શિયાળાની શરૂઆત થતાંની સાથે જ માર્કેટમાં આમળાની ભરમાર જોવા મળી રહી છે. આમળામાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. આમળાનું ચૂર્ણ અને મધના ઘણા બધા ફાયદા જોવા મળે છે, આમળાના ચૂર્ણ અને મધમાં ખુબ પોષક તત્વો હોય છે. જે તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. આમળામાં વિટામિન સી, વિટામિન એ અને વિટામિન ઈ જોવા મળે છે.
તમારી આંખો અને રોગપ્રતિકારક શક્તિ માટે આમળા ખુબ જ ફાયદાકારક હોય છે. આ સિવાય આમળામાં ફાઇબર, પ્રોટીન, ચરબી અને કાર્બોહાઇડ્રેટ પણ જોવા મળે છે. ત્યાં જ મધમાં એન્ટીઓક્સિડેન્ટ, રાઇબોફ્લેવિન, વિટામિન બી-6 અને વિટામિન સી અને એમિનો એસિડ જેવા પોષક તત્વો હોય છે. જે તમારા ગળાની ખરાશથી લઈને ચામડીની સમસ્યાઓમાં ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. આવો વિસ્તારથી જાણીએ આમળાના ચૂર્ણ અને મધના ફાયદા તથા તેને ઉપયોગમાં લેવાની રીત.
1 ) પાચન માટે : પાચન સંબંધિત કોઈ પણ સમસ્યા માટે આમળાનું ચૂર્ણ અને મધ ખુબ જ લાભકારી સાબિત થાય છે, આમળાના ચુર્ણમાં ફાઇબર જોવા મળે છે, તેની સાથે જ મધમાં વિટામિન સી હોય છે. આ પોષક તત્વોની મદદથી તમને પાચનમાં ખુબ જ મદદ મળે છે. ફાઇબર તમારા પાચનથી લઈને કબજિયાત અને ઝાડાની સમસ્યામાં પણ ખુબ જ આરામ આપે છે.
2 ) હૃદયનું સ્વાસ્થ્ય : આમળાનું ચૂર્ણ અને મધ ખાવાના ઘણા બધા ફાયદા થાય છે, નિયમિત રીતે આમળાનું ચૂર્ણ અને મધનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ યોગ્ય રહે છે, અને મધ તથા આમળા બંનેમાં એમિનો એસિડ અને એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
3 ) કફ અને શરદીમાં : આમળા અને મધ શરદી અને ઉધરસ જેવા લક્ષણો અને સારા કરવા માટે ખુબ જ કારગર સાબિત થાય છે. તે એક પ્રાકૃતિક મોઈશ્ચરાઈઝર છે, જે સૂકા ગળાને ખુબ જ આરામ આપે છે. ત્યાં જ આમળા ઇન્ફેક્શન સામે લડવા માટે મદદ કરે છે, તે તાવના લક્ષણો અને પણ દૂર કરવા માટે સહાયક થાય છે.
4 ) લીવર : આમળાનું ચૂર્ણ અને મધનું મિશ્રણ આપણા શરીરમાં રહેલ ઝેરી કચરાને બહાર કાઢવાનું કામ કરે છે. તેનું મિશ્રણ ઝેરી પદાર્થોને શરીરની બહાર કાઢવા માટે અને લીવરના સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું હોય છે. આમળા અને મધમાં ઉપસ્થિત એન્ટી ઓક્સિડન્ટની ઉચ્ચ માત્રા લીવરના ઓક્સિડેટીવ નુકશાનથી બચાવે છે.
5 ) અસ્થમા : અસ્થમાના લક્ષણોના ઉપચારમાં આમળાના ચૂર્ણને મધ ફાયદાકારક સાબિત થાય છે. તેના મિશ્રણનું સેવન કરવાથી ગળાની ઘરઘરાહટ, કફ અને શ્વાસ ફુલવાની સમસ્યામાં રાહત મળે છે. અને તેનાથી તમને શ્વાસ લેવામાં પણ આસાનીથી થઈ શકે છે.
6 ) ત્વચા અને વાળ : સારા વાળના વિકાસ માટે આમળા અને મધ ખુબ જ મદદરૂપ થાય છે વિટામિન સી અને ઍન્ટિ-ઑક્સિડન્ટ તમારી ત્વચા અને વાળ માટે ખુબ જ સારા હોય છે. તથા આમળા વાળના રુક્ષપણાને તથા ચામડીના દાગ ધબ્બા તથા પિંપલ્સને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.
આમળાના ચૂર્ણને મધનો ઉપયોગ કેવી રીતે કરવો ? 1 ) એક ચમચી આંબળાનો રસ અને એક ચમચી મધનું ગરમ પાણી સાથે સેવન કરવાથી તમારું પાચન ખુબ જ સારું રહેશે.
2 ) 1 ચમચી આમળાના પાવડરમાં એક ટેબલસ્પૂન મધ ઉમેરો અને દરરોજ સવારે તેનું સેવન કરવાથી તમારા લીવરનો કચરો બહાર કાઢવામાં મદદ મળશે.
3 ) કફ અને ઉધરસને દૂર કરવા માટે આમળાના ચૂર્ણમાં મધ અને એક ચપટી હળદર ઉમેરીને તમે તેનું સેવન કરી શકો છો.
4 ) દરરોજ 20 ગ્રામ આમળાનું ચુર્ણ અને એક ચમચી મધ લો અને તેને મિક્સ કરીને તેનું સેવન કરો. તે તમને અસ્થમા અને આંખોની સમસ્યાઓમાંથી છુટકારો આપવા માટે કામ લાગી શકે છે.
5 ) એક ચમચી આંબળાનો જ્યુસ એક ચમચી મધ અને એક ચમચી આદુંનો રસ મિક્સ કરો, અને દરરોજ પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ ખુબ જ મજબૂત રહે છે.
આમળાના ચૂર્ણ અને મધના નુકશાન : જો તમે આમળાના ચૂર્ણને મધનો ઉપયોગ જરૂર કરતા વધુ કરી દીધો છે તો, તે તમારા માટે નુકશાનદાયક સાબિત થઇ શકે છે. તેના વધુ પડતા સેવનથી તમને એસીડીટી, લીવર, યુરીનમાં બળતરા અને કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે. તેથી તેના વધુ પડતા સેવનથી બ્લડપ્રેશરની સમસ્યા થઈ શકે છે, તેથી એક દિવસમાં ડોક્ટરના સલાહ અનુસાર જ આમળાનું ચૂર્ણ અને મધનું સેવન કરો. જો તમને કોઈ ખાસ સમસ્યા છે તો ડોક્ટરની જાણકારી લીધા વગર આમળાનું સેવન ન કરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી