈ શકે છે. પરંતુ ઉપર જણાવેલ ફાયદા દિવસમાં ગોળનું સેવન કરવાથી પણ મળી શકે છે પરંતુ ડોક્ટરનું કહેવું છે કે રાત્રે 8:00 થી સવારે 08:00 પહેલા આપણા શરીરમાં કફનો વૃદ્ધિ કાળ ચાલે છે તે દરમિયાન વ્યક્તિ જો ગોળનું સેવન કરે છે તો ઘણી બધી સમસ્યાઓથી દૂર રહી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી