ભારતમાં ચંદનનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિઓ બનાવવા માટે થાય છે. પ્રાચીન સમયથી ચંદન ચમત્કારિક રૂપમાં ઓળખાય છે. ચંદનના વૃક્ષનો લગભગ દરેક ભાગ ખુબ જ ઉપયોગી છે. ધાર્મિક પૂજાથી લઈને ત્વચાને સુંદર બનાવવા માટે ચંદનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
લગભગ લોકો ચહેરાની સુંદરતા તેમજ ત્વચા સંબંધી સમસ્યાઓ માટે ત્વચા પર ચંદનનો લેપ લગાવતા હોય છે. અને તેનાથી ઘણો બધો લાભ પણ થતો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ચંદનને જો નાભી પર લગાવવામાં આવે તો તેનાથી તમને બમણા લાભ થઇ શકે છે. નાભી પર ચંદનનો લેપ અથવા તેલ લગાવીને તમે અનેક શારીરિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. આજે અમે તમને જણાવશું કે નાભી પર ચંદન કઈ રીતે લગાવવું અને તેનાથી થતા ચમત્કારિક ફાયદાઓ.વધારે છીંક આવવાની સમસ્યા:- ઘણી વખત લોકોને અવાર નવાર છીંકની સમસ્યા થતી હોય છે. ઘણી વખત તો દવા પીવાથી પણ છીંકણી સમસ્યા દુર થતી નથી. એવામાં નાભી પર ચંદનનો પ્રયોગ કરવાથી છીંક આવતી બંધ થઇ જાય છે. તેના માટે ચંદન અને કોથમીરના પાંદને પીસીને તેની પેસ્ટ બનાવી લેવી. તે પેસ્ટને નાભી પર લગાવવી. આ ઉપરાંત તમે આ પેસ્ટને સુંઘી શકો છો. તેનાથી પણ છીંક આવતી બંધ થઇ જાય છે.
સોજાની સમસ્યા દુર થાય છે:- ચંદનની લાકડીને પાણીમાં ઘસીને નાભી પર લગાવવામાં આવે તો શરીરમાં કોઈ પણ જગ્યાએ સોજો થતો હોય તો તે સોજામાં રાહત મળે છે.
નાભિ ઉપર ચંદન નું તેલ લગાવવાથી તમારું બ્લડ પ્રેશર પણ કંટ્રોલ થાય છે. સાથે ઊંઘ ન આવવાની સમસ્યા એટલે કે અનિંદ્રા માંથી પણ રાહત મળે છે. જો તમને આ તકલીફ છે તો તમે નિયમિત આ પ્રયોગ કરી શકો છો.
ખંજવાળની સમસ્યા દુર થાય છે:- ચંદનની પ્રકૃતિ ખુબ જ ઠંડી હોય છે તેથી ચંદન ખંજવાળની સમસ્યાને પણ દુર કરી શકે છે. તેના માટે ચંદનની છાલને પાણીમાં પીસીને તેનો લેપ બનાવી લેવો. ત્યાર બાદ તે ચંદનનો લેપ નાભી પર લગાવવો. તેનાથી ખંજવાળની સમસ્યા દુર થાય છે. આ ઉપરાંત તમે ચંદનના તેલમાં થોડો લીંબુનો રસ અથવા તો કપૂર મિક્સ કરી તેને રાત્રે સુતા પહેલા નાભી પર લગાવી શકો છો. તેનાથી પણ ખંજવાળની સમસ્યા દુર થઇ જશે.
પુરુષોમાં શુક્રાણું સંબંધી સમસ્યા દુર થશે:- માત્ર મહિલાઓ માટે જ નહિ પરંતુ પુરુષો માટે પણ ચંદન ખુબ જ લાભદાયી છે. ખાસ કરીને કોઈ પુરુષને જો શુક્રાણું સંબંધી વિકાર છે તો ચંદનના ઉપયોગથી તે સમસ્યા દુર થઇ શકે છે. તેના માટે અર્જુનની છાલ સાથે ચંદનને ઘસીને તેની એક પેસ્ટ બનાવી લેવી. હવે તે પેસ્ટને નાભી પર લગાવવી. આવું કરવાથી પુરુષોમાં શુક્રાણુંની સંખ્યા વધશે. આ ઉપરાંત આ મિશ્રણને તમે પાણીમાં મિક્સ કરીને પણ પી શકો છો. તેનાથી પણ શુક્રાણુ સંબંધી વિકારોમાં રાહત મળશે.ચહેરા પરના દાગ અને મસ્સામાં રાહત:- આજના સમયમાં દિવસે દિવસે પ્રદુષણ વધતું જાય છે. આપણી ત્વચા પ્રદુષણના સંપર્કમાં આવતા ચહેરા પર દાગ, ખીલ અને મસ્સા જેવી સમસ્યાઓ થવા લાગે છે. જે આપણા ચહેરાની સુંદરતા બગાડી શકે છે. તો આ સમસ્યાને તમે નાભી પર ચંદન લગાવીને સરળતાથી દુર કરી શકો છો. તેના માટે નિયમિત નાભી પર ચંદનનો લેપ લગાવવાથી ખીલ, દાગ અને મસ્સાની સમસ્યા દુર થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી