મિત્રો આપણે આપણું મગજ તેજ અને પાવર ફૂલ થાય એ માટે અનેક નટ્સ તેમજ ફળનું સેવન કરતા હોઈએ છીએ. જો કે નટ્સ ઘણા પ્રકારના હોય છે. જેમ કે બદામ, અંજીર, અખરોટ, કાજુ, પીસ્તા વગેરે. આજે અમે તમને આ લેખમાં મગજ માટે ખુબ જ ફાયદાકારક એવા કાજુના કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું.
કાજુ ખાવા તમારા સ્વાસ્થ્ય માટે ખુબ સારા છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા છે. કાજુમાં પ્રોટીન, આયરન, સ્વસ્થ વસા, મેગ્નેશિયમ, અને જીંક વગેરે પોષક તત્વો રહેલા છે. તેના સેવનથી તમારા હાડકા મજબુત બને છે. હૃદય સંબંધી પરેશાની દુર થાય છે. અને તમે આખો દિવસ ઉર્જાવાન બની રહો છો. પણ શું તમને ખબર છે કે કાજુ તમારા મગજના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. સાથે જ તેમાં ફોસ્ફેટીડીલસેરીન મળે છે, જે સ્મૃતિ શક્તિ અને એકાગ્રતા વધારે છે. તેનાથી તમારો તનાવ પણ ઓછો થાય છે. આ સિવાય કાજુમાં મોનોઅનસેચુરેટેડ અને પોલીઅનસેચુરેટેડ ફેટી એસીડ પણ રહેલ છે. જે તમારા મસ્તિષ્ક ના સ્વાસ્થ્યને બનાવી રાખે છે, યાદશક્તિ વધારે છે અને સોજાને ઓછા કરવામાં મદદ કરે છે.મસ્તિષ્ક ની ક્ષમતા માટે ફાયદાકારક છે કાજુ:-
1) કોપર તનાવને ઓછો કરે છે:- કાજુ માં રહેલ કોપર તમારા શરીરમાં સારા પ્રમાણમાં હાર્મોન અને એન્જાઈમ ઉત્પાદન માટે મસ્તિષ્ક ને વધારે છે. સાથે જ તનાવને ઓછો કરવામાં તમારી મદદ કરે છે.
2) સ્મરણ શક્તિ વધારે છે:- માનસિક શક્તિ વધારવા માટે તમે કાજુનું સેવન કરી શકો છો. કાજુના સેવનથી તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું થઇ શકે છે. જેનાથી મસ્તિષ્કમાં ઓક્સીજનનું પ્રમાણ યોગ્ય રીતે પહોંચે છે. તમે પોતાનું કામ તનાવ વગર કરી શકો છો.3) ઈમ્યુન સીસ્ટમ સારી કરે છે:- કાજુના સેવનથી તમારી ઈમ્યુન સીસ્ટમ મજબુત બને છે. કાજુમાં પ્રોટીન અને આયરન રહેલ હોય છે, જે શરીર માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી તમે ઘણા પ્રકારની બીમારીઓથી દુર રહી શકો છો અને શરીર નીરોગી રહે છે.
4) પોલી અનસેચુરેટેડ અને મોનો અનસેચુરેટેડ ફેટથી ભરપુર છે:- તેમાં ઉચ્ચ માત્રામાં પોલી અનસેચુરેટેડ અને મોનો અનસેચુરેટે ફેટ્સ રહેલ છે. જે તમારા મસ્તિષ્ક ની કોશિકાઓના વિકાસ માટે ખુબ જ લાભદાયી માનવામાં આવે છે. તેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને એકાગ્રતા વધે છે. સ્નાયુ ખેંચાણ અટકાવે છે.5) માંસપેશીઓમાં ખેસાણ રોકે છે:- કાજુમાં રહેલ મેગ્નેશિયમ માંસપેશીઓની ખેચાણ રોકવા માટે મસ્તિષ્કની શક્તિમાં સુધારો કરે છે અને શારીરિક ગતિવિધિઓને સુચારુ રૂપે બનાવી રાખે છે. આ ડોપામાઈન અને સેરોટોનીન ના ઉત્પાદનમાં પણ મદદ કરે છે, જે નીંદર માટે ખુબ જ જરૂરી છે.
કાજુનું સેવન તમારા મગજના વિકાસમાં ખુબ જ મદદ કરે છે. કાજુમાં રહેલ પોશ્ક્ત તત્વો તમારા મગજને શક્તિ આપવાનું કામ કરે છે, સ્ટ્રેસને ઓછો કરે છે, મગજને શાંત કરે છે અને મગજને પુરતું પોષણ આપે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી