ત્રીજી લહેર પહેલા જ ઇમ્યુનિટી મજબુત કરવાનો જોરદાર ઈલાજ, બ્લડ પ્રેશર કંટ્રોલ કરી હૃદય અને પાચનની તમામ સમસ્યાથી મળી જશે કાયમી છુટકારો…

મિત્રો તમે કદાચ શિયાળામાં બાજરાનો રોટલો ખાતા જ હશો, તેમજ ક્યારેક બાજરાનું શાક પણ ખાતા હશો. જો કે બાજરાની તાસીર ગરમ હોવાથી તેને શિયાળામાં વધુ ખાવામાં આવે છે. બાજરો અનેક પોષક તત્વોની ભરપુર માનવામાં આવે છે. આમ બાજરાની એક રેસિપી છે, તેની રાબ બનાવીને પણ પીવામાં આવે છે. તે ખુબ જ ટેસ્ટી અને ગુણકારી માનવામાં આવે છે.

કોવિડની ઘાતક બીજી લહેરને જોયા પછી મોટાભાગના લોકો ખુબ જ ડરેલાં છે. જ્યારે ત્રીજી લહેર આવી રહી છે. ત્રીજી લહેરથી બચવા માટે તેમજ સ્વસ્થ રહેવા માટે આપણે બધા જ પ્રયત્નશીલ છીએ અને આપણી ઇમ્યુનિટી સારી રાખવી એ સૌથી જરૂરી છે. કારણ કે તમારું સારું સ્વાસ્થ્ય અને મજબૂત ઇમ્યુનિટી જ તમને દરેક બીમારીથી બચવામાં મદદ કરશે.

આજે અમે તમારા માટે બાજરાની રાબની એક રેસિપી લઈને આવ્યા છીએ. જે તમારી ઇમ્યુનિટીને  પણ મજબૂત બનાવશે અને તમારા સ્વાદમાં પણ કોઈ ખામી નહીં આવે. બાજરીની રાબ હાર્ટની હેલ્થ સારી રાખવા, સારા લોહી માટે તેમજ બ્લડ પ્રેશરને સારું રાખવામા મદદ કરે છે. તો આવો જાણીએ તેની રેસિપીની વિધિ અને તમારે કંઈ કંઈ વસ્તુની જરૂર પડશે. તો ચાલો જાણીએ બાજરાની રાબના ફાયદા.

હૃદય : જો તમારા હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હો તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેનાથી તમે સંપૂર્ણ સ્વાસ્થ્ય મેળવી શકો. બાજરી હૃદય માટે ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તે મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર હોય છે.

બ્લડ ફ્લો માટે : શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન સારું રાખવા માટે બાજરો ખુબ જ લાભકારી છે. આ ડ્રિંક તમારા બ્લડ ફ્લોને સુચારું રીતે વહેવામાં મદદ કરે છે અને તમારા આખા શરીરને સ્વસ્થ પણ રાખે છે.

બ્લડ પ્રેશર : બ્લડ પ્રેશર અનિયમિત હોય તો તેના માટે બાજરાની રાબ ખુબ સારી છે. બાજરી તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તે તમારા હૃદય માટે પણ સ્વાસ્થ્યકારી છે.

પાચન સ્વાસ્થ્ય : બાજરો પાચન માટે સારો છે અને તે તમારા પાચન તંત્રને સરખી રીતે ફંક્શન કરવામાં મદદ કરે છે. આ ડ્રિંકથી તમારા પેટનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

ઇમ્યુનિટી : આ ડ્રિંકનું સૌથી મહત્વપૂર્ણ કામ છે તમારા ઇમ્યુનિટી પાવરને વધારવાનું. તે તમારા આખા શરીરને ડિટોક્ટ્સ કરે છે. જેનાથી બધા જ બેક્ટેરિયા અને ટોકસીન બહાર નીકળી જાય છે. અને અંદરથી તમારા પાચનતંત્રને અને તમારી ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે.

તેનાથી તમને ઘણા બધા પૌષ્ટિક પદાર્થો પણ મળે છે જેમ કે, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફાસ્ફોરસ, પોટેશિયમ, ઝીંક વગેરે. જો તમે આ બધા જ પૌષ્ટિક પદાર્થોને એક ડ્રિંકના માધ્યમથી તમારા શરીરમાં દાખલ કરવા માંગતા હોય તો બાજરાની રાબનું સેવન જરૂરથી કરવું જોઈએ. તેને રોજ પીવું ખુબ જ હેલ્થી છે. આ ડ્રિંક ખુબ જ સ્વાદિષ્ટ પણ હોય છે. જો તમે એવી આયુર્વેદીક કે હર્બલ વસ્તુઓને તમારી ડાયટમાં સમાવેશ કરવા માંગતા નથી. કારણ કે તેનો સ્વાદ ખરાબ હોય છે તો તમે આ રેસિપીને તમારી ડાયેટમાં સમાવેશ કરી શકો છો.

લગભગ એક ચમચી બાજરીમાં રહેલા પોષકતત્વોની માત્રા : 20 કેલેરી એનર્જી, 0.1 ગ્રામ પ્રોટીન, 2 ગ્રામ કાર્બ્સ, 0.1 ગ્રામ ફાઈબર, 1.3 ગ્રામ ફૈટ, 0 એમજી કોલેસ્ટ્રોલ હોય છે.

સામગ્રી : અડધો કપ બાજરીનો લોટ, 4 કપ પાણી, 1 ચમચી ઘી, ચોથા ભાગના કપ જેટલો ગોળ, વાટેલું આદું, અડધી ચમચી અજમો.
રાબ બનાવવાની રીત : સૌથી પહેલા એક પેનમાં ઘી ઉમેરો અને તેને ગરમ થવા દો. હવે તેમાં વાટેલું આદું, અજમો અને બાજરીનો લોટ નાખવો અને તેને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તેનો રંગ ભૂરો ન થઈ જાય. હવે તેમાં પાણી અને ગોળ નાખવો. હવે તેને 10 મિનિટ સુધી પકાવો અને ગરમ ગરમ ખાઓ. આ બધી જ સામગ્રી તમને સરળતાથી કોઈ પણ ગ્રોસરીની દુકાનમાં મળી રહેશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment