લીંબુ પાણી તેના વિવિધ ફાયદાને કારણે આખી દુનિયામાં લોકપ્રિય છે, એટલું જ નહી સ્વાદમાં પણ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક છે. તમે જુદી જુદી સામગ્રીના ઉપયોગથી અલગ અલગ જાતનું લીંબુ પાણી તૈયાર કરી શકો છો, તેનાથી તેનો સ્વાદ પણ વધશે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ઉપયોગી બનશે. આજે અમે તમને ઉકાળેલા લીંબુનું પાણી પીવના અગણિત લાભો જણાવશું.
લીંબુ પાણીમાંથી મળતા પોષકતત્વો : લીંબુ વિટામીન સી નો મુખ્ય સ્ત્રોત છે. એક લીંબુનો રસ એક વ્યકિતને દિવસનું 21 ટકા વિટામીન સી પૂરું પાડે છે. આ સિવાય લીંબુમાં રહેલું સાઈટ્રીક ફ્લેવોનોઈડસ રોગ વિરોધી ગુણથી ભરપૂર હોય છે.
લીંબુ પાણીમાં ચરબી, કાર્બ્સ અને શુગરની માત્રા ઓછી હોય છે, તેમાં પોટેશિયમ, ફોલેટ અને વિટામીન બી સહિત ઘણા વિટામીન અને ખનીજ રહેલા છે. દરેક લીંબુ પાણીનું મુલ્ય તેના આધારે નક્કી થાય છે કે તેમાં કેટલા લીંબુનો રસ નાખેલો છે અને શું સામગ્રી નાખવામાં આવી છે.
19 થી વધુ ઉમરની સ્ત્રીઓએ 75 મિલીગ્રામ અને 19 વર્ષથી વધુ ઉમરના પુરુષોએ 90 મિલીગ્રામ વિટામીન સી લેવું જરૂરી છે. ધૂમ્રપાન કરતા લોકોએ દરરોજ વધારે વિટામીન સી લેવું જોઈએ.
ઘણા અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે ઉકાળવાથી પોષકતત્વોની સંખ્યા ઘટી જાય છે, છતાં પણ ઉકાળેલા લીંબુનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
ત્વચા માટે ફાયદાકારક છે : લીંબુ વિટામીન સી નો ભરપૂર સ્ત્રોત હોવાની સાથે શકિતશાળી એન્ટી-ઓક્સીડન્ટ પણ છે, લીંબુ પાણી તમારી ઉમર વધવાના કારણે ત્વચા પર જોવા મળતી ફાઈન લાઈન અને ખીલની સમસ્યા ઘટાડે છે. વિટામીન સી ના સેવનથી ઘા માં ઝડપથી રૂઝ આવે છે અને રોજ લીંબુ પાણીનું સેવન તમારી ત્વચાને ચમકદાર બનાવે છે.
બ્લડપ્રેશર ઘટાડે છે : લીંબુ પાણીમાં રહેલા ઘણા તત્વો બ્લડપ્રેશર ઘટાડવા માટે ફાયદાકારક છે, તેમાં રહેલા કેલ્શિયમ અને પોટેશિયમ બ્લડપ્રેશરને ઘટાડવા ખૂબ જ અસરકારક છે.
રોગપ્રતિકારક શકિત વધારે છે : વિટામીન સી માં રોગપ્રતિકારક શકિત વધારવાના ગુણ હોય છે, લીંબુ પાણી પીવાથી શ્વસન સંબંધી સમસ્યા જેવી કે કોરોના અને ફ્લૂથી બચવામાં મદદ મળે છે. તમારે સ્વસ્થ અને ફીટ રહેવા માટે રોગપ્રતિકારક શકિત વધારવી જરૂરી છે.
પાચનશકિત વધારે છે : જો તમને વારંવાર કબજિયાત, સોજા અને એસીડીટીની સમસ્યા રહે છે, તો જમ્યા બાદ એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી આ સમસ્યાઓમાં છુટકારો મળે છે. ગરમ પાણી પીવાથી તમારી પાચનશકિત વધે છે અને ચરબી પણ ઓછી થાય છે.
બનાવવાની રીત : ઉકાળેલું લીંબુ પાણી બનાવવાનો કોઈ ચોક્કસ નિયમ નથી, તમે સ્વાદ અનુસાર વધુ સારું બનાવવા અલગ અલગ વસ્તુ ઉમેરી શકો છો.
રીત 1 : એક લીંબુના બે ભાગ કરી તેને સારી રીતે નીચોવી લેવું, હવે ગ્લાસ ઉકાળેલા પાણીમાં આ નીચવેલા લીંબુનો રસ મેળવી દેવો અને પાણી પીતા પહેલાં ઠંડુ થવા દેવું.
રીત 2 : એક લીંબુના નાના-નાના ટુકડા કરી લેવા, હવે એક ટુકડો ઉકાળેલા પાણીમાં નાખો. પાણીને પીતા પહેલાં થોડી વાર ઠંડુ થવા દેવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી